માખણને બટર તો પછી ઘીને અંગ્રેજીમાં શું કહેવાય છે? 99 ટકા નહીં ખબર હોય જવાબ…

અંગ્રેજી ભાષાનો આપણે દરોરજ બોલચાલની ભાષામાં ખૂબ જ છૂટથી ઉપયોગ કરીએ છીએ. પણ તેમ છતાં અમુક વસ્તુ કે શબ્દો માટે કયો ચોક્કસ અંગ્રેજી શબ્દ છે એની આપણને જાણ નથી હોતી. આવો જ એક શબ્દ છે ઘી. હવે તમને એવું લાગશે કે ઘીને બટર કહેવામાં આવે છે તો એવું નથી. મોટાભાગના લોકોને આ સવાલનો સાચો જવાબ નથી ખબર, ચાલો આજે તમને આ વિશે જણાવીએ…
આપણે ત્યાં ગુજરાતીઓના ઘરોમાં ઘીનો વપરાશ ખૂબ જ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. કોઈ વસ્તુ કે વાનગીઓમાં ઘીનો છુટ્ટા હાથે ઉપયોગ કરવામાં આવે છે પછી લાડુ બનાવતી વખતે ઘીનો થતો ઉપયોગ હોય કે પછી ગરમાગરમ દાળ-ભાત પર દિલથી રેડવામાં આવતું ઘી હોય.
આ પણ વાંચો : આ નવરાત્રિ, ઉપવાસમાં નહીં લાગે થાક! આ 6 ડ્રિંક્સ આપશે ભરપૂર શક્તિ અને તાજગી.
તમારી જાણ માટે કે માખણને બટર કહેવામાં આવે છે. માખણને દૂધ અને ક્રીમથી બનાવવામાં આવે છે અને ઘીને માખણમાંથી બનાવવામાં આવે છે. પરંતુ એમાંથી પાણી અને દૂધનો ભાગ કાઢી નાખવામાં આવે છે. માખણને અંગ્રેજીમાં બટર કહેવામાં આવે છે એ વાત તો આપણે જ જાણીએ છીએ. પણ ઘીને અંગ્રેજીમાં બટર કહેવામાં આવે છે એવી તમારી માન્યતા હોય તો તે સદંતર ખોટી છે.
સામાન્ય ભાષામાં લોકો ઘીને ઘી તરીકે જ કહેવાનું જ પસંદ કરે છે, કારણ કે અંગ્રેજી ભાષામાં પણ ઘી શક્ય હવે સામાન્ય અને ખૂબ જ ચલણમાં પણ છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગે છે કે ઘી માટે અંગ્રેજી ભાષામાં ક્લેરિફાઈડ બટર એવો શબ્દ ચલણમાં છે.
આ પણ વાંચો : દારુનું સેવન માત્ર શરીરને નહીં, મગજને પણ પહોંચાડે છે ગંભીર નુકસાન: રિસર્ચમાં થયો મોટો ખુલાસો
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી રસપ્રદ માહિતી અને સમાચાર જાણવા-વાંચવા માટે અમારી સાથે ચોક્કસ જોડાયેલા રહો…