સવાર સવારમાં ખાલી પેટે શું ખાઈ શકાય શું નહીં?: આ વાંચશો એટલે કન્ફ્યુઝન દૂર | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

સવાર સવારમાં ખાલી પેટે શું ખાઈ શકાય શું નહીં?: આ વાંચશો એટલે કન્ફ્યુઝન દૂર

ખાણીપીણી મામલે એટલી બધી માહિતી અને સલાહ સૂચનો વહેતા થયા છે કે આપણે હંમેશાં કન્ફ્યુઝ જ રહીએ છીએ કે શું કરવું અને શું નહીં. કોઈ કહે છે સવારે આ ખાઓ, કોઈ કહે છે બપોરે આ ન ખાતા, તો કોઈ કહે છે રાત્રે આ ખાઈને સૂતા નહીં. આવું કેટલુંય સમે સાંભળો છો, વાંચો છો, જાણો છો, પરંતુ ખરેખર શું કરવું તે ખબર નથી. આજે અમે તમારું એક કન્ફ્યુઝન દૂર કરી રહ્યા છે. સવારે ખાલી પેટે તમારે શું ખાવું તે અંગે અમે તમને જણાવશું. આ નિષ્ણાતોનો મત છે, પરંતુ દરેકની તાસિર અલગ અલગ હોય છે અને તેથી તમારા શરીરને શું માફક આવશે, તે તમે તમારા તબીબને પૂછીને જ અનુસરજો.

સવારે ઊઠીને મોટેભાગે લોકોને ચા પીવાની આદત હોય છે અથવા તો દૂધ અથવા કોફી પીનારા લોકો પણ છે. એક વર્ગ સવારે માત્ર હૂંફાળું પાણી પીવે છે, જ્યારે એક વર્ગને સવારે કંઈક પેટમાં નાખવા જોઈએ છે. તો ચાલો જાણીએ સવાર સવારમાં તમે શું ખાઈ શકો છો.

What can and cannot be eaten on an empty stomach in the morning?: Read this to clear up confusion Honey with warm water

આ વસ્તુઓનું સેવન તમે ખાલી પેટે કરી શકો

  1. તમે ખાલી પેટે બે કેળાં ખાઈ શકો. તેમાં પોટેશિયમ અને નેચરલ શૂગર છે અને કેળાં પચવામાં ઘણા આસાન છે.
  2. તમે પપૈયું પણ ખાઈ શકો છો. એક તો તેમાં ભરપૂર ફાયબર છે આથી તે પાચનક્રિયા સરળ બનાવે છે અને પેટ પણ ભારે થતું નથી.
  3. ઉનાળામાં આવતું તરબૂચ પણ તમે ખાલી પેટે ખાઈ શકો. એક તો તે પાણીનો સ્ત્રોત છે અને શરીરને હાઈડ્રેટ રાખે છે.
  4. તરબૂચની જેમ સફરજનમાં પણ કેલરી ઓછી હોય છે, ફાયબર વધારે હોય છે અને શૂગર લેવલ કન્ટ્રોલ કરે છે
  5. કોઈપણ જાતના બેરી, ક્રેનબેરી, રાસબેરી, સ્ટ્રોબેરી પણ ખાઈ શકો છો. જે એન્ટિઑસ્કિડેન્ટ છે અને વિટામિન્સ પણ આપે છે.
  6. આ સાથે તમે રાત્રે પાણીમાં પલાળેલી બદામ પણ ખાઈ શકો. જે હેલ્ધી ફેટ સાથે પોષકતત્વો પણ આપે છે
  7. તમે ગરમપાણી સાથે મધ પી શકો જે તરત જ એનર્જી આપશે અને જો તમને ભાવે તો યોગર્ટ પણ ખાઈ શકો જે પ્રોટિનથી ભરપૂર છે.

નોંધઃ ઉપરોક્ત માહિતીની મુંબઈ સમાચાર પુષ્ટિ કરતું નથી.

આપણ વાંચો:  કેસરનું એક તિલક કેવી રીતે બદલી શકે છે તમારું નસીબ? જાણો રવિવારના ચમત્કારિક ઉપાય…

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button