હવે WhatsApp પર કરી શકાશે લિમિટેડ મેસેજ, જાણી લેજો આખી વિગત નહીંતર… | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

હવે WhatsApp પર કરી શકાશે લિમિટેડ મેસેજ, જાણી લેજો આખી વિગત નહીંતર…

વોટ્સએપ (WhatsApp) એ આજના સમયની સૌથી વધુ ઉપયોગમાં લેવાતી, લોકપ્રિય એપ્લિકેશન બની ગઈ છે. દુનિયાભરમાંથી કરોડો લોકો આ એપનો ઉપયોગ પોતાના પ્રિય વ્યક્તિ સાથે કનેક્ટ રહેવા માટે કરે છે. પરંતુ હવે આ વોટ્સએપ પર પણ સ્પેમ અને વણજોઈતા મેસેજનો મારો થતાં યુઝર્સ કંટાળી ઉઠે છે.

જો તમે પણ આવા મેસેજથી કંટાળી ગયા હોવ તો આ સમાચાર તમારે છેલ્લે સુધી વાંચી જવા પડશે, કારણ કે ટૂંક સમયમાં જ તમને આ સમસ્યામાંથી છુટકારો મળશે. ચાલો જોઈએ કઈ રીતે-

વોટ્સએપ દ્વારા યુઝર્સ માટે દર થોડાક સમયે જાત જાતના ફીચર્સ લોન્ચ કરવામાં આવતા હોય છે અને આવું જ એક ફીચર વોટ્સએપ દ્વારા લોન્ચ કરવામાં આવી રહ્યું છે. આ ફીચરને કારણે યુઝર્સને સ્પેમ મેસેજ અને વણજોઈતા મેસેજમાંથી છુટકારો મળશે. આ ફીચરનું નામ છે ન્યુ ચેટ મેસેજ લિમિટ છે.

આપણ વાંચો: ડાયરેક્ટરના નામે આદેશ, કર્મચારીએ માની લીધો સાચો: એક વોટ્સએપ મેસેજથી કંપનીને લાગ્યો રૂ.90 લાખનો ચૂનો

વોટ્સએપના અપકમિંગ ફિચર વિશે માહિતી આપતા એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે વોટ્સએપમાં ટૂંક સમયમાં જ એક નવું ફીચર એડ થવા જઈ રહ્યું છે અને એનું નામ છે ન્યુ ચેટ મેસેજ લિમિટ. સ્માર્ટ ફોન યુઝર્સને ટૂંક સમયમાં જ આ ફેરફાર જોવા મળશે. આ નવા ફીચરમાં મેસેજની લિમિટ આવતા યુઝર્સને એલર્ટ મળશે અને યુઝરને ખ્યાલ આવશે કે તેમની લિમિટ પૂરી થવામાં છે એટલે તેઓ જરૂરી મેસેજ જ કરી શકશે.

વોટ્સએપનું આ નવું ફીચર એટલે તૈયાર કરવામાં આવ્યું છે કે જ્યારે કોઈ ન્યુ યૂઝર્સને મેસેજ મોકલવામાં આવે છે અને તેઓ રિપ્લાય નથી કરતા. આવી ચેટ્સ પર લિમિટેડ મેસેજ જ સેન્ડ કરી શકાશે. આ ફીચરની મદદથી મેસેજિંગ એપ પોતાના યુઝર્સને અજાણ્યા અને સ્પેમ મેસેજથી દૂર રાખવા માંગે છે.

આપણ વાંચો: ટૅક વ્યૂહઃ વોટ્સએપમાં ચેટ મેનેજમેન્ટનું A-B-C-D…

સોશિયલ મીડિયા પર આ નવા ફીચરની માહિતી આપતી પોસ્ટ પણ વાઈરલ થઈ રહી છે, જેમાં ફીચરના સ્પેશિફિકેશનની માહિતી આપવામાં આવી છે. જોકે, હજી સુધી મેસેજની લિમિટ કેટલી હશે એ બાબતે કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી. આ લિમિટ મંથલી કે વિકલી હશે એની ડિટેઈલ્સ પણ આવવાની બાકી છે.

છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button