Hanuman Jayanti 2024: હનુમાન જયંતિ પર કરો આ ઉપાય ખૂલી જશે કિસ્મતના તાળા, જાણો ક્યારે છે હનુમાન જયંતી

હનુમાન જયંતિનો (Hanuman Jayanti 2024) તહેવાર દર વર્ષે ચૈત્ર પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. એવી માન્યતાઓ છે કે હનુમાનજી આજે પણ ભૌતિક રીતે પૃથ્વી પર બિરાજમાન છે, તેથી તેને હનુમાન જન્મોત્સવ કહેવું ખોટું નથી. કહેવાય છે કે બજરંગબલીનું નામ લેવાથી દુ:ખ, મુસીબતો, ભૂત-પ્રેત ભાગી જાય છે. તેથી જ તુલસીદાસે હનુમાનજી વિશે લખ્યું છે કે, ‘સંકટ કટે મિટે સબ પીરા, જો સુમિરન હનુમત બલ બીરા.’ તેનો અર્થ છે- હનુમાનજીમાં દરેક પ્રકારની પીડા અને મુશ્કેલીઓ દૂર કરવાની ક્ષમતા છે. આવો જાણીએ આ વખતે હનુમાન જયંતિ કયા દિવસે મનાવવામાં આવશે અને તેમની પૂજાનો શુભ સમય અને વિધિ શું છે.
હનુમાન જયંતિ પર બજરંગબલીની પૂજા કરવા માટે બે શુભ મુહૂર્ત છે. પહેલું શુભ મુહૂર્ત સવારનું હશે, જ્યારે બીજો સમય રાત્રિનો હશે.
- પ્રથમ શુભ સમય: 23 એપ્રિલે, સવારે 09:03 થી બપોરે 01:58 સુધી
- બીજો શુભ સમય: 23 એપ્રિલે, રાત્રે 08:14 થી 09:35 સુધી
હનુમાન જયંતિ પર, સવારે સ્નાન કર્યા પછી બજરંગબલીની પૂજા કરવાનો સંકલ્પ લો. શુભ મુહૂર્ત જોઈને જ હનુમાનજીની પૂજા કરો. સૌથી પહેલા ઉત્તર-પૂર્વ દિશામાં બાજોઠ પર લાલ કપડું પાથરી દો. હનુમાનજીની સાથે શ્રી રામજીનું ચિત્ર સ્થાપિત કરો. હનુમાનજીને લાલ ફૂલ અને રામજીને પીળા ફૂલ ચઢાવો. લાડુની સાથે તુલસી પણ ચઢાવો. પહેલા શ્રી રામના મંત્ર ઓમ રામ રામાય નમઃ નો જાપ કરો. ત્યારબાદ હનુમાન જીના મંત્ર ઓમ હં હનુમતે નમઃ નો જાપ કરો.
હનુમાન જયંતિનો ઉપાય
વડના ઝાડનું એક પાન લો અને તેને સારી રીતે સાફ કરો. આ પછી ભગવાન હનુમાનજીની સામે પાન રાખો. પૂજા કરો અને પછી આ પાન પર કેસરથી ભગવાન શ્રી રામનું નામ લખો. પૂજા પૂરી થયા પછી આ પાન તમારા પર્સમાં અથવા પૈસાની જગ્યાએ રાખો. આમ કરવાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થવા લાગશે.