WhatsApp પર તમે પણ Live Location શેર કરો છો? સાવધાન, કોઈ તમને ટ્રેક કરી શકે છે…

વોટ્સએપ (WhatsApp) દુનિયામાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બની ચૂક્યું છે. કરોડો યુઝર્સ દિવસોના કલાકોના કલાકો વોટ્સએપ પર પસાર કરે છે. વોટ્સએપમાં યુઝર્સને ચેટિંગ, ફાઈલ્સ, ફોટો અને વીડિયો શેરિંગના અલગ અલગ ઓપ્શન મળે છે.
આ સિવાય આ એપની મદદથી તમે ઓડિયો અને વીડિયો કોલિંગ પણ કરી શકો છો. ટૂંકમાં કહેવાનું થાય તો વોટ્સએપ જેટલું સુવિધાજનક છે, એટલું જ કોઈ વખત મુશ્કેલીનું કારણ પણ બની શકે છે. ચાલો જાણીએ કઈ રીતે-
આપણ વાંચો: ફેસબુક, વોટ્સએપ જેવી 26 સોશિયલ મીડિયા એપ્સ પર પ્રતિબંધ: નેપાળ સરકારે કેમ લીધો આ નિર્ણય?
વોટ્સએપ યુઝર્સને એ વાતની જાણ તો હશે જ કે વિવિધ સુવિધા પૂરી પાડનાર વોટ્સએપ પર લાઈવ લોકેશન શેર કરવાનું પણ એક ફિચર આપવામાં આવે છે. આપણામાંથી ઘણા લોકો વોટ્સએપ પર લાઈવ લોકેશન શેર કરીએ છીએ. પરંતુ તમારી આ ભૂલ જ તમારા માટે મુશ્કેલીનું કારણ બને છે, કારણ કે તમારી આ ભૂલને કારણે જ તમને કોઈ ટ્રેક કરી શકે છે.
જી હા, તમારી આ ભૂલ તમને ભારે પડી શકે છે, પણ એમાંથી કઈ રીતે બચી શકાય એની વાત કરીએ તો તમે વોટ્સએપ સેટિંગમાં જઈને ચેક કરી શકો છો કે તમે કોની સાથે લોકેશન શેર કર્યું છે એ જાણી શકો છો અને કોઈ તમને ટ્રેક તો નથી કરી રહ્યું ને?
આપણ વાંચો: વોટ્સએપ યુઝર્સ માટે મોટી ચેતવણી: સરકારની એજન્સીએ આપી સલાહ, તરત જ કરી લો આ કામ…
આ રીતે કરો ચેકઃ
- કોઈ તમને ટ્રેક કે છે કે નહીં એ તપાસવા માટે તમારે પહેલાં તો તમારું વોટ્સએપ ઓપન કરવું પડશે
- હવે સેટિંગમાં જઈને પ્રાઈવસીના ઓપ્શન પર ક્લિક કરો
- તમારે હવે એક લાઈવ લોકેશન પર ક્લિક કરવું પડશે
- હવે તમે જોઈ શકશો કે તમે કોની સાથે સાથે લાઈવ લોકેશન શેર કર્યું છે
- ત્યાર બાદ તમે એ લાઈવ લોકેશન શેરિંગ ઓફ કે ડિલિટ કરી શકો છો
બચવા માટે શું કરશો?
જો તમે પણ ઈચ્છો છો કે કોઈ તમને વોટ્સએપ પર ટ્રેક ના કરે અને તમે કોઈ મુશ્કેલીમાં ના ફસાવ તો તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જ્યારે પણ તમે કોઈ સાથે લોકેશન શેર કરો છો તો એક વાતનું ખાસ ધ્યાન રાખો કે લોકેશન જણાવવા માટે હંમેશા કરન્ટ લોકેશન શેર કરો.