WhatsAppનું આ ફીચર છે ગજબ કામનું, જાણી લેશો તો રહેશો ફાયદામાં…
આજના સમયમાં વોટ્સએપ (WhatsApp)એ સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ બની ગયું છે. દુનિયાના મોટાભાગના લોકો આ એપનો રોજબરોજના કામમાં ઉપયોગ કરે છે. સામે પક્ષે વોટ્સએપ દ્વારા પણ યુઝર્સના બેટર એક્સપરિમેન્ટને લઈને જાત જાતના અપડેટ્સ લાવવામાં આવે છે.
આ પણ વાંચો: WhatsApp પર તમે પણ કરો છો આ કામ તો પહોંચી જશો જેલના સળિયા પાછળ…
હાલમાં જ એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર વોટ્સએપ દ્વારા રિવર્સ ઈમેજ સર્ચ ફિચર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફિચરની મદદથી ખોટી માહિતીઓ સામે લડવાનો પ્રયાસ કરી રહ્યું છે, જે ઓનલાઈન ખૂબ જ ઝડપથી ફેલાઈ રહી છે. નવું ફીચર પહેલાં વોટ્સએપ એન્ડ્રોઈડ બીટા એપમાં જોવા મળ્યું હતું અને હવે તેને WABetainfoની મદદથી વોટ્સએપ વેબ બીટા પર જોવા મળ્યું છે.
આ પણ વાંચો: WhatsApp માં આજે જ બંધ કરી દો આ પાંચ સેટિંગ નહીં તો…
એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર વોટ્સએપનું નવું ફીચર ટ્રેક કરનારી વેબસાઈટ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ ફીચર વોટ્સએપ યુઝર્સને ગૂગલની મદદથી તેમના દ્વારા શેર કરવામાં આવેલા ફોટોનું ઓથેન્ટિકેટ કરવાની પરમિશન આપશે. નવા ફીચર્સથી યુઝર્સને એ ઓળખવામાં મદદ મળશે કે તેમને મોકલવામાં આવેલો ફોટો સાચો છે કે તેની સાથે કોઈ છેડછાડ તો નથી કરવામાં આવીને.
આ પણ વાંચો: જાન્યુઆરી, 2025 થી આ કારણે WhatsApp કામ કરવાનું કરશે બંધ? જોઈ લો તમારો ફોન તો નથી ને…
રસપ્રદ વાત તો એ છે કે આ માટે યુઝર્સે પોતાના ડેસ્કટોપ પર ઈમેજ ડાઉનલોડ કરવાની પણ જરૂર નહીં રહે અને વોટ્સએપ વેબ એપ્લિકેશનથી જ રિવર્સ ઈમેજ સર્ચ પ્રોસેસ કરવા માટેનું એક શોર્ટકટ ક્રિયેટ કરશે. જ્યારે યુઝર વેબ પર ઈમેજ સર્ચનું ઓપ્શન પસંદ કરશે તો વોટ્સએપ યુઝરના અપ્રૂવલથી એ એ ઈમેજને ગૂગલ પર અપલોડ કરશે અને રિવર્સ ઈમેજ સર્ચ પ્રોસેસ શરૂ કરવા માટે ડિફોલ્ટ બ્રાઉઝર લોન્ચ કરશે. જોકે, પૂરી રિવર્સ ઈમેજ સર્ચ પ્રોસેસ ગૂગલ દ્વારા કન્ટ્રોલ કરવામાં આવશે અને વોટ્સએપ પાસે ઈમેજનું કન્ટેન્ટ એક્સેસ નહીં કરી શકાય.
આ પણ વાંચો: WhatsApp પર આ સેટિંગ ઓન કરી લેશો તો કોઈ નહીં વાંચી શકે તમારા Secret Chats…
છે ને એકદમ કામનું ફીચર? તમે પણ આ કામની માહિતી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે શેર કરશો તો તેઓ આ પણ કામના ફીચરનો ઉપયોગ કરી શકશે અને ખોટી માહિતી કે ફોટાનો શિકાર બનતાં અટકી જશે.