ક્યાં દૂલ્હા બનેગા રે તું! કન્યાને વરમાળા પહેરાવતી વખતે વરરાજાએ કર્યું કંઇક એવું કે..
ઇન્ટરનેટ પર દરરોજ લગ્નના અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાક વીડિયો લાગણીસભર અને ઇમોશનલ કરી દેનારા હોય છે, તો કેટલાક વીડિયો એવા હોય છે જે ખૂબ હસાવે છે. ખાસ કરીને વર કન્યા જ્યારે એકબીજાને વરમાળા પહેરાવતા હોય ત્યારે ઘણીવાર એવી રમૂજ થતી હોય છે કે જે આજીવન યાદ રહી જાય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો ખૂબ જ વાઇરલ થઇ રહ્યો છે. જેમાં વરરાજાની હાલત પર તમામ જાનૈયાઓ હસી પડ્યા હતા.
આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે વર-કન્યાની હાર પહેરાવવાની વિધિ ચાલી રહી છે, વરરાજા કન્યાને માળા પહેરાવતા હોય છે તે સાથે જ તેમની પાછળ ઉભેલા તેમના મિત્રો ફટાકડા ફોડવા લાગે છે. અચાનક જ ફટાકડાનો અવાજ સાંભળીને વરરાજા ચોંકી ઉઠે છે, વરરાજાને આમ ડરી ગયેલો જોઇને ઉપસ્થિત લોકો પણ હસવા લાગે છે. જેને જોઇને વરરાજા છોભીલા પડી જાય છે અને ગુસ્સામાં મિત્રોને ધમકાવવા લાગે છે.
સોશિયલ મીડિયા પર યુઝર્સ આ ઘટનાની અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું હતું કે, “ક્યા દુલ્હા બનેગા રે તું!” તો બીજાએ લખ્યું છે કે, “એ ફટાકડા ક્યાંક કન્યાના ભૂતપૂર્વ પ્રેમીએ તો નહોતા ફોડ્યા!” બીજાએ લખ્યું, “વર નબળો નીકળ્યો..” આ રીતે લોકો આ વીડિયો પર સતત પોતાની ફની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.