સ્પેશિયલ ફિચર્સ

જ્યારે ત્રણ મહિનાના બચ્ચા સાથે વાઘણ કરે રેમ્પ વોક પર… સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ…

નાગપુરઃ નાગપુરમાં આવેલા ઉમરેડ-કરહાંડલા ટાઈગર રિઝર્વથી વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર્સ માટે ગૂડ ન્યુઝ આલી રહ્યા છે. અહીં એફ-ટુ નામની વાઘણ પોતાના ત્રણ મહિનાના બે બચ્ચા સાથે રેમ્પ વોક કરતી જોવા મળી હતી. વાઈલ્ડલાઈફ લવર્સ માટે આ ક્ષણ ખૂબ જ આનંદદાયક હતી.

આ ઝોનને પર્યટકોમાં લોકપ્રિય કરવાનું શ્રેય જય નામના મેલ ટાઈગરને જાય છે. જય આ ઝોનમાં પહોંચ્યો અને થોડાક જ દિવસમાં વાઈલ્ડલાઈફ લવર્સમાં આ ઝોન ફેમસ થવા લાગ્યો. ત્યાર બાદ ફેરી અને ચાંદનીએ પણ લોકોમાં આ ઝોનને ખૂબ જ લોકપ્રિય કર્યો એમાં પણ ફેરી અને તેના પાંચ બચ્ચાઓએ તો વાઈલ્ડ લાઈફ લવર્સને અહીં ખેંચી લાવવામાં તો ખૂબ જ મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.

છેલ્લાં કેટલાક સમયથી વધુમાં વધુ વન્યપ્રાણી પ્રેમીઓ આ ફોરેસ્ટ તરફ વળ્યા છે. નવા વર્ષની શરુઆતમાં જ એફ-ટુ નામની વાઘણે તેના ત્રણ મહિનાના બચ્ચાઓ સાથે ફરવાનું શરૂ કર્યું છે ત્યારથી પાર્કની રોનક જ ફરી ગઈ છે.

સોશિયલ મીડિયા પર એફ ટુ નામની વાઘણનો વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો 23મી જાન્યુઆરીનો હોવાનું કહેવાઈ રહ્યું છે. આ વીડિયોમાં એફ-2નો આત્મવિશ્વાસ જોઈને એવું લાગી રહ્યું છે કે જાણે તે તેના બચ્ચાઓને તેની ટેરેટરીથી પરિચિત કરાવી રહી છે. વાઈલ્ડલાઈફના અભ્યાસક પિયુષ આકરે અને નીતિન બારાપાત્રેએ તેમના કેમરામાં આ અદ્ભૂત નજારો કેદ કર્યો હતો.

એફ-2 નામની આ વાઘણે પહેલી જ વખત બે બચ્ચાને જન્મ આપ્યો છે અને ત્રણ મહિનાના બચ્ચાઓને લઈને ખુલ્લા જંગલમાં પર્યટકો સામે લઈ આવવાનું સાહસ નાગપુરના જ તાડોબા અંધારી ટાઈગર રિઝર્વની ફેમસ વાઘણ માયાએ કર્યું હતું. ત્યાર બાદ ઉમરેડ કરહાંડલા પાર્કની રાજામાતા તરીકે ઓળખાતી એફ-2એ આ સાહસ ખેડ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button