સ્પેશિયલ ફિચર્સ

ટાઈમ કહેતી વખતે લખવામાં આવતા AM અને PMનો અર્થ જાણો છો? 99 ટકા લોકોને નથી ખબર…

જ્યારે પણ આપણને કોઈ સમય પૂછે છે ત્યારે અંગ્રેજીમાં આંકડાઓ પછી એએમ (AM) અને પીએમ (PM) લખવામાં આવે છે કે બોલવામાં આવે છે. પરંતુ શું તમને આ બંને શબ્દનો અર્થ ખબર છે? 99 ટકા લોકોને આ સવાલનો જવાબ નથી ખબર, જો તમે પણ આ 99 ટકા લોકોમાં આવો છો તો તમારે આ સ્ટોરી છેલ્લે સુધી વાંચી જવી પડશે, કારણ કે તો તમને આ શબ્દોનો અર્થ ખબર પડી જશે.

જૂના સમયમાં લોકો સૂર્યને જોઈને ટાઈમનો અંદાજો લગાવી લેતા હતા, પરંતુ ધીરે ધીરે સમય બદલાયો અને ઘડિયાળની શોધ થઈ. આજે આપણે ઘડિયાળ જોઈને જ લોકોને સમય કહી દઈએ છીએ. ઘડિયાળમાં 12 સુધીના જ આંકડા હોય છે એવામાં સવારનો અને સાંજનો સમય જણાવવા માટે એએમ અને પીએમ એમ બે શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે.

આપણ વાંચો: External Debt: ભારતના વિદેશી દેવામાં થયો તોસ્તાન વધારો, જાણો સરકારના આંકડાઓ

રાતના 12થી લઈને સવારના 12 વાગ્યા સુધીનો સમય જણાવવા માટે એએમ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે, અને બપોરના 12થી લઈને રાતના 11.59 વાગ્યા સુધીનો સમય જણાવવા માટે પીએમ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ક્યારેય એવો સવાલ થયો છે ખરો કે આખરે આ એએમ અને પીએમનો અર્થ શું છે? ચાલો આજે આ સવાલનો જવાબ આપી જ દઈએ.

વાત કરીએ એએમ શબ્દના ફૂલફોર્મની તો તે થાય છે Ante Meridiem અને બપોરના 12 વાગ્યા પછીનો સમય જણાવવા માટે પીએમ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે, જેનું ફૂલફોર્મ થાય છે Post Meridiem. મોટા ભાગના લોકોને આ બંને શબ્દોનો અર્થ કે ફૂલ ફોર્મ નથી ખબર હોતી અને તેઓ આ એએમ અને પીએમનો અત્યાર સુધી એમને એમ ઉપયોગમાં લેતા હશે. પણ આ સ્ટોરી વાંચ્યા પછી ચોક્કસ જ હવે તમને ખ્યાલ આવી ગયો હશે બંને શબ્દનો અર્થ, એટલે હવે જ્યારે કોઈ તમને પૂછે તો આ માહિતી તેમની સાથે શેર કરજો.

છે ને એકદમ કામની માહિતી? આ માહિતી પણ તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં વધારો કરજો હં ને? આવી જ બીજી કામની અને જ્ઞાનવર્ધક માહિતી જાણવા માટે અમારી અમારી સાથે જોડાયેલા રહો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button