સ્પેશિયલ ફિચર્સ

આજનું રાશિફળ(08-10-2023): આ રાશિના જાતકોને થશે આજે ધન લાભ… જાણો કેવો રહેશે રવિવારનો દિવસ

મેષ: આજનો તમારો દિવસ સંપત્તી સંબંધીત કામો માટે ઉત્તમ રહેશે. તમારું મકાન,દુકાન ખરીદવાનું સપનું પૂરું થશે. જોકે તમારા વેપારમાં તમારા કેટલાંક મિત્રો જ તમારા શત્રુ બની શકે છે. આવા લોકોથી સાવધાન રહેજો. સંતાનના કહેવાથી તમે તેમને ક્યાંક ફરવા લઇ જઇ શકો છો. જો કોઇ ડિલ ફાઇનલ કરવાની હશે તો વાતોમાં સ્પષ્ટતા રાખજો નહીં તો પાછળથી મૂશ્કેલી વધી શકે છે.

વૃષભ: વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કંઇક કરી બતાવવાનો છે. તમે તમારા બિઝનેસના કામો માટે આજે ઘણો સમય વ્યતીત કરશો. અને એશો આરામની વસ્તુઓની ખરીધી પર ભરપૂર ખર્ચો કરશો. વાહન ચલાવતી વખતે સંભાળજો નહીં તો અકસ્માતની શક્યતાઓ છે. આંખોને લગતી કોઇ સમસ્યા થઇ શકે છે જેને કારણે તમે થોડા હેરાન થશો.


મિથુન: વેપારીઓ માટે આજનો દિવસ ઉત્તમ છે. વેપારમાં ભાગીદારી ના કરતાં. નહીં તો મૂશ્કેલી ઊભી થઇ શકશે. જેલોકો સરકારી નોકરી માટે પ્રયત્ન કરી રહ્યાં છે તેમને સારા સમાચાર મળી શકે છે. પરિવારમાં કોઇ નાની મોટી સરપ્રાઇઝ પાર્ટીનું આયોજન થઇ શકે છે. ઘરના કોઇ વડિલ નિવૃત્તિ લઇ શકે છે. આજે તમે કોઇની પણ પાસેથી ઉધાર લેવાનું ટાળજો.


કર્ક: કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ સમસ્યાઓથી ભરપુર રહેશે. તમે તમારી સમસ્યાઓને કારણે ચિંતિત રહેશો. પણ માતાના આરોગ્યનો કોઇ પ્રશ્ન હતો તો તે આજે હલ થશે. તમારો કોઇ વિરોધી તમારા બનતા કામોમાં અડચણ ઊભી કરી શકે છે. તમે જો કોઇ મકાન, દુકાન ખરીદવાનું પ્લાનીંગ કરી રહ્યાં છો તો એ બાબતે તમને તમારા પિતાની મદદ મળી રહેશે.


સિંહ: આજનો દિવસ તમારા માટે કોઇ નિરાશાજનક સમાચાર લઇને આવશે. તમને વેપારમાં જો કોઇ ડિલ ફાઇનલ થવાની અપેક્ષા હતી તો તે આજે પૂરી નહીં થાય. વિરોધીઓની વાતને લઇને તમે ચિંતિત રહેશો. પણ એવું કોઇ પણ કામ ન કરતાં જેને કારણે તમારા પરિવારના સભ્યો માટે કોઇ સમસ્યા ઊભી થાય. કોઇ પણ નિર્ણય લેવાનો થાય તો તે સમઝી વિચારીને લેજો. નહીં તો પાછળથી પછથાવો થઇ શકે છે.


કન્યા: આજનો દિવસ સાવધાની રાખજો. કાયદાકીય કામોમાં કોઇ અજાણી વ્યક્તી પર ભરોસો ના રાખતાં. નહીં તો એ તમારી કોઇ જરુરી જાણકારી લીક કરી શકે છે. કોઇ પણ સંપત્તીની ખદીદી વખતે સતર્ક રહેજો. સંતાનની જરુરિયાતનું ધ્યાન રાખજો નહીં તો તે નારાજ થઇ શકે છે. જીવનસાથી સાથે ચાલી રહેલ વિવાદ વાતચીત ને કારણે સમાપ્ત થશે.


તુલા: આજનો દિવસ તમારા માટે આવકના નવા સાધનો લઇને આવશે. વેપારીઓ તેમના બિઝનેસમાં નવી મશીનરીનો ઉપયોગ કરી બિઝનેસ વધારશે. બેન્કમાં કામ કરતાં લોકો આજે બચત યોજના પર સંપૂર્ણ ધ્યાન આપશે. તમે કોઇ કામને લઇને પરિવારના સભ્યો સાથે ચર્ચા કરશો. લગ્ન ઇચ્છુક જાતકો માટે આજે વિવાહનો સારો પ્રસ્તાવ આવી શકે છે.


વૃશ્ચિક: આજનો દિવસ તમારા માટે અન્ય દિવસો કરતાં ઉત્તમ રહેશે. તમારે કોઇ કામ માટે નાનો પ્રવાસ કરવો પડશે. તમારા કિંમતી સામાનની કાળજી રાખજો નહીં તો તે ગૂમ અથવા ચોરી થઇ શકે છે. સંતાનના કહેવા પર કોઇ એવા કામ માટે હા કરશો જે કરવાની તમારી જરા પણ ઇચ્છા નથી. જીવન સાથી સાથે મળીને તમે ભવિષ્યનું પ્લાનિંગ કરી શકો છો. તમારે કોઇ પણ કામ આયોજન પૂર્વક કરવું પડશે.


ધનુ: તમારો આજનો દિવસ મધ્યમ રહેશે. તમારો કોઇ મિત્ર તમારા ઘરે દાવત પર આવી શકે છે. જેને જોઇને તમે ખૂશ થશો. જોકે તમે સંતાનની પ્રગતીને લઇને થોડા ચિંતિત રહેશો. તેથી તમે તેમની કારકિર્દીને લઇને કોઇ મોટો નિર્ણય લઇ શકો છો. કાર્યક્ષેત્રે તમને તમારા સહકર્મી પાસેથી કોઇ વસ્તું ભેટમાં મળી શકે છે. કોઇ પણ કામમાં રોકાણ કરતાં પહેલાં સમઝી વિચારીને નિર્ણય લેજો. જે લોકો નોકરી બદલવાના પ્રયાસોમાં છે તો તેમની એ ઇચ્છા આજે પૂર્ણ થશે.


મકર: આ રાશિના વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. વિદ્યાર્થીઓએ પરિક્ષાની બાબતે ઢીલ ન રાખવી નહીં તો મૂશ્કેલી આવી શકે છે. કોઇ પણ કામમાં ઢીલાશ તમને નૂકસાન કરાવી શકે છે. આજે તમે માતા-પિતા સાથે કોઇ બિઝનેસને લઇતી ચર્ચા કરી શકો છો. નોકરીની શોધ કરી રહેલ લોકોને આજે કોઇ સારા સમાચાર મળી શકે છે. તમારે કોઇ જૂની ભૂલથી સિખ લેવો પડશે એ જ ભૂલ ફરી કરવાનું ટાળજો.


કુંભ: તમારો આજનો દિવસ સામાન્ય રહેશે. ગૃહસ્થ જીવનમાં તમે જીવનસાથી ને ખૂશ કરવાનો કોઇ મોકો નહીં છોડો. તમે તેમના માટે કોઇ ઉપહાર પણ લાવી શકો છો. પણ તમે કોઇ બહારની વ્યક્તીની વાત સાંભળીને પરિવારના કોઇ સભ્ય સાથે ઝગડો કરી શકો છો. જેને કારણે તમારા પારિવારીક સંબંધો બગડશે. તમે તમારા ઘરને રિનોવેટ કરવાનું લાંબા સમયથી વિચારી રહ્યાં હતાં તો તે આજે પૂર્ણ થશે.


મીન: તમારો આજનો દિવસ ઉત્તમ રહેશે. જો તમે વૈવાહિક જીવનને લઇને ચિંતિત છો તો તે સમસ્યા આજે દૂર થશે. કોઇ પણ સંપત્તિમાં રોકાણ સમજી વિચારીને કરજો તમારા મનમાં કોઇ આઇડિયા હોય તો બિઝનેસમાં તેનો અમલ કરવો જોઇએ. જેમાથી તમને સારો લાભ થઇ શકે છે. વિરોધીઓની ચાલને તમે તમારી ચતુર બુદ્ધીથી માત આપશો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button