ધર્મતેજનેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

આ રાશિના જાતકો પર સદાય રહે છે બુધ મહેરબાન, ક્યારેય ધનની નથી વર્તાતી કમી…

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં બુધને વાણીનો કારક ગ્રહ માનવામાં આવ્યો છે. જે જાતકોની કુંડળીમાં બુધની સ્થિતિ મજબૂત હોય છે તેઓ બુદ્ધિવાન હોય છે અને જો કોઈ રાશિની જાતકોની કુંડળીમાં બુધ નબળો હોય તો તેમના સંબંધો લોકો સાથે સારા નથી રહેતા અને બગડે છે. જ્યોતિષાચાર્ય કુંડળીમાં બુધની સ્થિતિ મજબૂત બનાવવા વિવિધ ઉપાયો જણાવે છે, જેમાંથી એક એટલે ભગવાન ગણેશજીની પૂજા કરીને બુધની સ્થિતિ મજબૂત બને છે. પણ બે રાશિના જાતકો પર બુધની મહેરબાની વરસે છે, આ રાશિના જાતકોને ક્યારેય ધનની કમી નથી વર્તાતી. ચાલો, જાણીએ કઈ છે બુધની મનગમતી રાશિઓ કે જેમના પર બુધની મહેર રહે છે- પણ સૌથી પહેલાં તો તમને જણાવી દેવાનું કે બુધ એ ચંદ્રમાના પુત્ર છે. ભગવાન વિષ્ણુની કઠોર તપસ્યા બાદ બુધદેવને વૈદિક જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. એટલું જ નહીં પણ બુધવારનો દિવસ પણ ભગવાન બુધને સમર્પિત હોય છે. ચાલો હવે વાત વાત કરીએ બુધની મનગમતી રાશિઓ વિશે-

મિથુન: મિથુન રાશિના જાતકો સ્વામી ગ્રહોના રાજકુમાર બુધ છે. આ રાશિના જાતકો પર બુધની કૃપા વરસે છે. આ લોકોને વેપારમાં સફળતા મળે છે. આ રાશિના જાતકો મૃદુભાષી હોવાની સાથે સાથે જ હોંશિયાર પણ હોય છે. કાર્યક્ષમતા અને બુદ્ધિમત્તાના જોરે આ લોકો કોઈ પણ મોટી સિદ્ધિ હાંસિલ કરી શકે છે. કુંડળીમાં બુધને મજબૂત કરવા દર બુધવારે ભગવાન ગણેશજીની પૂજા કરીને બુધના બીજ મંત્રનો જાપ કરવો જોઈએ.

| Also Read: આજનું રાશિફળ (22-08-24): સિંહ, તુલા અને ધન રાશિના જાતકોને આજે થશે ફાયદો જ ફાયદો, જોઈ લો શું છે બાકીની રાશિના હાલ…

કન્યા: આ રાશિના જાતકો ધાર્મિક સ્વભાવના હોય છે. આ રાશિનો સ્વામી પણ બુધ છે. કન્યા રાશિમાં બુધ ઉચ્ચ હોય છે એટલે કન્યા રાશિના જાતકો પર વાણીના દેવતા બુધની વિશેષ કૃપા વરસે છે. ગ્રહોના રાજકુમાર બુધની કૃપાથી જ આ રાશિના જાતકો જીવનમાં ખૂબ જ સારા કાર્યો કરી શકે છે. પરોપકારી સ્વભાવને કારણે આ રાશિના જાતકો પર વિષ્ણુ ભગવાનની પણ કૃપા વરસે છે. મિથુન રાશિના જાતકોની જેમ જ કુંડળીમાં બુધને મજબૂત બનાવવા માટે બુધવારે ગણેશજીની પૂજા કરવી જોઈએ. કામના સ્થળે પણ ભગવાન ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button