સ્પેશિયલ ફિચર્સ

WhatsAppના સિક્રેટ ફિચર વિશે જાણો છો? ના જાણતા હોવ તો આજે જ જાણી લેજો, ફાયદામાં રહેશો…

વોટ્સએપ એ આજના સમયમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી કમ્યુનિકેટિંગ એપ છે અને હવે તો મોટાભાગના સ્માર્ટફોન યુઝર્સ માટે તો ડિફોલ્ટ ટેક્સ્ટ એપ બની ગઈ છે. મેટાની માલિકીવાળી આ ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ એટલી બધી પોપ્યુલર થઈ ગઈ છે કે હવે લોકો સ્ટાન્ડર્ડ મેસેજ એપની બદલે આ જ એપને કમ્યુનિકેશન માટે ઉપયોગમાં લે છે. વોટ્સએપ પણ દર થોડા સમયે યુઝર્સના બેટર એક્સપિરીયન્સ અને સુવિધા માટે નવા નવા અપડેટ્સ અને અલગ અલગ સુવિધા આપવામાં આવતી હોય છે જેના વિશે અમુક વખત લોકોને ખબર હોય છે તો અમુક વખત તેઓ એનાથી અજાણ હોય છે. આજે અમે અહીં તમને વોટ્સએપની એક આવી જ ટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ચાલો જોઈએ શું છે આ સિમ્પલ ટિપ્સ…

વોટ્સએપમાં તમે કોઈ પણ વ્યક્તિ સાથે ફોટો, વીડિયો, ડોક્યુમેન્ટ્સ કે ફાઈલ્સ શેર કરી શકો છો. ઘણી વખત એવું બને છે કે આપણને કોઈ વ્યક્તિને કોઈ મહત્ત્વની ફાઈલ્સ કે ડોક્યુમેન્ટ મોકલવાના હોય છે, પણ એનો નંબર સેવ નથી કરવા માંગતા, તો આજે અમે અહીં તમને એવી જ એક ટ્રિક વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની મદદથી તમે નંબર સેવ કર્યા વિના પણ તેને ફાઈલ્સ મોકલાવી શકો છો. વોટ્સએપ પર કોઈનો નંબર સેવ કર્યા વિના મેસેજ મોકલવા માટે આ ટિપ્સ ફોલો કરો-
સૌથી પહેલાં તો એન્ડ્રોઈડ કે આઈઓએસ ડિવાઈસ પર વોટ્સએપ ઓપન કરો

હવે એમાં એ નંબર કોપી કરી લો જેને મેસેજ મોકલવાનો છે
હવે સૌથી નીચે આપેલા ન્યુ ચેટ બટન પર જઈને વોટ્સએપ કોન્ટેક્ટમાં જઈને પોતાના નામ પરપ ટેપ કરો
ત્યાર બાદ તમારા ચેટમાં જઈને કોપી કરેલો નંબર પેસ્ટ કરીને સેન્ડ કરી દો.
હવે ચેટમાં જઈને એ નંબર પર ટેપ કરો એટલે જો એ નંબર વોટ્સએપ પર હશે તો દેખાવવા લાગશે.
બસ આ રીતે તમે નંબર સેવ કર્યા વિના પણ કોઈને મેસેજ કે ફાઈલ્સ મોકલાવી શકશો.

Show More

Related Articles

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ