માંસાહારી વાઘ ક્યારથી ઘાસ ખાવા લાગ્યો? વિશ્વાસ ના હોય તો જોઈ લો વીડિયો…

જમાનો સોશિયલ મીડિયાનો છે અને આજકાલ તો સોશિયલ મીડિયા પર દરરોજ એવા કોઈને કોઈ વીડિયો વાઈરલ થતાં હોય છે કે જે જોઈને તમારી અક્કલ કામ ના કરે. જો તમે પણ સોશિયલ મીડિયા યુઝ કરતાં હશો તો તમને પણ ધ્યાનમાં આવ્યું હશે કે હાલમાં એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં વાઘ ઘાસ ખાતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો જોઈને નેટિઝન્સ ચોંકી ઉઠ્યા છે અને આવું થાય પણ કેમ નહીં, ખૂંખાર અને જેનાથી બધા ડરે એવો શિકારી વાઘ ઘાસ ખાવા લાગે એ માનવામાં આવે ખરું? ચાલો તમને આ પાછળની આખી સ્ટોરી જણાવીએ-
વાઈરલ થઈ રહેલો આ વીડિયો બાંધવગઢ ટાઈગર રિઝર્વનો છે અને વાઈલ્ડ લાઈફ એક્સ્પર્ટ્સ આ વિશે શું કહે છે જાણીને તો તમે પણ ચોંકી ઉઠશો. વાઈરલ વીડિયોમાં ઘાસ ખાતા જોવા મળી રહેલાં વાઘનું નામ છે ડીએમ અને તે ઘાસ ખાતો જોવા મળી રહ્યો છે.
આ વીડિયો સિવાય બાંધવગઢ ટાઈગર રિઝર્વ દ્વારા એક બીજો વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે જે આ જ વર્ષના માર્ચ મહિનાનો છે. આ વીડિયોમાં રો નામની એક ફીમેલ ટાઈગ્રેસ પણ ઘાસ ખાતી જોવા મળી રહી છે. આ વીડિયો જોયા બાદ એક વાત તો સ્પષ્ટ થઈ રહી છે કે વાઘ માટે ઘાસ ખાવું એ એક કોમન બિહેવિયર છે.
વાત જાણે એમ છે કે વાઘ પોતાના પાચનતંત્રને મેઈન્ટેન રાખવા માટે સમય સમય પર ઘાસનું સેવન કરે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર વાઘની પાચન ક્રિયામાં જ્યારે કોઈ સમસ્યા થાય છે, કે પછી વધુ માંસ ખાઈ લે છે અને ઉલ્ટી જેવું ફીલ કરે છે તો તેને રિપેર કરવા માટે વાઘ ઘાસ ખાય છે. ઘાસ ટાઈગરના બોડીને ક્લિન કરવાનું કામ કરે છે.
આપણ વાંચો: તમે પણ ઓનલાઈન ડિલિવરીના બોક્સ, બેગ્સ ફેંકી દો છો? તમારી નાનકડી ભૂલ તમારું ખાતું ખાલી કરાવશે…
વીડિયોમાં દેખાઈ રહેલાં ડીએમ નામના ટાઈગરની વાત કરીએ તો તે બાંધવગઢ ટાઈગર રિઝર્વનો સૌથી શક્તિશાળી વાઘ છે અને ધમોખર વિસ્તારમાં પોતાની ટેરેટરી બનાવવામાં કારણે તેનું નામ ડીએમ રાખવામાં આવ્યું છે. ડીએમની ટેરેટરી ખૂબ જ મોટી છે. આ સિવાય તેની ફિમેલ ફ્રેન્ડ રો નામની વાઘણ પણ આ ટાઈગર રિઝર્વની સૌથી જાણીતી વાઘણ છે.