ભારતનું કયું રાજ્ય ‘સ્લિપિંગ સ્ટેટ ઓફ ઈન્ડિયા’ તરીકે ઓળખાય છે? એકાદ વખત તો તમે પણ લીધી જ હશે મુલાકાત…

ભારત એ વિવિધતામાં એકતાવાળો દેશ છે અને અહીંના દરેક રાજ્ય, શહેર કે ગામની એક અલગ જ ખાસિયત છે. આપણે ભારતમાં રહીએ છીએ તેમ છતાં અનેક ફેક્ટ્સથી અજાણ હોઈએ છીએ. પરંતુ શું તમને ખબર છે કે ભારતમાં એક રાજ્ય એવું પણ છે કે સ્લિપિંગ સ્ટેટ ઓફ ઈન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે? આ સાથે એ પણ જાણીએ કે આ રાજ્યને કેમ સ્લિપિંગ સ્ટેટ ઓફ ઈન્ડિયા કહેવામાં આવે છે. ચાલો તમને આ વિશે જણાવીએ…
આઈ નો આઈ નો તમને પણ હવે એ જાણવાની તાલાવેલી થઈ ગઈ હશે કે આખરે ભારતનું કયું તે એવું રાજ્ય છે કે જેને સ્લિપિંગ સ્ટેટ ઓફ ઈન્ડિયા કહેવામાં આવે છે અને આ પાછળનું કારણ શું હશે? પરંતુ એક વાત તમને જણાવી દેવાની કે તમારામાંથી મોટાભાગના લોકોએ જીવનમાં એકાદ વખત તો ચોક્કસ આ રાજ્યની મુલાકાત લીધી જ હશે…

હિમાચલ પ્રદેશ છે સ્લિપિંગ સ્ટેટ ઓફ ઈન્ડિયા
તમારી જાણકારી માટે હિમાચલ પ્રદેશને ભારતના સ્લિપિંગ સ્ટેટ ઓફ ઈન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. આપણામાંથી અનેક લોકોએ હિમાચલ પ્રદેશની મુલાકાત તો લીધી જ હશે, પરંતુ આ જગ્યાના આ ફેક્ટ વિશે આપણામાંથી અનેક લોકોને ખ્યાલ નહીં હોય. સુંદર મજાના પહાડોની વચ્ચે વસેલી આ રમણીય જગ્યા છે હિમાચલ પ્રદેશ.
ખાસ કારણ જવાબદાર છે અનોખા દરજ્જો મળવા પાછળ
ભારતના સ્લિપિંગ સ્ટેટ તરીકે ઓળખાતા રાજ્ય વિશે વાત કરી લીધા બાદ આગળ વધીએ અને વાત કરીએ કે આખરે કેમ આ રાજ્યને સ્લિપિંગ સ્ટેટ ઓફ ઈન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે એની. શાંત વાતાવરણ અને અહીંના લોકોની શાંત લાઈફસ્ટાઈલને કારણે આ રાજ્યને સ્લિપિંગ સ્ટેટ ઓફ ઈન્ડિયા કહેવામાં આવે છે. બાકીના રાજ્યો કે શહેરની જેમ અહીંના લોકો ભાગદોડ કે હશ-હશવાળી લાઈફસ્ટાઈલ નથી જીવતા. આ જ કારણ છે કે હિમાચલ પ્રદેશને આ અનોખું નામ આપવામાં આવ્યું છે.
દેશી જ નહીં વિદેશી પર્યટકોમાં પણ લોકપ્રિય
હિમાચલ પ્રદેશની કુદરતી સુંદરતા, હર્યા-ભર્યા જંગલો, પર્વતો, નદીઓ, તળાવો આ રાજ્યની નૈસર્ગિક સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. હિમાચલ પ્રદેશ ભારતનું એક પ્રાઈમ ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે અને અહીં દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો હરવા-ફરવા આવે છે. હિમાચલ પ્રદેશની સુંદરતા જોયા બાદ અહીં માત્ર ભારતીય નહીં પણ વિદેશથી પણ પર્યટકો મોટી સંખ્યામાં ફરવા માટે આવે છે.
છે ને એકદમ અનોખી માહિતી? હવે જ્યારે પણ તમારા કોઈ મિત્ર કે પરિવારના સભ્યો વેકેશન પર હિમાચલ પ્રદેશ વિશેની અનોખી માહિતી ચોક્કસ આપજો હં ને? આ સિવાય આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો….



