What’sApp પરથી જ તમે હવે કરી શકશો આ કામ, જાણી લેશો તો ફાયદામાં રહેશો…

વોટ્સએપ (What’sApp) એ આજકાલની સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતી અને લોકપ્રિય ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ બની ગઈ છે. દુનિયાભરમાંથી કરોડો યુઝર્સ આ એપનો ઉપયોગ પોતાના નજીકની વ્યક્તિ સાથે જોડાયેલા રહેવા માટે કરવા લાગ્યા છે. મેટાના સ્વામિત્વવાળી આ કંપની પણ યુઝર્સના બેટર એક્સપિરીયન્સ માટે દર થોડા સમયે અપડેટ્સ કરે છે.
આવું જ એક ફિચર વોટ્સએપે લોન્ચ કર્યું છે જેને કારણે વોટ્સએપ યુઝર્સ માટે કોઈ બીજી વ્યક્તિને સોશિયલ મીડિયા પરના એકાઉન્ટ્સ શોધવાનું સરળ થઈ જશે અને અલગ અલગ પ્લેટફોર્મ પર જઈને કનેક્ટ નહીં કરવું પડે.
આ પણ વાંચો: શું તમારા What’sAppમાં ઓન છે આ એક સેટિંગ તો હેક થઈ જશે તમારો ફોન, પછી કહેતા નહીં કે…
WABerataInfo દ્વારા કરવામાં આવેલા દાવા અનુસાર આઈઓએસ માટે વોટ્સએપના લેટેસ્ટ બીટા વર્ઝનમાં એકાઉન્ટ સેટિંગ્સમાં એક સેક્શન આપવામાં આવ્યું છે જેમાં તમે તમારા પ્રોફાઈલમાં લિંક એડ કરી શકશો. જોકે, આ ફીચર હજી ટેસ્ટિંગ મોડમાં છે અને આવનારા સમયમાં આ ફીચર લોન્ચ કરવામાં આવે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
વોટ્સએપના આ ફીચર લોન્ચ થયા બાદ આ સોશિયલ મીડિયા લિંક યુઝર્સના પ્રોફાઈલ પર તેમનું નામ, ફોન નંબર અને અબાઉટ સેક્શન જોવા મળશે. આ સુવિધા સંપૂર્ણપમે ઓપ્શનલ છે અને જે યુઝર્સ પોતાના સોશિયલ મીડિયા પ્રોફાઈલને શેર નથી કરવા માંગતા એ લોકો આ ફીચરને ટાળી પણ શકે છે. આ માટે તમારે તમારું વોટ્સએપ બંધ કરીને અલગથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકને ઓપન કરવાની જરૂર નહીં પડે. હાલમાં આ ફીચર આઈફોનના બીટા વર્ઝનમાં છે.
આ પણ વાંચો: What’sApp લાવી રહ્યું છે શાનદાન ફીચર, યુઝર્સને થશે ફાયદો, જાણી લેશો તો ખુશીથી ઉછળી પડશો…
વોટ્સએપલના આ નવા ફીચરનો કોઈ મિસયુઝ ના કરી શકે એ માટે વોટ્સએપ ઓફિશિયલી રોલઆઉટ પહેલાં પર્સનલ એકાઉન્ટનું ઓથેન્ટિકેશન પ્રોસેસ શરૂ કરી શકે છે. આ ઉપરાંત વોટ્સએપ એક નવું બિલ પેમેન્ટ ફીચર લાવવાની યોજના પણ બનાવી રહ્યું છે અને આ ફીચરની મદદથી યુઝર્સ સીધા વોટ્સએપ પરથી જ વીજળી, પાણી, ગેસ બિલ ભરી શકશે.
છે ને એકદમ કામનું ફીચર? આ માહિતી તમારા ફેન્સ અને ફેમિલી સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ વધારો કરજો હં ને?