WhatsAppના આ નવા ફીચર વિશે જાણી લો, લેન્ગ્વેજ બેરિયરને ખતમ કરશે આ ગજબ ફીચર…
સ્પેશિયલ ફિચર્સ

WhatsAppના આ નવા ફીચર વિશે જાણી લો, લેન્ગ્વેજ બેરિયરને ખતમ કરશે આ ગજબ ફીચર…

વોટ્સએપ (WhatsApp) આજના સમયમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી સોશિયલ મીડિયા એપ બની ગઈ છે. દુનિયાભરમાં કરોડો યુઝર્સ છે વોટ્સએપના. વોટ્સએપ પણ યુઝર્સની સુવિધા માટે દર થોડા સમયે જાત જાતના અપડેટ્સ અને ફીચર્સ લોન્ચ કરવામાં આવે છે.

આજે અમે અહીં તમને વોટ્સએપના આવા જ એક ફીચર વિશે જણાવવામાં જઈ રહ્યા છીએ. જેને કારણે લેન્ગ્વેજ બેરિયર ખતમ થશે. આ ફીચર વિશે જાણી લેવું તમારા માટે ખૂબ જ કામનું સાબિત થશે. ચાલો તમને જણાવીએ આ ફીચર વિશે-

શું છે આ ફીચર?
અમે અહીં જે ફીચરની વાત કરવા જઈ રહ્યા છીએ એ ફીચર છે મેસેજિંગ ટ્રાન્સલેશન ફીચર. આ ફીચર લેન્ગ્વેજ બેરિયરને ખતમ કરવામાં મહત્ત્વનો રોલ પ્લે કરશે અને યુઝર્સ બીજી ભાષામાં બોલનારા લોકો સાથે પણ વાતચીત કરી શકશે, જે તેમને નથી આવડતી. છે ને એકદમ કમાલનું ફીચર?

કઈ રીતે કામ કરશે આ ફીચર?
વોટ્સએપનું આ મેસેજિંગ ટ્રાન્સલેશન ફીચર કઈ રીતે કામ કરશે એની તો જ્યારે તમને કોઈ બીજી ભાષામાં મેસેજ મોકલાવે છે ત્યારે યુઝરે એ મેસેજને લોન્ડ પ્રેસ કરવું પડશે. ત્યાર બાદ તમને એ મેસેજને ટ્રાન્સલેટ કરવાનો ઓપ્શન દેખાશે, હવે તમે તમમારી મનગમતી ભાષામાં એ મેસેજને વાંચી શકશો.

ગ્રુપ કન્વર્સ્ટેશનની સાથે ચેનલ અપડેટ્સને સપોર્ટ
વોટ્સએપનો આ નવું ફીચર વન ઓન વન ચેટ અને ગ્રુપ કન્વર્સ્ટેશનની સાથે સાથે ચેનલ અપડેટ્સને પણ સપોર્ટ કરે છે. એન્ડ્રોઈડ યુઝર્સને કંપની પૂરા ચેટ થ્રેડ માટે ઓટોમેટિક ટ્રાન્સલેશનને ઈનેબલ કરવા માટે એક એડિશનલ ઓપ્શન પણ આપે છે. આ ઓપ્શન એક્ટિવેટ થતાં કન્વર્ઝેશનના મતામ ઈનકમિંગ મેસેજ ઓટોમેટિકલી ટ્રાન્સલેટ થઈ જશે.

19 ભાષાને સપોર્ટ કરશે
એન્ડ્રોઈલ ડિવાઈસ પર ટ્રાન્સલેશન માટે એપ ડિવાઈસ પર લેન્ગ્વેજ પેક્સને ડાઉનલોડ કરે છે, જેથી ડેટાને બહાર સેન્ડ કર્યા વિના જ મેસેજ ટ્રાન્સલેટ થઈ શકે. આઈફોન પર આ ફીચર એપલના બિલ્ટ ઈન ઈઆઈની મદદ કરે છે. વોટ્સએપનું આ ફીચર ધીરે ધીરે રોલ આઉટ થઈ રહ્યું છે. આગામી કેટલાક દિવસોમાં આ ફીચર તમામ યુઝર્સ સુધી પહોંચી શકશે.

આ પણ વાંચો…WhatsApp પર તમે પણ Live Location શેર કરો છો? સાવધાન, કોઈ તમને ટ્રેક કરી શકે છે…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button