સ્પેશિયલ ફિચર્સ

WhatsApp પર કરી લેશો આ સેટિંગ તો બાજુમાં બેઠેલું પાર્ટનર પણ નહીં વાંચી શકે મેસેજ…

વોટ્સએપ એ દુનિયાભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ બની ચૂકી છે. દુનિયાભરમાંથી કરોડો યુઝર્સ વોટ્સએપ યુઝ કરે છે. બીજી બાજુ વોટ્સએપ પર પણ યુઝર્સની સુવિધા માટે દર થોડા સમયે કોઈને કોઈ ફીચર લોન્ચ કરે છે. આજે અમે અહીં તમને વોટ્સએપના આવા જ એક ફીચર વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેની મદદથી તમે તમારા મેસેજને પ્રાઈવેટ રાખી શકશો અને તમારી બાજુમાં બેઠેલા તમારા પાર્ટનર કે વ્યક્તિને પણ તમારા મેસેજ નહીં વંચાય.

દરરોજ હજારોની સંખ્યામાં લોકો વોટ્સએપ યુઝ કરે છે અને જો તમે ઓફિસમાં કે ઘરે લેપટોપ પર વોટ્સએપ વેબ યુઝ કરતા હોવ ત્યારે તો એ ખૂબ જ મુશ્કેલી પડે છે કારણ કે તમારી આસપાસમાં બેઠેલા લોકો તમારા પર્સનલ મેસેજ આરામથી વાંચી શકે છે. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા હોવ તો આજે અમે અહીં તમારા માટે એક એવા ફીચરની માહિતી લઈને આવ્યા છીએ કે જેની મદદથી તમે આ સમસ્યાથી બચી શકો છો.

આ પણ વાંચો: સાવધાન ! વોટ્સએપ પર ચાલી રહ્યું છે મોટું સ્કેમ, ફોટો- વિડીયો ડાઉનલોડ કરતા જ થઇ જશે બેંક એકાઉન્ટ ખાલી

આ સમસ્યાના ઉકેલ વિશે વાત કરીએ તો આ માટે તમારે એક પ્રાઈવસી સેટિંગ ઓન કરવી પડશે. આ સેટિંગ પ્રાઈવસી એક્સટેન્શનની છે. ટૂંકમાં કહીએ તો તમારે તમારા બ્રાઉઝરમાં એક એક્સટેન્શન જોડવું પડશે. ચાલો જોઈએ કઈ રીતે તમે આ એક્સટેન્શન ઓન કરી શકો એમ છો-

  1. સૌથી પહેલાં તો તમારે ઈન્ટરનેટ પર પ્રાઈવસી એક્સ્ટેન્શન ફોર વોટ્સએપ વેબ સર્ચ કરવું પડે
  2. ત્યાર બાદ તમારે એ એક્સ્ટેન્શનને ઈન્સ્ટોલ કરવું પડશે
  3. એક્સ્ટેન્શન ઈન્સ્ટોલ કર્યા બાદ તમારી સામે અનેક ઓપ્શન ઓપન થશે
  4. આ ઓપ્શનની મદદથી તમે પ્રોફાઈલ ફોટો, મેસેજ, લાસ્ટ મેસેજ પ્રીવ્યુ વગેરેને બ્લર કરી શકો છો
  5. તમે જ્યારે આ સેટિંગને ઓન કરીને એક્સ્ટેન્શનને એક્ટિવેટ કરશો તો તમારા વોટ્સએપ વેબ પરના મેસેજ વગેરે બ્લર થઈ જશે
  6. આ એક્સ્ટેન્શનને કારણે તમારી આસપાસમાં બેઠેલાં લોકોને તમારા મેસેજ કે પ્રોફાઈલ ફોટો, કોન્ટેક્ટ નંબર નહીં દેખાય
  7. પ્રાઈવસી એક્સ્ટેન્શન ફોર વોટ્સએપ વેબનો ઉપયોગ તમે માત્ર ક્રોમ પર જ નહીં પણ એડ્જ અને બીજા બ્રાઉઝર પર પણ યુઝ કરી શકો છો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button