WhatsApp લાવ્યું કમાલનું ફીચર! હવે અંગ્રેજી નહીં આવડતું હોય તો પણ સરળતાથી લખી શકશો મેસેજ…

વોટ્સએપ (WhatsApp) એ દુનિયામાં સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બની ચૂક્યું છે. આ પ્લેટફોર્મ પર દર થોડા સમયે નવા નવા ફીચર્સ કંપની દ્વારા લોન્ચ કરવામાં આવે છે. આજે અમે અહીં તમને વોટ્સએપના આવા જ એક નવા ફીચર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને કારણે અંગ્રેજી નહીં આવડતું હોય એવા લોકોનું કામ ખૂબ જ સરળ બની જશે. ચાલો જોઈએ શું છે આ નવું ફીચર…
વોટ્સએપનું નવું રાઈટિંગ ફીચર
મેટાના સ્વામિત્વ હેઠળના વોટ્સએપ દ્વારા આ અઠવાડિયે જ એક નવું ફીચર ઉમેરવામાં આવ્યું છે. બુધવારે કંપની દ્વારા રાઈટિંગ હેલ્પ ફીચર એડ કરવામાં આવ્યું છે, જે એઆઈ પર આધારિત છે. આ ફીચર મેસેજ લખવામાં યુઝર્સની મદદ કરશે.
કઈ રીતે કરશે મદદ?
વોટ્સએપ દ્વારા ઉમેરવામાં આવેલું આ નવું રાઈટિંગ ફીચર યુઝર્સને લખવામાં મદદ કરશે, પણ કઈ રીતે? આ સવાલનો જવાબ છે કે તમે કોઈ મેસેજ લખી રહ્યા છો, પણ તે હજુ વધારે પ્રભાવી રીતે કેમ લખી શકાય એ નથી સમજાઈ રહ્યું ત્યારે આ ફીચર તમારી મદદે આવશે. ટૂંકમાં કહીએ તો વોટ્સએપનું આ ફીચર તમને વધારે સારી રીતે મેસેજ કઈ રીતે લખી શકાય એ જણાવશે.
હવે તમે કહેશો કે આ કામ તો મેટા એઆઈ પરથી પણ થઈ શકતું, પરંતુ એ માટે તમારે થોડી લાંબી કસરત કરવી પડતી હતી. પરંતુ હવે તમને આ ફીચર વોટ્સેપના ચેટ ફીચરમાં જ મળી જશે, એટલે તમારું કામ વધારે સરળ બની જશે. આ માટે તમારે ચેટ વિન્ડો છોડીને બીજી કોઈ વિન્ડોમાં નહીં જવું પડે.
કઈ રીતે કરશો યુઝ?
આ ફીચરને યુઝ કરવું ખૂબ જ સરળ છે. આ માટે તમારે સૌથી પહેલાં ચેટમાં જવું પડશે પછી એ ઈન્ડિવિઝ્યુલ હોય કે ગ્રુપ ચેટ. ત્યાર બાદ તમારે એમાં તમારો મેસેજ લખવાનો રહેશે. હવે તમારે પેન્સિલના આઈકન પર ક્લિક કરશો એટલે તમને તમારા મેસેજના અલગ અલગ વર્ઝન દેખાશે. આ તમામ વર્ઝનમાંથી તમે તમારી પસંદનો મેસેજ ચુઝ કરીને તમને જેને મોકલવાનો છે એને સેન્ડ કરી શકશો.
છે ને એકદમ કમાલનું ફીચર? એમાં પણ આ ફીચર જેમનું અંગ્રેજી થોડું નબળું હશે એવા લોકો માટે તો વરદાન સમાન સાબિત થશે. ચાલો તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે આ ફીચરની ઈન્ફોર્મેશન શેર કરીને તેમના જનરલ નોલેજમાં વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…
આ પણ વાંચો…વોટ્સએપનો દુરુપયોગ કરનારા પર ‘તવાઈ’: રોજ 3 લાખ એકાઉન્ટ બંધ, ચેતી જાઓ….