સ્પેશિયલ ફિચર્સ

ATMમાં ફસાઈ ગયું છે કાર્ડ ફસાઈ જાય તો શું કરવું? ડોન્ટ વરી આ રીતે સરળતાથી પાછું મેળવો…

આજકાલના ડિજિટલ વર્લ્ડમાં લોકો બેંકમાં જવાને બદલે ઓનલાઈન કે પછી એટીએમમાંથી જઈને પૈસા કઢાવતા થઈ ગયા છે. પરંતુ ઘણી વખત એવું થાય છે કે એટીએમમાંથી પૈસા કઢાવવા જતાં કાર્ડ મશીનમાં જ ફસાઈ જાય છે.

આવી સ્થિતિમાં અનેક લોકો પેનિક થઈ જાય છે અને ગાર્ડને બોલાવી લે છે કે પછી કાર્ડ બ્લોક કરવાની ઉતાવળ કરે છે. આજે અમે તમને અહીં જણાવીશું કે આવી સ્થિતિમાં તમારે સૌથી પહેલાં શું કરવું જોઈએ…

આપણ વાચો: એટીએમમાં ભરવા માટેના 1.90 કરોડ ચોરવા બદલ ઑપરેટરની ધરપકડ…

આખરે એટીએમ કાર્ડ કેમ ફસાય છે મશીનમાં?

સૌથી પહેલાં તો એ જાણીએ આખરે પૈસા કઢાવતી વખતે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ મશીનમાં કઈ રીતે ફસાઈ જાય છે તો કાર્ડ ફસાઈ જવા માટે વિવિધ કારણો જવાબદાર છે. અનેક વખત એવું બને છે મશીનની લિંક ફેઈલ થાય છે કે કોઈ ટેક્નિકલ એરર જેવા કારણોસર પણ કાર્ડ મશીનમાં ફસાઈ જાય છે.

આ ઉપરાંત કાર્ડની ડિટેઈલ્સ ફીલ કરવામાં વધારે સમય લગાવવામાં આવે ત્યારે પણ કાર્ડ મશીનમાં બ્લોક થઈ જાય છે. આ સિવાય પાવર કટ, કનેક્શન એરર, વારંવાર ખોટું પિન એન્ટર કરવાને કારણે કે નેટવર્કની સમસ્યાને કારણે પણ કાર્ડ ફસાઈ શકે છે.

આપણ વાચો: શામળાજીમાં 5.50 લાખની ચોરી કરી તસ્કરોએ એટીએમમાં આગ લગાડી! ઘટના સીસીટીવીમાં કેદ

મશીનમાં કાર્ડ ફસાય તો પહેલાં આટલું કરો…

જો તમારું એટીએમ કાર્ડ પણ એટીએમમાં ફસાઈ જાય છે તો સૌથી પહેલાં બેંકના કસ્ટમર કેર પર કોલ કરીને એટીએમના લોકેશન સહિતની તમામ માહિતી આપો. માહિતી આપ્યા બાદ બેંક તમને બે ઓપ્શન આપશે, જેમાં પહેલું ઓપ્શન કાર્ડને કેન્સલ કરાવીને નવું કાર્ડ મંગાવવાનું હોય છે.

બીજું ઓપ્શન કાર્ડ પાછું કઢાવવાની પ્રક્રિયા હોય છે. જો તમને લાગે છે કે કાર્ડનો દુરુપયોગ થઈ શકે છે તો તરત જ તેને બ્લોક કરાવી દો. નવું કાર્ડ તમને આઠથી 10 દિવસમાં તમારા એડ્રેસ પર મળી જાય છે. આ સિવાય તમે બ્રાન્ચમાં જઈને એ જ દિવસે નવું કાર્ડ પણ લઈ શકો છો.

તમારી જ બેંકના એટીએમમાં કાર્ડ ફસાય તો…

જો તમારું એટીએમ કાર્ડ તમારી જ બેંકના એટીએમમાં ફસાયું છે તો એને પાછું મેળવવું થોડું વધારે સરળ રહે છે. આવી સ્થિતિમાં બેંક એટીએમમાં કેશ નાખનારી ટીમને સૂચના આપે છે. ટીમ કાર્ડ બહાર કાઢવાની પ્રોસેસ કરે છે અને બેંકમાં જમા કરાવે છે. તમે બેંકમાં જઈને તમારું આઈડી કાર્ડ બતાવીને એ કાર્ડ પાછું લઈ શકો છો.

પરંતુ જો કાર્ડ કોઈ બીજી બેંકના એટીએમમાં ફસાયું છે તો આવી સ્થિતિમાં કાર્ડ તમારી હોમ બ્રાન્ચને મોકલવામાં આવે છે અને ત્યાર બાદ તમે બ્રાન્ચમાં જઈને કાર્ડ પાછું મેળવી શકો છો.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button