સ્પેશિયલ ફિચર્સ

વોટ્સએપ યુઝર્સ માટે લાવ્યું છે આ નવું ફીચર, જાણી લો શું છે એ…

આજકાલ દર બીજી વ્યક્તિ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરતી હોય છે અને એમાં પણ વોટ્સએપ એ તો બધાની સૌથી મનપસંદ એવું માધ્યમ છે જેની મદદથી લોકો એકબીજા સાથે કનેક્ટેડ રહે છે. વોટ્સએપ પણ દર થોડાક સમયે યુઝર્સ માટે ઉપયોગી એવા ફેરફારો કરતું જ આવ્યું છે. કંપનીએ વોટ્સએપ ચેનલમાં ડિરેક્ટરી સર્ચ સુવિધાનો સામેલ કરવામાં આવ્યું છે, જે યુઝર્સને તેના મનપસંદ કન્ટેન્ટ, બિઝનેસ કે પછી સેલિબ્રિટી દ્વારા બનાવવામાં આવેલી ચેનલને શોધવામાં મદદ કરે છે. એટલું જ નહીં યુઝર્સ ક્રિએટર્સના મેસેજ પર રિએક્શન કરવાની સુવિધા પણ મળશે.

ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ દ્વારા બુધવારે આ બાબતની જાહેરાત કરતાં વોટ્સએપ ચેનલ ભારત સહિત 150 દેશોમાં યુઝર્સ માટે શરૂ કરવામાં આવશે. અહીંયા તમારી જાણ માટે કે આ ફીચરને આ જ વર્ષની શરૂઆતમાં ડેવલપિંગ મોડમાં જોવા મળ્યું હતું. હવે આગામી સમયમાં બધા યુઝર્સ માટે એને શરૂ કરી દેવામાં આવશે.

મેટાના કો-ફાઉન્ડર અને સીઈઓ માર્ક ઝકર બર્ગે પોતાની ચેનલ પર આની જાહેરાત કરી હતી. ફીચર્સની વધુ માહિતી મેળવવા માટે અને નવી અપડેટ્સ જાણવા માટે યુઝર્સ ઓફિશિયલ ચેનલ સાથે જોડાઈ શકે. તમારી જાણ માટે ઈન્સ્ટાગ્રામ પહેલાંથી જ આ પ્રકારની સિસ્ટમ સપોર્ટ કરે છે અને હવે વોટ્સએપ પણ આ સુવિધાને રોલઆઉટ કરી દીધી છે.
વોટ્સએપ ચેનલ એક નવા ટેબમાં ડિસ્પ્લે થશે જે આઈઓએસ અને એન્ડ્રોઈડ સ્માર્ટફોન પર અપડેટ નામથી જોવા મળશે. આ ટેબમાં વોટ્સએપ સ્ટેટસ મેસેજની સાથે સાથે નવા વોટ્સએપ ચેનલ ફીચર પણ સામેલ કર્યું છે.

વોટ્સએપ ચેનલ સાથે એ યુઝર્સ જોડાઈ શકે છે જેની પાસે વેલિડ ઈનવાઈટ લિંક છે. કંપનીનું એવું કહેવું છે કે યુઝર્સ પ્રાઈવસીની સિક્યોરિટી માટે એપ બનાવનારા યુઝર્સના ફોન નંબરની માહિતી નહીં દેખાડે. સભ્ય એ જ ચેનલ સાથે સંકળાયેલા અન્ય લોકોને નહીં જોઈ શકે અને એમના ફોન નંબર પણ ચેનલના માલિકથી છુપાયેલા રહેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?