WhatsApp એ ભર્યું મહત્ત્વનું પગલું, અત્યારે જાણી લેશો તો ફાયદામાં રહેશો નહીંતર…
![Whatsapp bring new feature to users currently testing phase](/wp-content/uploads/2024/12/Whatsapp.webp)
વોટ્સએપ (Whats’App)એ આજના સમયની સૌથી વધુ ઉપયોગમાં લેવાતી એપ બની ગઈ છે. કરોડો યુઝર્સ આ વોટ્સએપનો ઉપયોગ કરે છે. પરંતુ આ વોટ્સએપે આઈઓએસ યુઝર્સને જોરદાર આંચકો આપ્યો છે. ગયા મહિને જ કંપની દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે પાંચમી મે, 2025થી વોટ્સએપ આઈઓએસ 15.1ની પહેલાં વર્ઝન્સ પર કામ કરવાનું બંધ કરી દેશે. કંપનીએ આ નિર્ણય બિઝનેસ અને નોર્મલ વોટ્સએપ માટે લીધો હતો.
Also read : Whatsapp લાવ્યું ધાંસુ ફિચર, જાણી લો તો ફાયદામાં રહેશો…
કંપનીએ પોતાની સર્વિસને આઈઓએસની લેટેસ્ટ ટેક્નોલોજીની સાથે ઓપ્ટિમાઈઝ કરવા માટે જૂના વર્ઝન્સના સપોર્ટ બંધ કરી દે છે. આ બધા વચ્ચે ડબ્લ્યુએબીટાઈન્ફો (WABetaInfo)નો એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં એવું કહેવામાં આવ્યું છે કે ટેસ્ટફ્લાઈટ એપ પર રહેલાં લેટેસ્ટ વોટ્સએપ બીટા ફોર આઈઓએસ 25.2.10.72માં મેં પહેલાં જ આઈઓએસના જૂના વર્ઝન અને જૂના આઈફોન મોડલ્સ માટે સપોર્ટને ડિસકન્ટિન્યુ કરી દીધું છે.
વોટ્સએપબીટા દ્વારા સોશિયલ મીડિયા પર એક્સ પ્લેટફોર્મ પરથી એક સ્ક્રીન શોર્ટ પણ શેર કર્યો છે. આ સ્ક્રીનશોટમાં જોવા મળે છે કે આઈઓએસ 15.1થી જૂના વર્ઝન પર કામ કરનારા ડિવાઈસ પર લેટેસ્ટ બીટા વર્ઝન ઈન્સ્ટોલ નથી થઈ રહ્યું. આ માટે આઈઓએસ 15.1 કે એનાથી ઉપરના વર્ઝનની જરૂર છે. આ સ્ક્રીનશોટ્સથી એક વાત તો કન્ફર્મ થઈ ગઈ છે જૂના આઈઓએસ કે આઈફોન વાપરનારા યુઝર્સ નવા બીટા વર્ઝનનને યુઝ ના કરી શકે. વોટ્સએપ બીટા એક્સપાયર ડેટ સાથે આવે છે. આવી સ્થિતિમાં જેમના પણ ફોન પર જુનો બીટા વર્ઝન છે, તેઓ હજી એક મહિના સુધી વોટ્સએપ યુઝ કરી શકશે.
Also read : Whatsapp માં આવી રહ્યું છે શાનદાર ફિચર, જાણી લો એના વિશે…
એક મહિના બાદ જૂનું બીટા વર્ઝન એક્સપાયર થયા બાદ યુઝર્સ પાસે એપ સ્ટોર પર રહેલાં વર્ઝનને ડાઉનલોડ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં રહે. સ્ટેબલ વર્ઝન બીટા વર્ઝનની સરખામણીએ વધારે લાંબા સમય સુધી ઉપલબ્ધ રહેશે. પહેલાં શેર કરેલાં આ એપ એલર્ટ અનુસાર વોટ્સએપ સ્ટોર વર્ઝન મે, 2025માં એક્સપાયર થશે.