WhatsApp: શું તમને ખબર છે કે WhatsApp નામ કેવી રીતે પડ્યું? જાણો આ એપના 4 રસપ્રદ ફેક્ટ્સ… | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

WhatsApp: શું તમને ખબર છે કે WhatsApp નામ કેવી રીતે પડ્યું? જાણો આ એપના 4 રસપ્રદ ફેક્ટ્સ…

વોટ્સએપ (WhatsApp) એ આજના સમયમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બની ચૂક્યું છે. કરોડો સેંકડો લોકો આ વોટ્સએપનો ઉપયોગ દૂર રહેતાં સંબંધીઓ, પરિવારજનો અને પ્રિય પાત્ર સાથે કનેક્ટેડ રહેવા માટે કરે છે. મેટાના સ્વામિત્વ ધરાવતી કંપની વોટ્સએપ પણ યુઝર્સના બેટર એક્સપિરિયન્સ માટે દર થોડા સમયે નવા નવા ફિચર ઉમેરતી રહે છે. પરંતુ આજે આપણે અહીં વોટ્સએપના કોઈ નવા ફિચર વિશે નહીં પણ તેના ખૂબ જ ઓછા જાણીતા ફેક્ટ્સ વિશે વાત કરીશું, જેના વિશે ભાગ્યે જ લોકોને ખબર હશે. ચાલો જોઈએ શું છે આ ફેક્ટ્સ…

કઈ રીતે પડ્યું વોટ્સએપ નામ?

લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ (WhatsApp)નું નામ કઈ રીતે વોટ્સએપ પડ્યું એ પાછળ ખૂબ જ ઈન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. આ પ્લેટફોર્મનું નામ Whats Up? પરથી લેવામાં આવ્યું છે. પહેલાં આ પ્લેટફોર્મનું નામ ઝેપ (Zap) રાખવાનું પ્લાનિંગ હતું. પરંતુ અટ્રેક્ટિવ અને ફ્રેન્ડલી ટોનને કારણે આખરે WhatsApp નામ પર જ પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો.

પહેલાં પૈસા ચૂકવવા પડતા હતા…

ચોંકી ઉઠ્યા ને? અત્યારે ભલે તમે ફ્રીમાં આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરતા હોવ પણ શરૂઆતના તબક્કામાં વોટ્સએપ યુઝર્સ પાસેથી એન્યુઅલ સબ્સક્રિપ્શન ફી વસૂલવામાં આવતી હતી. 2016 બાદ આ એપને યુઝર્સ માટે સંપૂર્ણપણે ફ્રી કરી દેવામાં આવી હતી.

સિક્યોરિટી ટોપ પ્રાયોરિટી

વોટ્સએપની વધતી લોકપ્રિયતાને જોતા કંપનીએ યુઝર્સની સિક્યોરિટી અને પ્રાઈવસીને પ્રાયોરિટી આપી છે. 2016માં વોટ્સએપ સિગ્નલ પ્રોટોકોલને અપવાનીને ચેટ, કોલ, મીડિયા બધા પર એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન લાગુ કરી દીધું છે. જેને કારણે યુઝર્સની સેફટી અને પ્રાઈવસી એક નવી જ ઉંચાઈ પર પહોંચી ગઈ.

એડ વિનાની એપ્લિકેશન

જો તમે ધ્યાન આપ્યું હશે તો વોટ્સએપ એક માત્ર એવું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે કે જેના પર એડ નથી જોવા મળતી. બાકી તમે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, એક્સ કે બીજા કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જોઈ લો એ બધા પર તમને એડ જોવા મળશે. પરંતુ વોટ્સએપે શરૂઆતથી જ નક્કી કરી લીધું હતું કે આ એપ પર કોઈ એડ નહીં જોવા મળે અને એનું લક્ષ્ય હતું યુઝર્સને એક સાફ-સૂથરું, વિના અવરોધ યુઝ કરવાનો અનુભવ આપવાનો. યુઝર્સે પણ કંપનીની આ પોલિસીને પસંદ કરી અને પરિણામ આજે આપણી સામે છે.

આ પણ વાંચો…વોટ્સએપનો દુરુપયોગ કરનારા પર ‘તવાઈ’: રોજ 3 લાખ એકાઉન્ટ બંધ, ચેતી જાઓ….

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button