વિજ્ઞાન અને ટેકનોલોજીસ્પેશિયલ ફિચર્સ

WhatsApp, YouTube પર તમે પણ નથી કરતાં ને આ ભૂલો, નહીંતર…

આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને દરરોજ અલગ અલગ પ્લેટફોર્મ્સ આવતા હોય છે જે યુઝર્સ અલગ અલગ સુવિધાઓ પૂરી પાડે છે. પરંતુ જેમ એક સિક્કાની બે બાજુ હોય છે એ જ રીતે જેમ જેમ ટેક્નોલોજીનો વિસ્તાર વધી રહ્યો એની સાથે સાથે જ તેનો દુરુપયોગ પમ વધી રહ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને થઈ રહેલાં ફ્રોડના પ્રમાણમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં તમારે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરતી વખતે સાવધ રહેવું જોઈએ-

આ પણ વાંચો : તમને પણ WhatsApp પર આવ્યો છે આવો મેસેજ? સાચવજો નહીંતર Bank Account…

હાલમાં વોટ્સએપ અને યુટ્યુબ જેવા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને કરવામાં આવતા ફ્રોડની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. યુટ્યુબ પર વીડિયો લાઈક કરવાના નામ પર લાખો રૂપિયાનો ફ્રોડ કરવાની ઘટનાઓ સામે આવી રહી છે. હેકર્સ દ્વારા પાર્ટ-ટાઈમ જોબના નામે વીડિયો લાઈક કરવાના બદલામાં પૈસા આપવાના નામે સ્કેમ કર્યો છે,

રિપોર્ટમાં કરાયેલા દાવા અનુસાર પૈસા કમાવવાની આશાએ એક પુસ્તર વેચતા વેપારી પાસે હેકર્સે 56 લાખ રૂપિયા ખંખેરી લીધા હતા. પહેલાં હેકર્સે દુકાનદારને પાર્ટ-ટાઈમમાં વધારે પૈસા કમાવવા માટે ટાસ્ક આપ્યા હતા. આ ટાસ્ટ પૂરા કરતાં જ દુકાનદારને 123 રૂપિયા અને 492 રૂપિયાનું પેમેન્ટ કરવામાં આવ્યું હતું. પીડિત દુકાનદાર સરળતાથી મળતા આ પૈસાની લાલચમાં ફસાઈ ગયો અને સ્કેમર્સે તેમની સાથે મોટું ફ્રોડ કર્યું. દુકાનદારને યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઈબ કરીને સ્ક્રીનશોટ મોકલવાનું તકામ આપવામાં આવ્યું અને એના બદલામાં પણ પૈસા આપવાનું જણાવવામાં આવ્યું.

શરૂઆતમાં બે પેમેન્ટ આવતા પીડિત દુકાનદારને એક ટેલિગ્રામ ગ્રુપમાં એડ કરવામાં આવ્યો. જ્યાં વધારે કમિશનના બદલામાં પૈસા જમા કરાવવાનું જણાવવામાં આવ્યું. દુકાનદારે હેકર્સની વાતોમાં આવીને 56.7 લાખ રૂપિયાનું રોકાણ કર્યું. રિટર્નના નામ પર શરૂઆતમાં થોડા પૈસા આપ્યા બાદ આખરે હેકર્સે દુકાનદાર સાથે સંપર્ક કાપી નાખ્યો અને દુકાનદારને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું ધ્યાનમાં આવતા તેણે ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો : WhatsApp પર તમે પણ કરી છે આ ભૂલ? આ રીતે સુધારી શકશો…

કઈ રીતે બચશો?

આ પ્રકારના ફ્રોડથી બચવા માટેનો સૌથી પહેલો અને સરળ ઉપાય તો એ જ છે કે આ રીતે સરળતાથી પૈસા કમાવી આપવાના દાવા એકદમ ખોખલા હોય છે, એટલે આ બધામાં ફસાવવાથી બચવું જોઈએ. વોટ્સએપ કે ટેલિગ્રામના કોઈ પણ અજાણ્યા ગ્રુપમાં સામેલ થવાનું ટાળો, જો તમને કોઈ વાતે શંકા આવે તો કોઈ નિષ્ણાત કે સાઈબર એક્સપર્ટ્સની સલાહ લો. કોઈ સાથે પણ પોતાની પર્સનલ ઈન્ફોર્મેશન, ઓટીપી કે પાસવર્ડ આપવાનું ટાળો. મેસેજ, ઈમેલ વગેરે ઈગ્નોર કરો, જેમાં ફ્રી-ગિફ્ટ્સ પાર્ટ ટાઈમ જોબ, ડબલ ઈનકમ વગેરે આપવાનો દાવો કરવામાં આવે તો સાવધ થઈ જાવ.

Back to top button
ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker