મૃત્યુ બાદ શું કરવું જોઈએ મૃતકના પેનકાર્ડનું? જાણી લો નહીંતર મુશ્કેલીમાં પડશો…

ભારતીય નાગરિકો માટે પેનકાર્ડ અને આધાર કાર્ડ ખૂબ જ મહત્ત્વના દસ્તાવેજો છે પરંતુ આપણ અનેક વખત આ બંને દસ્તાવેજોને લઈને જ એવી ભૂલો કરતાં હોઈએ છીએ કે જેને કારણે આપણે મુશ્કેલીમાં મૂકાઈ જાય છે. આજે આપણે અહીં આવી જ એક ભૂલ વિશે વાત કરીશું, જેના વિશે આપણે ક્યારેય વિચારતા પણ નથી. આવો જોઈએ શું છે આ ભૂલ…
સામાન્યપણે આપણે ત્યાં કોઈ વ્યક્તિના મૃત્યુ બાદ એના નામે અનેક દસ્તાવેજો હોય છે, જેવા કે પ્રોપર્ટી, બેંક અને સરકારી ડોક્યુમેન્ટ્સ… પ્રોપર્ટી અને બેકિંગ સંબંધિત દસ્તાવેજો તો આપણે યાદ રાખીને, સમય કાઢીને જે તે વ્યક્તિના નામે ટ્રાન્સફર કરાવી લેતા હોઈએ છીએ.
આપણ વાંચો: તૈયાર છે તમારું PAN 2.0, આ રીતે કરી શકશો E-PAN ડાઉનલોડ, જાણો આખી વિગત…
પરંતુ આધાર કાર્ડ, પેન કાર્ડ, વોટર આઈડી કાર્ડ જેવા દસ્તાવેજોને બંધ કરાવવાનું કે કેન્સલ કરાવવાનું ભૂલી જઈએ છીએ. પરંતુ આપણી જ આ ભૂલ આપણને ભારે પડી શકે છે.
મૃતક વ્યક્તિનું પેન કાર્ડ, આધાર કાર્ડ જેવા ડોક્યુમેન્ટ્સને નિષ્ક્રિય કરાવવા જોઈએ, પણ આપણે એની તરફ દુર્લક્ષ કરી બેસીએ છીએ. આજે આપણે જાણીશું કે મૃત્યુ બાદ પેનકાર્ડ કેમ કેન્સલ કરાવવા જોઈએ. તમારી જાણ માટે કે પેનકાર્ડ રદ્દ કરાવવું આમ તો કાયદેસર જરૂરી નથી.
આપણ વાંચો: મોબાઈલ યુઝર્સ માટે આવ્યા મહત્ત્વના સમાચાર, હવે આ કામ નહીં કરો તો…
હવે તમને થશે કે ભાઈ જો પેન કાર્ડ રદ્દ કરાવવું જરૂરી નથી તો પછી કેમ આટલી કસરત કરવાની, બરાબર ને? તમારી જાણ માટે ભવિષ્યમાં ગેરકાયદે લેવડદેવડ ના થાય અને કોઈ બીજી મુસીબતમાં ના ફસાઈ જવાય એટલે આ પેનકાર્ડને કેન્સલ કરાવવું જવાબદાર છે. એટલું જ નહીં આ કારણે કાયદેસર કાર્યવાહી થવાની પણ પૂરેપૂરી શક્યતા છે.
મૃતકના ફાઈનાન્શિયલ સ્ટેટસને ગુપ્ત રાખવા માટે તેમનું ડિમેટ એકાઉન્ટ બંધ કરાવવું ખૂબ જ જરૂરી છે, નહીં તો આ પેન કાર્ડનો દુરુપયોગ થઈ શકે છે. આ જ કારણે મૃતકનું પેન કાર્ડ કેન્સલ કરાવવું ખૂબ જ જરૂરી છે.
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા પરિવારના સભ્યો અને મિત્રો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…