WhatsApp પર પ્રમોશનલ મેસેજથી કંટાળી ગયા છો? માત્ર એક શબ્દ લખીને આ રીતે મેળવો છુટકારો…

વોટ્સએપ આજના સમયની સૌથી વધુ ઉપયોગમાં લેવાતું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બની ચૂક્યું છે. દુનિયાભરમાંથી કરોડો યુઝર્સ વોટ્સએપનો ઉપયોગ કરે છે. આ વોટ્સએપ દ્વારા યુઝર્સની સુવિધા માટે દર થોડા સમયે નવા નવા ફીચર્સ લોન્ચ કરવામાં આવતા હોય છે.
આજે અમે અહીં તમને વોટ્સએપના આવા જ એક ફીચર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની મદદથી તમે વોટ્સએપ પર આવનારા પ્રમોશનલ મેસેજની સમસ્યામાંથી છુટકારો મળશે.
વોટ્સએપ દુનિયાભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી એપ બની ગઈ છે અને હવે અનેક લોકો વોટ્સએપ પર જ બિઝનેસ પણ કરે છે અને એને કારણે જ અવારનવાર પ્રમોશનલ મેસેજ પણ વોટ્સએપ પર આવતા હોય છે. આવી સ્થિતિમાં વોટ્સએપ પર આવતા પ્રમોશનલ મેસેજ કંટાળાજનક હોય એ સ્વાભાવિતક છે.
આપણ વાંચો: અમદાવાદના એન્ટરપ્રેન્યરનો અનોખો જુગાડ: જાણો વેકેન્સી ભરવા માટે કેવી રીતે કર્યો વોટ્સએપનો ઉપયોગ
પરંતુ આજે અમે અહીં તમને એવી કેટલીક ટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેની મદદથી તમે સરળતાથી આ પ્રમોશનલ મેસેજથી છુટકારો મળી શકશો.
વોટ્સએપ પર આવતા પ્રમોશનલ મેસેજથી છુટકારો મેળવવા માટે તમારે અહીં જણાવવામાં આવેલા સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરવા પડશે. જો તમને કોઈ એક ચોક્કસ કંપનીના નામે વારંવાર મેસેજ આવી રહ્યા છે.
આ મેસેજ ઓટોમેટેડ હોય છે એટલે તે કોઈ વ્યક્તિ બેસીને તમને મોકલાવે છે એવું નથી હોતું. પણ તમે આ મેસેજ સરળતાથી રોકી શકો છો. ચાલો જોઈએ કઈ રીતે તમે આ પ્રમોશનલ મેસેજને રોકી શકો છો.
પ્રમોશનલ મેસેજને રોકવા માટે તમારે તમે જે કંપની તરફથી મેસેજ આવે છે એમની ચેટમાં જઈને સ્ટોપ STOP લખવું પડશે. આવું કરતાં જ તમને જે કંપની તરફથી મેસેજ આવતા મેસેજ બંધ થઈ જશે.
આપણ વાંચો: ફેસબુક, વોટ્સએપ જેવી 26 સોશિયલ મીડિયા એપ્સ પર પ્રતિબંધ: નેપાળ સરકારે કેમ લીધો આ નિર્ણય?
જોકે, અમુક સંજોગોમાં આ મેસેજ બંધ નથી થતાં. આવી સ્થિતિમાં તમે એ ચેટ્સને જઈને બ્લોક પણ કરી શકો છો. ચેટ બ્લોક થયા બાદ તમને એ કંપની તરફથી આવતા પ્રમોશનલ મેસેજ પણ બંધ થઈ જશે.
વોટ્સએપ સમય સમય પર પોતાના પ્લેટફોર્મ અપડેટ કરે છે. કંપનીએ હાલમાં જ લાઈવ અને મોશન ફોટો, નવી ચેટ થીમ્સ અને એઆઈ બેકગ્રાઉન્ડ ફીચર્સ એડ કર્યા છે. આ સિવાય કંરનીએ ટ્રાન્સલેશનનું નવું ફીચર એડ કર્યું છે, જેની મદદથી બીજી ભાષામાં આવેલા મેસેજ પણ તમે પોતાની ભાષામાં ટ્રાન્સલેટ કરીને વાંચી શકો છો.
છે ને એકદમ યુનિક ઈન્ફોર્મેશન? આ માહિતી તમારા મિત્ર અને પરિવારના લોકો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.