શપથ લેવા માટે કયો સમય શુભ હોય છે? જાણો…
દુનિયામાં એવા ઘણા દેશો છે જ્યાં નેતાઓ શપથ લેતા પહેલા યોગ્ય સમય પસંદ કરે છે. એવું માનવામાં આવે છે કે યોગ્ય સમયે લેવામાં આવેલા શપથ રાજકારણીને અને સરકારને શાસન કરવામાં મદદ કરે છે.
ભારતીય સંસ્કૃતિમાં પણ દરેક શુભ કાર્ય પહેલા મુહૂર્ત જોઇને જ કરવામાં આવે છે. તમે ભારતીય રાજકારણમાં ઘણીવાર જોયું હશે કે ઘણા નેતાઓ શપથ લેતા પહેલા અથવા પદ સંભાળતા પહેલા શુભ સમયનું પાલન કરે છે. આજે અમે તમને જણાવીશું કે શપથ લેવા માટે શુભ સમય કેવી રીતે નક્કી કરવામાં આવે છે.
જો આપણે શપથ લેવા માટેના શુભ સમયની વાત કરીએ તો તેમાં પ્રથમ તારીખની ગણતરી કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શપથ ગ્રહણ કરવા માટે ચતુર્થી, નવમી, ચતુર્દશી (ચૌદસ), અમાસ અને પૂનમના દિવસ યોગ્ય નથી. જો કોઈ નેતા આ દિવસોએ શપથ લે છે, તો તેને સત્તા સંભાળવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તેના શાસન દરમિયાન અનેક અવરોધો ઊભા થઈ શકે છે અને ક્યારેક તો સરકારનું પતન પણ થઈ શકે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સોમવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવારે રાજકીય પદના શપથ લેનાર રાજનેતાને પોતાના કાર્યકાળ દરમિયાન ઘણી ઓછી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તે જ સમયે, જો મંગળવાર, શનિવાર અથવા રવિવારે પદના શપથ લેવામાં આવે છે, તો જનતા અને સરકાર વચ્ચે ઘણી તકરાર જોવા મળી શકે છે. સરકારને અનેક મુદ્દે જનતાના વિરોધનો સામનો કરવો પડી શકે છે.
શપથ લેવાના દિવસે ચંદ્રની સ્થિતિનું મૂલ્યાંકન કરવું પણ ખૂબ જ જરૂરી છે. આ દિવસે જો ચંદ્ર ચોથા, છઠ્ઠા, આઠમા અને બારમા ભાવમાં હોય તો તે શુભ માનવામાં આવતું નથી. આ સંજોગોમાં લીધેલા શપથ હંમેશા શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ઝઘડાનું કારણ બની શકે છે.
નક્ષત્રોની વાત કરીએ તો રોહિણી, મૃગશિર્ષ, પુષ્ય, અનુરાધા, જ્યેષ્ઠા, ઉત્તરાષાદ, શ્રવણ, ઉત્તરાભાદ્રપદ, રેવતી, અશ્વિની નક્ષત્રોમાં શપથ લેવાનું સૌથી શુભ માનવામાં આવે છે. આ નક્ષત્રો સરકારને મજબૂત કરનાર માનવામાં આવે છે.
શપથ લેવા માટેના સૌથી શુભ રાશિઓ વિશે વાત કરીએ તો, વૃશ્ચિક, સિંહ, વૃષભ અને કુંભ રાશિમાં લેવામાં આવેલા શપથ સરકારને શાસનમાં મદદ કરે છે. આ ચારેય રાશિઓને સ્થિર રાશિ માનવામાં આવે છે. આ રાશિમાં શપથ લેવાથી પડોશી દેશો સાથે સરકારના સંબંધો વધુ સારા રહે છે.
જો શપથ લેતા પહેલા આ વાતોનું ધ્યાન રાખવામાં આવે તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સરકારને અનેક મોરચે લાભ મળે છે. સરકાર સામે વિરોધ પણ ઓછો થાય છે અને વિપક્ષ પણ ઘણા મુદ્દાઓ પર એકસાથે આવીને સરકારની કનડગત ઓછી કરી શકે છે.