હાજરજવાબી બિરબલની પત્નીનું નામ ખબર છે? 99 ટકા લોકોને નથી ખબર જવાબ…

આપણામાંથી અનેક લોકોએ બાળપણમાં અકબર-બિરબલની વાર્તાઓ સાંભળી જ હશે. બિરબલ અકબરના નવરત્નમાંથી એક હતા અને તે પોતાની હાજરજવાબીને કારણે હંમેશા બાદશાહ અકબરની નજીક રહેતા હતા. એટલું જ નહીં અકબર બાદશાહને તેઓ કોઈ પણ મુસીબતમાંથી બહાર લાવતા હતા. હંમેશા અકબર અને બિરબલનું નામ એકબીજા સાથે જોડાયેલું રહ્યું પરંતુ શું તમને ખબર છે કે બિરબલની પત્નીનું નામ શું હતું? ચાલો આજે તમને આ વિશે જણાવીએ…
બિરબલની પત્નીના નામ શું હતું એ વિશે વાત કરીએ એ પહેલાં તમને જણાવીએ કે બિરબલનું સાચું નામ મહેશ દાસ હતું. પરંતુ અનેક લોકોને બિરબલની પત્નીનું સાચું નામ શું હતું એની ખબર નથી હોતી. ભાગ્યે જ કદાચ કોઈને આ સવાલની જાણકારી નથી. જો તમે પણ પણ એ 99 ટકા લોકોમાં આવો છો તો આજે આ સ્ટોરીમાં તમને આ વિશે જાણકારી મળી જશે.
આ પણ વાંચો: ક્લોઝ અપ : બિરબલ – મિયાં નસીદીન- શેખ ચિલ્લી કે પછી તેનાલી રામ: કોણ વધુ બુદ્ધિશાળી ?
તમારી જાણકારી માટે અકબરના નવરત્નમાંથી એક એવા બિરબલની પત્નીનું નામ ઉર્વશી દેવી હતું. જી હા, બરાબર વાંચ્યું તમે. પોતાના અગાધ જ્ઞાન, હાસ્ય, વિનોદ અને તર્ક સંગત વિચારથી મુશ્કેલમાં મુશ્કેલ સવાલને પણ સરળતાથી જવાબ આપવા સક્ષમ બિરબલના લગ્ન થયા હતા. અનેક લોકોની એવી માન્યતા છે કે બિરબલના લગ્ન થયા નહોતા, પરંતુ હકીકતમાં આવું નહોતું.
બિરબલ પોતાની બુદ્ધિ અને ચતુરાઈ માટે પંકાયેલા હતા અને આ જ કારણ છે કે બિરબલ-અકબરની વાર્તાઓ આપણને આપણા માતા-પિતા બાળપણમાં સંભળાવતા હતા. આ વાર્તાઓ સંભળાવવાનો એક જ હેતુ હતો આપણે પણ બિરબલ જેવા એકદમ ચતુર અને હાજરજવાબી બનીએ.
છે ને એકદમ અનોખી માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે આ માહિતી શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…