નેશનલવિજ્ઞાન અને ટેકનોલોજીસ્પેશિયલ ફિચર્સ

WhatsApp બદલાઈ રહ્યું છે, નવું અપડેટ જોઈને થઈ જશો એકદમ Happy Happy…


WhatsApp એ આજના સમયનું સૌથી લોકપ્રિય Communication Platform બની ગયું છે. આજે ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ જોવા મળશે કે જે WhatsApp નહીં વાપરતી હોય. સામે પક્ષે WhatsApp પણ યુઝર્સની સમસ્યા અને સુવિધાને ધ્યાનમાં લઈને દર થોડા સમયે તેમાં કંઈને કંઈ નવા નવા અપડેટ્સ લાગવતું હોય છે.

આજે અમે અહીં તમને આવા જ એક અપડેટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. પરંતુ આ અપડેટ iOS ઓપરેટ કરતાં યુઝર્સ માટે જ લોન્ચ કરવામાં આવ્યું છે. તમામ iOS Users તેમના એપ સ્ટોરમાં જઈને WhatsAppનું અપડેટ મેળવી શકે છે. આ નવા અપડેટમાં ગ્રીન બટન અને ઈન્ટફેસ ડિઝાઈન ફરીથી ડિઝાઈન કરવામાં આવ્યું છે.


કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર iOS માટે નવું WhatsApp વર્ઝન 24.9.74 પર ચલાવી શકાશે. આગામી અઠવાડિયામાં દરેક યુઝર્સ માટે ગ્રીન કલરનું બટન અને નોટિફિકેશન આઈકોન ઉમેરવામાં આવી રહ્યા છે. ઈન્ટસ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ દ્વારા ગયા મહિને જ આનું ટ્રાયલ કરવામાં આવ્યું હતું.

ગયા અઠવાડિયામાં અનેક એન્ડ્રોઈડ યુઝર્સ માટે આ નવું અપડેટ રોલ આઉટ કરવામાં આવ્યું હતું. અપડેટ બાદ ન્યુ મેસેજ બટન, ન્યુ ગ્રુપ, કોન્ટેક્ટ અને કમ્યુનિટીના આઈકોન ગ્રીન કલરમાં જોવા મળી રહ્યા છે. આ સિવાય અનરીડ મેસેજની ઈન્ફોર્મેશન, ચેટ લિસ્ટની બાજુમાં જોવા મળતા અનરીડ મેસેજની માહિતી પણ ગ્રીન કલરમાં જોવા મળશે. નાઈટ મોડ કે ડાર્ક મોડ યુઝ કરનારા યુઝર્સ માટે ગ્રીન કલર એ ડિફોલ્ટ થીમ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે New WhatsApp અપડેટ આખી એપમાં ના રિડિઝાઈન કરેલાં ચિન્હોને પણ પ્રમોટ કરી રહ્યું છે. આ પહેલાં બીટા અપડેટમાં પણ આવું જ જોવા મળ્યું હતું અને હવે આ બીટા અપડેટને પણ તમામ યુઝર્સ માટે રોલ આઉટ કરવામાં આવી રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker