WhatsApp એ સપ્ટેમ્બરમાં 71.1 લાખ ભારતીયોના એકાઉન્ટ કર્યા બેન

નવી દિલ્હી: WhatsApp એ આઇટીના નિયમોનું પાલન કરતાં સપ્ટેમ્બરમાં 71.1 લાખ ભારતીયોના એકાઉન્ટ બેન કર્યા છે. જાણીતી મેસેન્જર એપ દ્વારા જાહેર કરવામાં આવેલ માસિક રિપોર્ટ મુજબ આમાંથી 25.7 લાખ એકાઉન્ટને યુઝર્સ દ્વારા રિપોર્ટ કરતાં પહેલાં જ સક્રિય રીતે બેન કરવામાં આવ્યા હતાં.
ભારતીય ખાતાઓની ઓળખાણ દેશના કોડ +91 થી થાય છે. આ અહેવાલ મુજબ 1 થી 30 સપ્ટેમ્બર 2023 દરમીયાન 71,11,000 WhatsApp એકાઉન્ટ બેન કરવામાં આવ્યા છે. યુઝર્સ સિક્યોરિટી રિપોર્ટમાં યુઝર્સની ફરિયાદ તથા WhatsApp દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીની સાથે સાથે આ માધ્યમના દુરઉપયોગ સામે કાર્યવાહી કરવા WhatsAppની પોતાની જ ગાઇડલાઇન તૈયાર છે. રિપોર્ટ મુજબ એકથી 30 સપ્ટેમ્બરની વચ્ચે WhatsApp ને ફરિયાદ અપીલ સમિતી તરફથી 6 આદેશ આવ્યા હતાં. અને આ તમામનું પાલન કરવામાં આવ્યું હતું.
WhatsApp એ ઓગષ્ટ મહિનામાં 74 લાખ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. અને એમાંથી 35 લાખ એકાઉન્ટ્સને સક્રિય રીતે પ્રતિબંધીત કરવામાં આવ્યા હતાં. WhatsApp ના લેટેસ્ટ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, તેમને એકાઉન્ટ સપોર્ટમાંથી 1,031, બેન અપીલ્સમાંથી 7,396, અધર સપોર્ટમાંથી 1,518 અને પ્રોડક્ટ સપોર્ટમાંથી 370 તથા અન્ય ક્ષેત્રોમાંથી 10,442 યુઝર્સે રીપોર્ટ કર્યુ હતું.
આ સમય દરમીયાન આ રિપોર્ટના આધારે 85 ખાતાઓ પર કાર્યવાહી કરવામાં આવી હતી. WhatsApp મુજબ એકાઉન્ટ્સ એક્શન એવા રિપોર્ટને દર્શાવે છે જેમના પર કાર્યવાહી કરવામાં આવી છે. કાર્યવાહીનો અર્થ એ છે કે કોઇ પણ રિપોર્ટ થયેલ એકાઉન્ટ બેન કરવું.
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે WhatsApp તેની પાસે આવનાર દરેક ફરિયાદનો જવાબ આપે છે. માત્ર એવી ફરિયાદોને બાદ કરતાં જે પહેલાંની કોઇ ફરિયાદ પર આધારિત હોય.