Whatsapp માં આવી રહ્યું છે શાનદાર ફિચર, જાણી લો એના વિશે…
સોશિયલ મીડિયાના આ જમાનામાં Whatsapp સૌથી જાણીતી અને સૌથી વધુ પસંદ કરવામાં આવતી ઇન્સ્ટંટ મેસેજિંગ એપ છે. વિશ્વભરની ગળાકાપ સ્પર્ધામાં કસ્ટમર બેઝ ટકાવી રાખવા અને તેમાં સતત વૃદ્ધિ કરવા માટે આ એપ પણ તેની સુવિધાઓમાં સતત વધારો કર્યે જ જાય છે અને તેના વપરાશકર્તાઓને શ્રેષ્ઠ અનુભવ આપવાની કોશિશ કરે છે.
આ પણ વાંચો : નાગા સાધ્વીઓની છે અલગ દુનિયા ચાલો જાણીએ તેમના વિશે
whatsapp વિશ્વભરમાં ત્રણ બિલિયનથી વધુ વપરાશ કરતાં ધરાવે છે. આમાં તમને સ્ટેટસ રાખવાની સુવિધા છે. જોકે, ઘણીવાર એવું બને છે કે તમે જે વ્યક્તિને તમારું સ્ટેટસ બતાવવા માંગો છો તે વ્યક્તિ તેને 24 કલાકની અંદર જોતો નથી અને તમારી મહેનત ફોગટ ગઇ એવું તમને લાગે છે. હવે whatsappએ તમારી આ સમસ્યાનો ઉકેલ લાવી દીધો છે.
whatsapp એ એક નવું ફિચર રજૂ કર્યું છે. આ ટેગીંગ ફિચર છે જેની મદદથી તમે હવે તમારા સ્ટેટસને કોઈ એક ચોક્કસ વ્યક્તિને ટેગ કરી શકો છો. આ ટેગીંગ ફિચર facebookના ટેગીંગ ફિચરની જેમ જ કામ કરે છે, પરંતુ આમાં એક શરત છે. આ whatsapp ટેગીંગ ફિચર ફક્ત તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં રહેલા લોકો માટે જ કામ કરશે. મતલબ કે તમે માત્ર તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં રહેલા વ્યક્તિને જ ટેગ કરી શકશો.
જ્યારે તમે કોઈ વ્યક્તિને તમારું સ્ટેટસ ટાઈપ કરશો ત્યારે તેમને એક ખાસ સૂચના મળશે જેનાથી તેઓ તમારું ટેગ જોવાનુ ભૂલશે નહીં
whatsappનું સ્ટેટસ 24 કલાકમાં જતું રહે છે જેને કારણે ઘણી વખતે એવું બને છે કે તમે જેને તમારું સ્ટેટસ જણાવવા માંગો છો તે તેને જોઈ શકતા નથી પરંતુ હવે આ ટાઈપિંગ ફિચર દ્વારા તમે જે વ્યક્તિને તમારુ દર્શાવવા માંગો છો તે વ્યક્તિ તેને જોઈ શકશે તેની તમે ખાતરી કરી શકશો.
જન્મદિવસની, એનિવર્સરીની, શુભકામના આપવાની કે કોઈ પણ પ્રકારની વ્યક્તિગત માહિતી શેર કરવા માટે આ ટેગ ફિચર ઘણું ઉપયોગી સાબિત થશે. આ ઉપરાંત તમારા મનપસંદ વ્યક્તિને તમારા દિલના ભાવ જણાવવા માટે પણ આ ફ્ચર ઘણું કામ લાગશે. એમાં ટેગ કરવામાં આવેલી વ્યક્તિને તુરંત સૂચના મળશે અને તે તમારું ટેગ જોવાનું ભૂલશે નહીં.
આ પણ વાંચો : GPayની ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી ડિલિટ કરવી છે? ફોલો કરો આ સિમ્પલ ટિપ્સ…
તો છે ને આ કમાલનું ફિચર! હવે તમે બિન્દાસ તમારા દિલની ભાવના રજૂ કરીને તમારી મનપસંદ વ્યક્તિને ટેગ કરી શકો છો. whatsappનું આ નવું ફીચર લોકોને ઘણું જ પસંદ આવશે એમાં કોઈ શંકા નથી.