વોટ્સએપ યુઝર્સ માટે મોટી ચેતવણી: સરકારની એજન્સીએ આપી સલાહ, તરત જ કરી લો આ કામ…

વોટ્સએપ (WhatsApp) એ સૌથી વધુ લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે અને હવે સરકારે આ વોટ્સએપને લઈને મહત્ત્વની જાહેરાત કરી છે. ભારત સરકારની સાઈબર સુરક્ષા એજન્સી સીઈઆરટી-ઈન (Computer Emergency Response Team- CERT-In)એ વોટ્સએપને લઈને સિક્યોરિટી એડવાઈઝરી જારી કરી છે. એજન્સીએ જણાવ્યું છે કે જો તમે એપને અપડેટ નથી કર્યું તો યુઝર્સનો ડેટા જોખમમાં આવી શકે છે. ચાલો તમને જણાવીએ શું છે આખી ઈનસાઈડ સ્ટોરી-
શું છે ચેતવણી?
CERT-In દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર વોટ્સએપના આઈઓએસ અને મેકઓએસ વર્ઝનમાં એક મોટી ખામી જોવા મળી છે. આ ખામી લિંક્ડ ડિવાઈસ હેન્ડલિંગ સાથે સંકળાયેલી છે. રિપોર્ટ અનુસાર જો કોઈ અટેકર આ નબળાઈનો ફાયદો ઉઠાવે છે કો યુઝર્સને ફેક માલિશિયસ લિંક પર ક્લિક કરાવીને તેમની પ્રાઈવેટ ચેટ્સ અને સેન્સેટિવ ડેટા સુધી સરળતાથી પહોંચી શકે છે.
વોટ્સએપના કયા વર્ઝન પર થઈ શકે છે અસર?
વોટ્સએપ આઈઓએસ (WhatsApp iOSના 2.25.27.73થી જૂનું વર્ઝન
વોટ્સએપ બિઝનેસ (WhatsApp Business For iOSના 2.25.21.78થી જૂનું વર્ઝન
વોટ્સએપ મેક (WhatsApp Macના 2.25.21.78થી જૂનું વર્ઝન
આ વર્ઝનનો ઉપયોગ કરી રહેલાં યુઝર્સ પર જોખમ તોળાઈ રહ્યું છે. CERT-In દ્વારા એવી સલાહ પણ આપવામાં આવી છે કે તમામ યુઝર્સને સલાહ આપવામાં આવે છે કે તરત જ એપને લેટેસ્ટ વર્ઝનમાં અપડેટ કરી લો.
ડબલ અટેક થઈ શકે છે
CERT-Inને એવું પણ જણાવ્યું હતું કે આ નબળાઈ એકલી જ જોખમી છે, પણ જો એપલ યુઝર્સને એક બીજો બગ (NVE-2025-43300)ની સાથે મળી યુઝ કરવામાં આવે છે તો અટેકર્સ વધારે પાવરફૂલ બની જશે. એનો અર્થ એવો થાય છે કે યુઝર્સને ડેટા ચોરી કરવાના અનેક અલગ અલગ રસ્તાઓ મળી જશે.
સુરિક્ષત રહેવા શું કરશો?
હવે વાત કરીએ એ આ જોખમથી કઈ રીતે બચી શકાય એની તો વોટ્સએપનું લેટેસ્ટ વર્ઝન અપડેટ કરી લો. કોઈ પણ શંકાસ્પદ લાગતી લિંક પર ક્લિક કરવાનું ટાળો. અજાણ્યા મેસેજ કે યુઆરએલ પર ત્યાં સુધી ક્લિક ના કરો જ્યાં સુધી તમારી એપ સંપૂર્ણપણે અપડેટ ના થઈ જાય. જોકે, વોટ્સએપની પેરેન્ટને કંપની મેટી તરફથી હજી સુધી ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી આપવામાં આવ્યું.
આપણ વાંચો: આર્થિક સમસ્યાઓથી પરેશાન છો? તો ધારણ કરજો આ 7 પૈકીનું કોઈ એક રત્ન, દેવું થશે દૂર…