વજન ઘટાડવા છતાંય કાંટા પર વજન વધારે દેખાય છે? આ સમયે વજન કરવાનું ટાળો…

વધતું જતું વજન એ ખૂબ જ સામાન્ય અને દર બીજી વ્યક્તિને સતાવતી સમસ્યા છે. આપણામાંથી અનેક લોકો દરરોજ કે પછી કેટલાક લોકો અઠવાડિયામાં 2-3 વખત તો પોતાનું વજન ચેક કરતાં જ હશે, જેથી તેના પર કામ કરવામાં સરળતા રહે. પરંતુ શું તમને દિવસના કયા સમયે વજન કરવું જોઈએ એની માહિતી છે? ચાલો તમને આ વિશે જણાવીએ અને એક્સપર્ટ્સ એડવાઈઝ અનુસાર જ વજન કરવાનું રાખીએ-
એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર વજન કરવા માટે દરેક સમય એ આઈડિયલ ટાઈમ નથી હોતો. ખોટા સમયે વજન ચેક કરવાથી ખોટી રીડિંગ આવી શકે છે. જેને કારણે તમારા ફિટનેસ ગોલ્સ પર પણ અસર જોવા મળે છે. આ માટે યોગ્ય સમયે વજન કરવું ખૂબ જ જરૂરી છે. દિવસનો કેટલોક એવો સમય હોય છે જે સમયે વજન ના ચેક કરવું જોઈએ.
મોર્નિંગ રૂટિન પહેલાં
જી હા, અનેક લોકોને સવારમાં ઉઠતાં જ વજન ચેક કરવાની ટેવ હોય છે, પરંતુ આ બિલકુલ યોગ્ય નથી. જો તમે સવારે ઉઠીને બાથરૂમ નથી ગયા તો આખી રાત દરમિયાન શરીરમાં જમા થયેલા વેસ્ટનું વજન પણ તમારા વજનમાં કાઉન્ટ થશે અને તમારું વજન વધેલું દેખાશે. સવારે બાથરૂમ ગયા બાદ જ વજન કરવાનું રાખો.
પાણી પીધા બાદ તરત વજન ના કરો
જો તમે એક સાથે ઘણું પાણી પી લીધું છે તો તમારું વજન એક કિલો સુધી વધી શકે છે. પાણીને કારણે વજન વધી જાય છે, પરંતુ તે ફેટ નથી હોતું. આ જ કારણે હેલ્થ એક્સપર્ટ્સ પાણી પીધા બાદ તરત વજન ના કરવાની સલાહ આપે છે.
જમ્યા બાદ તરત જ
પાણી પીધા બાદ અને જમ્યા બાદ તરત જ ક્યારેય વજન ના કરવું જોઈએ. આવું કરવાથી તમે જે જમ્યા છો એને કારણે તમારું વજન વધેલું દેખાય છે અને એને કારણે તમને એવું લાગશે કે અચાનક જ તમારું વજન વધી ગયું છે.
પ્રોસેસ્ડ ફૂડનું સેવન કર્યા બાદ
પ્રોસેસ્ડ ફૂડ શરીરમાં પાણીને રોકી રાખે છે એટલે પ્રોસેસ્ડ ફૂડ ખાધા બાદ તરત જ વજન ના કરવું જોઈએ. જો તમે આગલી રાતે પ્રોસેસ્ડ ફૂડ કે વધારે વધતું સોલ્ટી ફૂડ ખાધું છે તો બીજા દિવસે વજન ના કરો, નહીં તો વજન વધેલું દેખાશે.
પીરિયડ્સ દરમિયાન વજન ના કરો
મહિલાઓએ પીરિયડ્સ દરમિયાન ક્યારેય વજન ના ચેક કરવું જોઈએ, કારણ કે આ સમયે હોર્મોનલ બદલાવ થાય છે અને પાણી રિટેંશનને કારણે વજન વધી જાય છે. આ ખૂબ જ અસ્થાયી હોય છે, એટલે આ સમયે પણ વજન કરવાથી બચવું જોઈએ.
સ્ટ્રેસ કે ટેન્શનમાં હોવ ત્યારે…
જ્યારે તમે સ્ટ્રેસમાં કે ટેન્શનમાં હોવ ત્યારે પણ વજન કરવાથી બચવું જોઈએ. આ સમયે કોર્ટિસોલ હોર્મોન્સનું પ્રમાણ બોડીમાં વધે છે, જેને કારણે પાણી રોકાઈ જાય છે અને ભૂખ પણ વધુ લાગે છે. આ સ્થિતિમાં પણ વજન ઓછુ-વધુ થવા લાગે છે એટલે એક્સપર્ટ્સ આ સમયે વજન ના કરવાની સલાહ આપે છે.
આ પણ વાંચોવજન ઘટાડવા માટેનો પરફેક્ટ બ્રેકફાસ્ટ: આ 5 નાસ્તા છે બેસ્ટ!