ફળો પર લગાવવામાં આવતા સ્ટિકરનો શું થાય છે અર્થ? 99 ટકા લોકોને નથી ખબર, જાણી લેશો તો ફાયદામાં રહેશો…

આપણે આપણા રોજબરોજના જીવનમાં ફળ ખાઈએ છીએ અને જો તમે ધ્યાનથી જોયું હશે તો આ ફળ પર સ્ટિકર જોવા મળે છે. આ સ્ટિકર પર નાના-મોટા બારકોડ જોવા મળે છે કે પછી કોઈ નંબર જોવા મળે છે. આપણામાંથી અનેક લોકો આ તમામ બાબતો સમજ્યા-વિચાર્યા વિના ફળની છાલ ઉતારી દઈએ છીએ. પરંતુ શું તમને ખબર છે કે આનો અર્થ શું થાય છે? ચાલો આજે તમને આ વિશે જણાવીએ…
તમને જાણીને નવાઈ લાગશે કે ફળ પર લગાવવામાં આવેલા આ સ્ટિકર આપણને જણાવે છે કે આપણે ખાઈ રહ્યા છીએ એ ફળ કઈ રીતે ઉગાડવામાં આવ્યું છે. ફળ પર લગાવવામાં આવેલા સ્ટિકર પર છપાયેલા નંબરને પીએલયુ કોડ કહેવામાં આવે છે. આનો અર્થ થાય છે કે પ્રાઈસ લુકઅપ કોડ.
ઈન્ટરનેશનલ ફેડરેશન ફોર પ્રોડ્યુસર સ્ટાન્ડર્ડ્સ દ્વારા આ કોડ રિટેઈલ્સ ડિલરને ચેકઆઉટ સમયે ફળ અને શાકભાજીને ઓળખ કરવામાં મદદરૂપ થાય એ માટે શરૂ કરવામાં આવ્યો હતો. આ કોડ માત્ર બિલિંગ જ નહીં પરંતુ એ પણ જણાવે છે કે કોઈ ફળ જૈવિક છે, રાસાયણિક છે કે જેનેટિકલી ઉગાડવામાં આવ્યું છે.
સ્ટિકર પર જોવા મળતાં આ કોડ ચારથી પાંચ અંકનો હોય છે. પહેલાં અંક ખેતીની પેટર્ન જણાવે છે. આ કોડ વાંચીને તમે જાણી શકો છો કે તમારા હાથમાં જે ફળ છે એ ઓર્ગેનિક રીતે ઉગાડવામાં આવ્યું છે કે પછી રાસાયણિક રીતે ઉગાડવામાં આવ્યું છે.
ફળના સ્ટિકર પર 9થી શરૂ થનારા પાંચ અંકનો નંબર છે તો એનો અર્થ એવો થાય છે કે તમે 100 ટકા ઓર્ગેનિક રીતે ઉગાડવામાં આવેલું ફળ ખાઈ રહ્યા છો. આ ફળ કુદરતી રીતે પકાવવામાં આવ્યું છે. આ સાથે જ જો સ્ટિકર પર ચાર અંકનો નંબર જોવા મળે છે તો તેનો અર્થ આ ફળ પારંપારિક રીતે ઉગાડવામાં આવ્યું છે. જેના પર રસાયણો અને પેસ્ટિસાઈઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ થિંગ એટલે જો ફળો પર લગાવવામાં આવેલા સ્ટિકર પર આઠથી શરૂ થનારો પાંચ અંકનો નંબર જોવા મળે છે તો તેનો અર્થ એવો થાય છે કે એ ફળ અનુવાંશિક રીતે સંશોધિત કરવામાં આવ્યું છે.
છે ને એકદમ અનોખી માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી કામની અને મહત્ત્વની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.
આ પણ વાંચો…તમે ખાઓ છો એ બદામ અસલી છે કે નકલી? નકલી બદામ ખાવાથી થશો બીમાર!



