વિચ વન ડુ યુ વોન્ટ…
ફેશન –ખુશ્બુ મુણાલી ઠક્કર
સ્કર્ટ એ એવું ગારમેન્ટ છે કે જે બધી જ વય માટે અનુકૂળ છે. સ્કર્ટ માત્ર ફૅશન સ્ટેટમેન્ટ જ નથી, પરંતુ અલગ અલગ પેટર્ન અને ફેબ્રિક સાથે બનવવામાં આવતું એક અટ્રેક્ટિવ ગારમેન્ટ છે. સ્કર્ટ એ એક લોઅર બોડીમાં પહેરવામાં આવતું ગારમેન્ટ છે કે જેમાં ઘણી પેટર્ન આવે છે અને તમારી વય અને બોડી ટાઇપ મુજબ તમે સ્કર્ટના પેટર્નની પસંદગી કરી શકો. સ્કર્ટમાં એટલી વેરાઈટી આવે છે કે અલગ અલગ પેટર્ન જોઈ એમ જ થાય કે વિચ વન ડુ યુ વોન્ટ. ચાલો જાણીએ સ્કર્ટમાં સૌથી વધારે પહેરવામાં આવતી પેટર્ન વિષે.
એ લાઈન સ્કર્ટ – એ લાઈન સ્કર્ટ એટલે, જે સ્કર્ટ કમરથી નેરો એટલે કે કમરના શેપ મુજબ અને નીચે એટલે કે પગ સુધી બ્રોડ થાય છે. એટલે કે એ શેપ બને છે તેને એ – લાઈન સ્કર્ટ કહેવાય. આ સ્કર્ટ બધી બોડી ટાઈપ પર સારા લાગે છે. એ લાઈન સ્કર્ટ ક્યારેય પણ આઉટ ઑફ ફૅશન થતાં નથી અને પહેર્યા પછી એક સિમ્પલ છતાં એલિગન્ટ લુક આપે છે. એ લાઈન સ્કર્ટ પ્લેન અને પ્રિન્ટેડ એમ બન્ને ફેબ્રિકમાં આવે છે. એ લાઈન સ્કર્ટની લેન્થમાં વેરિએશન આવે છે જેમ કે, ની લેન્થ, થ્રિ ફોર્થ કે પછી એન્કલ લેન્થ. તમારી હાઈટ અને બોડી ટાઈપ મુજબ તમે એ લાઈન સ્કર્ટની લેન્થ પસંદ કરી શકો. એ લાઈન સ્કર્ટમાં કમર પર થિક અથવા થિન બેલ્ટ આવે છે જેના પર તમે બેલ્ટ પહેરી શકો. એ લાઈન સ્કર્ટ સાથે શર્ટ અથવા સિમ્પલ નેક લાઈન વાળા ફ્લોઈ ફેબ્રિકના ટોપ્સ ખૂબ જ સુંદર લાગે છે. પરંતુ શર્ટ અથવા ફ્લોઈ ટોપ્સને ઈન ટક કરવા જેથી એક નીટ લુક આવે. એ લાઈન સ્કર્ટ ઑફિસ વેર ટ્વિરિક કે પછી ગર્લ આઉટિંગ માટે સારાં લાગી શકે.
ડેનિમ સ્કર્ટ્સ – મોટા ભાગની યુવતીઓ પાસે ડેનિમ સ્કર્ટ્સ હોય જ છે. ડેનિમ સ્કર્ટ્સ ક્યારેય પણ આઉટ ઑફ ફૅશન થતાં નથી. ડેનિમ સ્કર્ટ્સ સાથે કોઈ પણ સ્ટાઇલનું ટી શર્ટ કે ટોપ પહેરી શકાય. ડેનિમ સ્કર્ટ્સ સાથે બધા જ કલર સારા લાગે છે. ડેનિમ સ્કર્ટ્સ સાથે કોઈ પણ જાતના શૂઝ એટલે કે બેલીઝ, લોફર્સ, સપોર્ટ શૂઝ કે સ્લીપર એમ બધી જાતના ફૂટ વેર પહેરી શકાય. ડેનિમ સ્કર્ટ્સમાં લેન્થ અને સ્ટાઈલિંગનું વેરિએશન આવે છે. જેમનું શરીર સુડોળ હોય તેમને ડેનિમ સ્કર્ટ્સ ખૂબ જ શોભે છે. ડેનિમ સ્કર્ટ્સમાં ફ્રન્ટ ઓપન પેટર્ન એટલે કે ફ્રન્ટમાં બટન્સ હોય, અથવા ઝીપ હોય છે. ડેનિમ સ્કર્ટ્સના કલર પણ બેઝિક કલર જ હોય છે જેમ કે, લાઈટ બ્લુ, ડાર્ક બ્લુ, સ્ટોન વોશ વગેરે. ડેનિમ સ્કર્ટ્સમાં પેટર્ન બેઝિક હોવા છતાં સ્માર્ટ લાગે છે. જો તમારું શરીર ભરેલું હોય તો તમે ડાર્ક બ્લુ ડેનિમમાં એન્કલ લેન્થનું સ્કર્ટ પહેરી શકો. આ લેન્થ સાથે ફ્લોઈ ફેબ્રિકનું ટોપ પહેરી શકાય. ડેનિમમાં પેન્સિલ કટ પણ હોય છે અને શોર્ટ લેન્થમાં પ્લિટે ડિસ્કર્ટ્સ પણ આવે છે. તમારા બોડી ટાઈપ મુજબ તમે સ્કર્ટ્સની લેન્થ ને પેર્ટનની પસંદગી કરી શકો.
આ પણ વાંચો…૮૬ વર્ષે પણ હું એક નવા સંબંધમાં પ્રવેશવા- પ્રેમની સાચી અનુભૂતિ વિશે જાણવા ઉત્સુક છું
સ્કર્ટ્સ વિથ ફ્રિલ – સ્કર્ટ્સ વિથ ફ્રિલ આ બહુજ જૂની પેટર્ન છે છતાં હજી પણ એટલી જ ચાલે છે. ફ્રિલ સ્કર્ટ્સ મોટે ભાગે હોઝિયરી મટીરીઅલ અથવા ફ્લોઈ ફેબ્રિકમાં આવે છે કે જેમાં ફ્રીલનો ફોલ સારો બેસે. ફ્રિલવાળાં સ્કર્ટ્સ શોર્ટ લેન્થમાં બેસ્ટ લુક આપે છે. સ્કર્ટમાં એક અથવા બે અથવા ૩ લેયરમાં ફ્રિલ હોય છે. આવા સ્કર્ટ્સ યન્ગ યુવતીઓ પર વધારે સારા લાગે છે. અથવા તો મોટી વયની સ્ત્રી ફ્રીલવાળાં સ્કર્ટ પહેરે તો ઉંમર કરતાં થોડાં નાના લગાય છે. ફ્રીલમાં એક ડેલિકસી હોય છે જેને લીધે ફેમિનિટી આવે છે. સ્કર્ટ્સમાં ફ્રિલ માત્ર હેમલાઈનમાં જ નથી હોતી, પરંતુ સાઈડમાં કે ક્રોસમાં અથવા ઓવેર લેપિંગ પેટર્નની હેમ લાઈનમાં મૂકવામાં આવે છે. ફ્રીલની સાઈઝ ૧ ઈંચથી લઈને, ૮ ઈંચથી લઈને ૧૦ ઈંચ સુધી હોય છે. ડીપેન્ડિંગ કે સ્કર્ટની પેટર્ન શું છે અને સ્કર્ટની લેન્થ કેટલી છે. ફ્રીલી સ્કર્ટ્સ સાથે ફ્લોઈ ફેબ્રિકના ફૅન્સી ટોપ્સ ખૂબ જ સુંદર લાગે છે.