ક્યાંક તમે પણ તો ઓટ્રોવર્ટ તો નથી ને? જાણી લો શું છે આ પર્સનાલિટીની ખાસિયત…

દરેક વ્યક્તિની એક અલગ અલગ પર્સનાલિટી હોય છે અને અત્યાર સુધીમાં આપણે બે પ્રકારની પર્સનાલિટી વિશે સાંભળ્યું હશે જેમાંથી એક છે ઈન્ટ્રોવર્ટ અને બીજી એટલે એક્સ્ટ્રોવર્ટ. હવે તમને હેડિંગ વાંચીને થશે કે ભાઈસાબ આ શું પંગો છે? હવે આ ત્રીજી પર્સનાલિટી ટાઈપ કઈ છે અને તેની ખાસિયત શું છે? ચાલો તમને આજે આ વિશે જણાવીએ…
ઓટ્રોવર્ટ પર્સનાલિટીની ખાસિયત વિશે વાત કરીએ અને આ પર્સનાલિટી વિશે જાણીએ એ પહેલાં વાત કરીએ એક્સ્ટ્રોવર્ટ અને ઈન્ટ્રોવર્ટ પર્સનાલિટી વિશે. આ બંને પર્સનાલિટીની લોકોમાં ખૂબ જ મોટો તફાવત જોવા મળે છે. એક્સ્ટ્રોવર્ટ પર્સનાલિટીના લોકો જ્યાં વધુને વધુ લોકો સાથે કનેક્ટ કરી લે છે ત્યાં ઈન્ટ્રોવર્ટ લોકો ખૂબ જ શરમાળ અને સરળતાથી લોકો સાથે હળીમળી નથી શકતા. આ લોકો પોતાની જાત સાથે સમય પસાર કરીને ખુશ રહે છે.
શું છે આ ઓટ્રોવર્ટ પર્સનાલિટી?
જોકે, હવે સાઈકોલોજિસ્ટે આ બંને પર્સનાલિટી સિવાય એક નવી પર્સનાલિટી શોધી કાઢી છે અને એનું નામ છે ઓટ્રોવર્ટ. સોશિયલ મીડિયા પર આ અંગે જોરશોરથી ચર્ચા થઈ રહી છે. વાત કરીએ ઓટ્રોવર્ટ પર્સનાલિટી ધરાવતા લોકો વિશે તો આ એવા લોકો છે કે જેમને બીજાની કંપની ગમે છે, પણ સતત વાતો કરવી કે અટેન્શનની તેમને ખાસ જરૂર નથી પડતી.
ઓટ્રોવર્ટ લોકોની ખાસિયત?
ઓટ્રોવર્ટ પર્સનાલિટીની ખાસિયત વિશે વાત કરીએ તો જ્યાં ઈન્ટ્રોવર્ટ લોકો એકલા રહીને એનર્જી હાંસિલ કરે છે અને એક્સ્ટ્રોવર્ટ લોકોની વચ્ચે રહીને. પણ વાત ઓટ્રોવર્ટ લોકોની આવે તો તેઓ વાતચીત, શાંત માહોલ અને સુકૂનભર્યા પળોમાં આનંદિત રહે છે.
બંને માહોલમાં સરળતાથી રહી શકે છે
ઓટ્રોવર્ટ લોકો એકલા રહેવાનું પણ પસંદ કરે છે અને ક્યારેક ક્યારેક મિત્રો સાથે પણ રહે છે એટલે એવું કહેવું જરાય ખોટું નથી કે આ પર્સનાલિટી ધરાવતા લોકો બંને પ્રકારના માહોલમાં ખૂબ જ સરળતાથી પોતાની જાતને એડજસ્ટ કરી લે છે. આ લોકો ખૂબ જ ઉંડાણપૂર્વક વિચારે છે, પણ જરૂર પડે તો ખૂબ જ સરળતાથી વાત પણ કરી લે છે. વિચાર અને બોલવામાં તેમનું સંતુલન ખૂબ જ કમાલનું હોય છે.
સ્માર્ટ સોશિયલ સ્કિલ હોય છે
ઓટ્રોવર્ટ લોકોમાં સ્માર્ટ સોશિયલ સ્કિલ હોય છે અને તેઓ ખૂબ જ સરળતાથી લોકોની લાગણી સમજી જાય છે અને દરેક પરિસ્થિતિ અનુસાર પોતાની જાતને ઢાળવા માટે સક્ષમ હોય છે. ટૂંકમાં કહેવાનું થાય તો આ પર્સનાલિટી ધરાવતા લોકો સોશિયલી ખૂબ જ એક્ટિવ રહે છે.
આપણ વાંચો: પાપંકુશા એકાદશી અને શુક્રવારનો દુર્લભ સંયોગ: આ એક વ્રતથી મળશે પાપમુક્તિ અને ધન-વૈભવ