યુઝર્સ માટે WhatsApp લાવ્યું એકદમ ધાસ્સુ ફીચર, તમે પણ જાણી લેશો તો ફાયદામાં રહેશો…
સોશિયલ મીડિયા એપ વોટ્સએપ (WhatsApp)ના આખી દુનિયામાં 2.78 અબજ યુઝર્સ છે અને આ એક ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. 180 જેટલા દેશમાં વોટ્સએપ પોતાની જાળ બિછાવી ચૂક્યું છે. મોટી મોટી ફાઈલ્સ, વીડિયો અને ઓડિયો વગેરે શેર કરવા માટે વોટ્સએપ એક બેસ્ટ પ્લેટફોર્મ છે. લોકો એકબીજા સાથે કનેક્ટ કરવા માટે પણ વોટ્સએપ એક બેસ્ટ ઓપ્શન છે. આ એપને કારણે અનેક લોકોનું જીવન ખૂબ જ સરળ બનાવી દીધું છે. યુઝર્સના બેટર એક્સપરિમેન્ટ માટે દર થોડા સમયે કોઈને કોઈ અપડેટ શેર કરવામાં આવે છે અને આવું જ એક ધાસ્સુ ફિચર લોન્ચ કર્યું છે. ચાલો જાણીએ શું છે આ નવું ફીચર-
વોટ્સએપ બીટા ઈન્ફર્મેશને પોતાના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પરથી આ નવા ફીચરની માહિતી આપતી પોસ્ટ શેર કરી છે. આપવામાં આવેલી માહિતી અનુસાર નવા ફીચરમાં તમે જેવું વોઈસ મેસેજ સાંભળશો એટલે ક્વીક રિપ્લાય કરવાનું ઓપ્શન દેખાશે. આ બટનને ટેપ કરતાં જ વોઈસ રિપ્લાયને યુઝર્સ રેકોર્ડ અને સેન્ડ કરી શકશે.
આ પોસ્ટમાં આગળ આપવામાં આવેલી માહિતી અનુસાર આવું જ એક બટન ઈન્સ્ટન્ટ વીડિયો મેસેજ માટે પણ આવ્યું છે. એની કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે iOS 24.25.10.74 માટે વોટ્સએપ બીટામાં શું નવું છે? વોટ્સએપ વોઈસ મેસેજનો તરત જ જવાબ આપવા માટે એક નવું ફીચર લાવી રહ્યું છે અને એ કેટલાક બીટા ટેસ્ટર્સમાટે ઉપલબ્ધ છે.
આ પણ વાંચો : વોટ્સએપ: અપડેટ ને આવિષ્કાર પછી અલવિદા?
આ ફીચરની ખાસિયત વિશે વાત કરીએ તો આ માટે તમારે કોઈ એક્સ્ટ્રા સ્ટેપ્સ ફોલો કરવાની જરૂર નથી. આ એ યુઝર્સ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવી રહ્યા છે જે ફેમિલી કે ફ્રેન્ડ્સ સાથે કનેક્ટ રહેવા માટે વોઈસનોટનો ઉપયોગ કરે છે. હાલમાં કંપની દ્વારા આ ફીચર બીટા ફોર એન્ડ્રોઈડ 2.23.26.6માં ઓફર કરવામાં આવ્યું છે. જોકે, હવે આ ફીચર આઈઓએસમાં પણ આવી ગયું છે. આ ફીચરને વોટ્સએપ બીટાના iOS 24.25.10.74માં જોવા મળી રહ્યું છે. જેવી ટેસ્ટ પૂરી થશે એટલે આ ફીચરને બાકીના યુઝર્સ માટે પણ રોલઆઉટ કરવામાં આવશે.