નવરાત્રિ બાદ કળશ પરના શ્રીફળનું શું કરવું જોઈએ? મા દુર્ગાની કૃપા મેળવવા માટે કરો આ ઉપાય… | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

નવરાત્રિ બાદ કળશ પરના શ્રીફળનું શું કરવું જોઈએ? મા દુર્ગાની કૃપા મેળવવા માટે કરો આ ઉપાય…

મા શક્તિની આરાધનાનું પર્વ નવરાત્રિનું આજે દશેરા પર સમાપન થવા જઈ રહ્યું છે. હિંદુ ધર્મમાં અષ્ટમી અને નોમના દિવસે કન્યા પૂજન સાથે આ પર્વ સંપન્ન થયું એવું માનવામાં આવે છે. નવરાત્રિની શરૂઆત ઘટસ્થાપના સાથે થાય છે. આ કળશ પર એક નારિયેળ કે જેને આપણે શ્રીફળ મૂકીને માતા દુર્ગાને આવ્હાન કરવામાં આવે છે અને હવે આ પર્વની સમાપ્તિ બાદ પૂજા દરમિયાન ઉપયોગમાં લેવામાં આવેલી તમામ સામગ્રીને દૂર કરવામાં આવે છે, પરંતુ આ સમયે કળશ પર મૂકવામાં આવેલા શ્રીફળનું શું કરવામાં આવે છે એ ખ્યાલ નથી હોતું, પરંતુ આજે આપણે અહીં જાણીશું કે નવરાત્રિ બાદ આ નારિયેળનું શું કરવામાં આવે છે?

લાલ કપડાંમાં વીંટાળીને મંદિરમાં રાખો

નવ દિવસ સુધી માતા દુર્ગાના મંદિરમાં કળશ સ્થાપના બાદ આ નારિયેળ પર માતા રાણીની વિશેષ કૃપા રહે છે. આવી સ્થિતિમાં તમે આ નારિયેળને એક લાલ કપડાંમાં વીંટાળીને ફરી મંદિરમાં રાખી શકો છો. આવું કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

પ્રસાદ તરીકે વહેંચી શકો

નવરાત્રિ દરમિયાન કળશ પર રહેલાં નારિયેળને મંદિરમાં રાખવા સિવાય તમે આ શ્રીફળને લોકોમાં પ્રસાદ તરીકે પણ વહેંચી શકાય છે. એવું કહેવાય છે કે આ પ્રસાદ ગ્રહણ કરવાથી તમામ પાપ, મુશ્કેલીઓ અને રોગોનો નાશ થાય છે અને માતા રાણીની કૃપા વરસે છે.

ઘરના મુખ્ય દરવાજા પર બાંધો

જો તમારા ઘરમાં કોઈ નકારાત્મક ઊર્જા જોવા મળે છે કે પછી સતત કોઈ મુશ્કેલી કે કલહ વગેરે થતાં હોય તો તમારે કળશ સ્થાપના સમયે કળશ પર મૂકવામાં આવેલા નારિયેળને લાલ કપડાંમાં વીંટાળીને ઘરના મુખ્ય દરવાજા પર લગાવી રાખો. આવું કરવાથી ઘરમાં સકારાત્મકતા જળવાઈ રહે છે અને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ઉપાય કરવાથી ખરાબ નજર પણ દૂર થાય છે.

દુકાન કે ઓફિસમાં રાખો આ શ્રીફળ

વેપારમાં જો કોઈ મુશ્કેલી આવી રહી હોય અને માતા રાણીની દેવી કૃપા પ્રાપ્ત કરવા માંગતા હોવ તો તમે આ શ્રીફળને દુકાન કે ઓફિસમાં રાખો. એવી માન્યતા છે કે આવું કરવાથી કરિયર અને બિઝનેસમાં વૃદ્ધિ થાય છે અને સફળતાની પ્રાપ્તિ થાય છે.

પવિત્ર જળમાં પ્રવાહિત કરો

જો તમે આ શ્રીફળને ઘરમાં કે ઓફિસમાં નથી રાખવા માંગતા તો આવી સ્થિતિમાં તમારે આ શ્રીફળને પવિત્ર જળ કે નદીમાં પ્રવાહિત કરી શકો છો. આની સાથે સાથે તમે કળશમાં મૂકવામાં આવેલી બાકીની સામગ્રી જેમ કે ફૂલ, આંબાના પાન, ચોખા વગેરેને પણ એ જ પાણીમાં પ્રવાહિત કરી દેવા જોઈએ.

આ પણ વાંચો…આ શાપના કારણે રાવણે લીધો હતો રાક્ષસ કુળમાં જન્મ, ત્રણ વખત ભગવાન વિષ્ણુએ આપી છે મુક્તી

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button