જે કાઠમુલ્લા શબ્દ પર આટલો વિવાદ થયો એનો અર્થ શું છે? 99 ટકા લોકોને નથી ખબર…

હાલમાં કાઠમુલ્લા શબ્દને લઈને સોશિયલ મીડિયા પર એક તીખી બહેસ છેડાઈ ગઈ છે અને એનું કારણ છે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ગયા અઠવાડિયે આ શબ્દનો ઉપયોગ કર્યો હતો અને એને કારણે અનેક ઈસ્લામી નેતાઓ નારાજ થયા હતા. મોટાભાગના લોકોએ આ શબ્દ સાંભળ્યો હશે, પણ એનો અર્થ કોઈને નહીં ખ્યાલ હોય, આજે અમે અહીં તમને આ શબ્દનો સારો અર્થ જણાવવા જઈ રહ્યા છીએ-
મળતી માહિતી મુજબ આ કાઠમુલ્લા શબ્દનો ઉપયોગ અનેક વખત કોઈને ચિડાવવા માટે કરવામાં આવે છે, પરંતુ મોટાભાગે આ શબ્દનો ઉપયોગ કટ્ટરપંથી ધાર્મિક વિચારોવાળા વ્યક્તિ માટે કરવામાં આવે છે. સરળ ભાષામાં કહીએ તો આ શબ્દનો ઉપયોગ એવા લોકો માટે કરવામાં આવે છે જે રૂઢિવાદી વિચારો ધરાવે છે.
આ પણ વાંચો: પૃથ્વી પરની જગ્યા છે સ્પેસથી સૌથી નજીક, વાદળોથી ઉપર રહે છે લોકો… જાણો છો નામ?
મુલ્લા કે મૌલવી શબ્દ ઈસ્લામમાં ખૂબ જ પ્રચલિત છે અને આ બંને ખૂબ જ સમાન લાગતા શબ્દો છે. આ ઉપરાંત જે લોકો વધારે પડતું જ્ઞાન આપતા લોકો માટે પણ કરવામાં આવે છે. કાઠમુલ્લા શબ્દને જો અલગ કરવામાં આવે તેનો અર્થ એવો થાય છે કે કાઠનો મુલ્લા… અનેક જગ્યાએ એ વાતનો ઉલ્લેખ જોવા મળે છે કે ખોટી તાલિમ આપનારાઓ માટે પણ આ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે.
કાઠમુલ્લા શબ્દ ક્યાંથી આવ્યો છે એની વાત કરીએ તો એની ધ્વનિ જ વ્યુત્પત્તિનો બોધ કરાવે છે. આ શબ્દનો અર્થ અગાઉ કહ્યું એમ કાઠ કા મુલ્લા એવો થાય છે. કાઠનો મુલ્લા એટલે જે ખુદ પોતાના મગજથી વિચારતો ના હોય. તેને જેટલી માહિતી કે જ્ઞાન આપવામાં આવ્યું તે એટલા સુધી જ સીમિત રહે છે.
આ પણ વાંચો: અંગ્રેજોને આપ્યું હતું આ ગુજરાતીએ કર્જ, તગડું વ્યાજ પણ વસૂલ્યું, નામ જાણો છો?
મુલ્લા, મૌલવી કે મૌલાના ઈસ્લામમાં ખૂબ જ સન્માનિત શબ્દ ગણાય છે. મુલ્લા કોઈને કોઈ રીતે મૌલા સાથે જોડાયેલા છે. જેને ખૂબ જ દેવ તૂલ્ય માનવામાં આવે છે. આદરની ભાવનાથી ભણાવનારા અને ધર્મની શિક્ષા આપનારાઓનો મૌલવી કે મૌલાના તરીકે ઓળખવામાં આવવા લાગ્યા. હજી પણ મૌલાના શબ્દનો અર્થ જૂના લોકો આ જ રીતે કરે છે જેમ કોઈ હિંદુને આદર આપવા માટે પંડિત કહેવામાં આવે છે.
છે ને એકદમ ઈન્ટ્રેસ્ટિંગ માહિતી? તમારા મિત્રો અને પરિવારના સભ્યોને પણ આ કાઠમુલ્લા શબ્દનો અર્થ જણાવો અને તેમના જ્ઞાનમાં પણ અભિવૃદ્ધિ કરજો હં ને…