WhatsApp Stops on Some Phones in 2025
નેશનલસ્પેશિયલ ફિચર્સ

જાન્યુઆરી, 2025 થી આ કારણે WhatsApp કામ કરવાનું કરશે બંધ? જોઈ લો તમારો ફોન તો નથી ને…

એન્ડ્રોઈડ સ્માર્ટફોન યુઝર્સ માટે મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યું છે. મેટાના એક નિર્ણયને કારણે અનેક સ્માર્ટફોન્સ ભંગાર થઈ જશે. ચાલો તમને જણાવીએ શું છે આખો મામલો… વાત જાણે એમ છે કે મેટા કેટલાક એન્ડ્રોઈડ મોબાઈલ પરથી સપોર્ટ હટાવવા જઈ રહ્યું છે. આ સપોર્ટ પહેલી જાન્યુઆરી, 2025થી દૂર કરવામાં આવશે, જેને કારણે કેટલાક સ્માર્ટફોન નકામા થઈ જશે.

આ પણ વાંચો : ISRO અવકાશમાં વધુ મોટી સિદ્ધિઓ નોંધાવશે! આ એજન્સી સાથે કર્યા મહત્વના કરાર…

જી હા, મળી રહેલી માહિતી અનુસાર મેટા પહેલી જાન્યુઆરી, 2025થી કેટલાક એન્ડ્રોઈડ મોબાઈલમાં વોટ્સએપ (WhatsApp)નું સપોર્ટ રિમૂવ કરશે, જેને કારણે યુઝર્સ પોતાના ફોનમાં લેટેસ્ટ ફીચર્સનો ઉપયોગ નહીં કરી શકે. જેને કારણે કેટલાક ફોન નકામા થઈ શકે છે. આ સપોર્ટ જૂના એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરતાં ફોનમાંથી હટાવવામાં આવશે. જેમાં દસ વર્ષ જૂના ઓએસ વર્ઝન એન્ડ્રોઈડ કિટકેટનો સમાવેશ થાય છે.

મેટા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યું એનું મુખ્ય કારણ જૂનું હાર્ડવેયર છે. મેટા આગામી દિવસોમાં ડિવાઈઝમાં વધુ એઆઈ ફિચર્સ અને ફંક્શનને સામેલ કરવા જઈ રહ્યું છે. અહીં અમે તમને એ તમામ હેન્ડસેટની માહિતી આપવા જઈ રહ્યા છીએ, જેના પરથી આ સપોર્ટ હટાવવામાં આવશે.

આ પણ વાંચો : WhatsApp પર તમે પણ કરો છો આ કામ તો પહોંચી જશો જેલના સળિયા પાછળ…

આ લિસ્ટમાં મોટોરોલાના મોટો જી (ફર્સ્ટ જેન ), રેઝર એચડી, મોટો ઈ, 2024 જેના મોડેલનો સમાવેશ થાય છે. આ લિસ્ટમાં એચટીસી વન એક્સ, વનએક્સ પ્લસ, ડિઝાયર 500, ડિઝાયર 601, એલજી એપટીમસ જી, નેક્સસ 4, જીટુ મિની, એલજી એલ90, સોનીના એક્સપિરીયા ઝેડ, એક્સપિરીયા એસપી, એક્સપિરીયા ટી, એક્સપિરીયા વી જેવા ફોનના મોડલનો સમાવેશ થાય છે.

Back to top button