રાશિફળસ્પેશિયલ ફિચર્સ

આજનું રાશિફળ (10-11-2023): ધન તેરસના દિવસે સૂર્યની જેમ ચમકશે આ રાશિના જાતકોનું ભાગ્ય

મેષ: આજના દિવસે ઉતાવળે કોઇ પણ કામ ના કરતાં. વેપારમાં પ્રગતી થશે. તમે તમારા કામોમાં સંકોચ વગર આગળ વધજો નહીં તો તકલીફ થઇ શકે છે. તમારે કેટલાંક લોકોથી સાવધાન રહેવું પડશે. નહીં તો તે તમારું કોઇ નૂકસાન કરી શકશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં કોઇ પણ તકલીફ હશે તો તે આજે તેમના ગુરુજનો સાથે વાત કરશે. આજે કોઇ પણ કામમાં જોખમ લેવાનું ટાળજો.

વૃષભ: આજના દિવસે તમે કાર્યક્ષેત્રમાં કંઇક નવું કરશો. મિત્રો સાથે ઉત્સાહથી આગળ વધશો. કોઇ પણ નિર્ણય વિચારીને લેવો તમારા માટે હિતાવહ રહેશે. તમારા વ્યક્તિગત પ્રયાસો સફળ રહેશે. જરુરી કામો સમયસર પૂરાં કરજો નહીં તો તકલીફ થઇ શકે છે. તમે તમારા વિચાર અને વાણીમાં વિનમ્રતા રાખજો. આધ્યાત્મિક કામોમાં રસ વધશે. કાર્યક્ષેત્રે અધિકારીની ખોટી વાતમાં પણ તમારે સંમતી દર્શાવવી પડશે નહીં તો તકલીફ થઇ શકે છે.


મિથુન: આજનો દિવસ તમારા માટે સુખ, સમૃદ્ધિ અને સુવિધાઓ લઇને આવશે. બધા સાથે સહજતાથી આગળ વધજો. નહીં તો તકલીફ થઇ શકે છે. તમારે તમારી કેટલીક વાતોને ગુપ્ત રાખવી પડશે. ભૌતિક સુખમાં વધારો થશે. તમારે ઉતાવળે નિર્ણય લેવાનું ટાળવું જોઇએ. વડિલો સાથે કોઇ પણ વાત પર બહેસના કરતાં નહીં તો તકલીફ વધી શકે છે. તમારી કોઇ જૂની ભૂલ લોકો સામે આવી શકે છે.


કર્ક: આજના દિવસે તમે નવા લોકોને મળશો. જરુરી કામોમાં ઝડપ આવશે. સામાજિક ક્ષેત્રમાં કાર્યરત લોકોને તેમના કામ માટે પ્રોત્સાહન મળશે. તમે નજીકના લોકો સાથે મેળ-મિલાપ વધારશો. પાર્ટનરશીપમાં કોઇ પણ કામ કરશો તો ફાયદો થશે. તમારા ઘરે મેહમાન આવવાથી તમારા ખર્ચામાં વધારો થશે.


સિંહ: આજનો દિવસ તમારા માટે ઉત્સાહથી ભરપૂર રહેશે. પરિવારના કોઇ સભ્યના લગ્નણ નક્કી થતાં વાતાવરણ પ્રફૂલ્લીત રહેશે. તમારી કોઇ જૂની ભૂલ પરિવાર સામે આવશે. તમે તમારી સંપત્તીને વધારવા માટે જે પણ કામ કરશો તેમા તમને સફળથા જરુરથી મળશે. પણ આજે તમે મહિલા મિત્રથી સાવધાન રહેજો નહીં તો સમસ્યા ઉભી થઇ શકે છે.


કન્યા: આજનો દિવસ તમારા માટે કોઇ નવા કામની શરુઆત માટે ઉત્તમ છે. તમને કેટલાંક નવા સંપર્કોને કારણે લાભ થશે. તમે આજે દરેક ક્ષેત્રે સારું પ્રદર્શન કરશો. તમે આજે કેટલાંક અવિસ્મરણિય ક્ષણો જીવશો. વેપારમાં પહેલાં કરતા વધુ લાભ થશે. પરિવારમાં આજે કોઇ શુભ કાર્ય થશે. તમે કાર્યક્ષેત્રે તમારા સારા વિચારોનો લાભ ઉઠાવી શકશો. સારા કામો પર તમારું વિશેષ ધ્યાન હશે. વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષાના માર્ગ ખૂલશે.


તુલા: આજનો દિવસ તમારા માટે આર્થિક રીતે ઉત્તમ રહેશે. તમે તમારા કામોમાં બેદરકારી ના દાખવતાં. નહીં તો તકલીફ થશે. સમઝી વિચારીને આગળ વધવું યોગ્ય રહેશે. તમારે આજે તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે. તમારા વધતાં ખર્ચા તમારા માટે માથાનો દુ:ખાવો બનશે. લેવડ-દેવડમાં પાર્દર્શકતા રાખજો. તમે તમારા જરુરી કામોમાં આળસના રાખતાં. તમને આજે પારિવારીક કાર્યોમાં ભાગ લેવાનો મોકો મળશે, આજે તમારા ઘરે મહેમાનોનું આગમન થશે.


વૃશ્ચિક: આજનો દિવસ તમારા માટે મોટી ઉપલબ્ધી લઇને આવશે. કારકીદ્રદીને લઇને તમે આજે કોઇ મોટો નિર્ણય લેશો. તમને આજે વેપારમાં સફળતા મળશે. તમે તમારા વિવિધ કામોમાં ઝપડ લાવશો. ભાઇ બહેનો સાથે આજે તમારી કોઇ વાતને લઇને બોલાચાલી થઇ શકે છે. તમારા વિરોધીઓ તમારા બનતા કામો બગાડી શકે છે. કાર્યક્ષેત્રે તમને ગમતું કામ મળવાથી તમારી ખૂશીનો પાર નહીં રહે. તમે આજે કોઇ મોટું રોકાણ કરવાનું ટાળજો. નહં તો તકલીફ થઇ શકે છે.


ધનુ: આજનો દિવસ તમારા માટે ખૂબ જ મહત્વનો છે. પરિવાર બાબતે તમારે આજે સાવધાન રહેવું પડશે. બધાને સાથે લઇને ચાલવાના પ્રયત્નમાં તમે સફળ રહેશો. જો કોઇ પ્રવાસે જઇ રહ્યાં છો તો તમારા કિમતી સામાનનું ધ્યાન રાખજો. તમને કોઇ જૂના મિત્રને મળવાનો મોકો મળશે. તમારા કામોમાં જે કોઇ અવરોધો હતા તે આજે દૂર થશે. મનની કોઇ ઇચ્છા પૂરી થતાં આજે તમારી ખૂશીનો પાર નહીં રહે.


મકર: વેપારીઓની યોજનાઓને ગતી મળશે. પરિવાર અને મિત્રોનો સહકાર મળી રહેશે. તમારા સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે. કોઇ પણ વિપરીત પરિસ્થિતીમાં તમારે ધીરજ રાખવી પડશે. તમને કોઇ જૂની ભૂલને કારણે પશ્ચાવો થશે. સંતાન સાથે આજે કોઇ વાતને લઇને બોલાચાલી થઇ શકે છે. તમારા કામોમાં જોઇ કોઇ અવરોધ હશે તો તે આજે દૂર થશે. તમે તમારા કોઇ પણ કામને ભાગ્યના ભરોસે ના છોડતાં નહીં તો મૂશ્કેલી આવી શકે છે.


કુંભ: આજનો દિવસ તમારા માટે અઢળક લાભ લઇને આવ્યો છે. લોહીના સંબંધો મજબૂત બનશે. તમે કોઇ અજાણી વ્યક્તી પર ભરોસો ના કરતાં. કામની શોધ કરી રહેલાઓને આજે કોઇ શુભ સમાચાર મળી શકે છે. સંતાન તમારા વિશ્વાસ પર ખરાં ઉતરશે. તમે તમારી ભાવનાઓ પર નિયંત્રણ રાખજો. કોઇ પણ વાદવિવાદમાં ના પડતાં નહીં તો મૂશ્કેલી વધી શકે છે.


મીન: આજના દિવસે આરોગ્યની ખાસ કાળજી રાખજો. નહીં તો તકલીફ થશે. તમે કોઇ નવા કામની શરુઆત કરી શકો છો. તમને કોઇ જૂના કામનો લાભ મળશે. સંતાન તરફથી કોઇ શુભ સમાચાર મળશે. કોઇ એવું કામ ના કરતાં જેને કારણે તમને માતા-પિતા ખરી ખોટી સંભળાવી જાય. વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસના માર્ગ મોકળા થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button