જો એક મિનિટ માટે સૂર્ય ધરતીથી ગાયબ થશે તો શું થશે? સવાલનો જવાબ જાણીને ચોંકી ઉઠશો…

શું તમે ક્યારેય વિચાર્યું છે ખરું કે પૂરી દુનિયામાં પ્રકાશ ફેલાવતો સૂર્ય જે આપણને ગરમી પણ આપે છે અચાનક એક મિનિટ માટે ધરતી પરથી ગાયબ થઈ જાય તો શું થશે? શું દુનિયાનો અંત આવશે, કે પછી લોકોનું જીવન મુશ્કેલ થશે? સાંભળવામાં ભલે આ સવાલ કોઈ સાય-ફાય ફિલ્મના પ્લોટ જેવો લાગે છે, પણ કોરા (Quora) પર જ્યારે કોઈએ આ સવાલ પૂછ્યો તો લોકોએ રસપ્રદ રાય આપી હતી. ચાલો જોઈએ શું કહ્યું છે યુઝર્સે અને સૂર્ય ગાયબ થશે તો તેની શું અસર જોવા મળશે-
કોરા પર પૂછવામાં આવેલા આ સવાલના જવાબમાં એક યુઝરે લખ્યું હતું કે એક મિનિટ તો જવા દો પણ 8.5 મિનિટ માટે પણ સૂરજ ગાયબ થઈ જાય તો કંઈ ફરત નથી પડતો, પણ હા જો આનાથી લાંબા સમય માટે ધરતી પરથી સૂર્ય ગાયબ થશે તો ચોક્કસ તેની અસર જોવા મળશે, તબાહી મચી જશે.
સૌથી પહેલી અને મહત્ત્વની વાત એટલે જો સૂરજ અચાનક દેખાવવાનું બંધ થઈ જાય તો પણ આપણને તેની જાણ તરત જ નહીં થાય. આવું એટલા માટે કારણ કે સૂરજના પ્રકાશને ધરતી સુધી પહોંચવા માટે 8.5 મિનિટનો સમય લાગે છે, એટલે સૂરજ એક મિનિટ પણ ગાયબ થશે તો પણ 8.5 મિનિટ સુધી આપણને તેનો પ્રકાશ મળશે.
આ પણ વાંચો: મનગમતી ચા પરથી જાણો કેવી છે તમારી પર્સનાલિટી? જાણી લો એક ક્લિક પર…
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર જે લોકો દિવસના પ્રકાશમાં હશે એ લોકોને 8.5 મિનિટ બાદ જ અંધકારનો અહેસાસ થશે. આ નાનકડી અવધિને કારણે ધરતી પર ખાસ કોઈ અસર નહીં જોવા મળે. આપણી પૃથ્વી ગરમીને ખૂબ જ સારી રીતે રોકી રાખે છે એટલે આપણે તરત જ થીજી નહીં જઈએ.
સૂર્ય એક મિનિટ માટે પણ ગાયબ થશે તો ધરતી પર એની અસર નહીં જોવા અને મોટાભાગના લોકોને તો એની જાણ પણ નહીં થાય કે સૂર્ય ગાયબ થયો છે. જો મિનિટોને બદલે અઠવાડિયાઓ માટે આવું થાય તો કદાચ ધરતી પર અને મનુષ્ય પર એની અસર જોવા મળી શકે છે.
આ પણ વાંચો: 500 રૂપિયાની આ નોટ માટે લાખો રૂપિયાની બોલી લગાવી રહ્યા છે, જુઓ શું છે ખાસ?
નિષ્ણાતોએ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે જો એક અઠવાડિયા સુધી સૂર્ય નહીં દેખાય તો નાના નાના છોડ મરવા લાગશે. ધરતીનું સરેરાશ તાપમાન આશરે 0 ડિગ્રી (32 ડિગ્રી ફેરેનહાઈટ) સુધી ઘટી જશે. જ્યારે અમુક મહિનાઓ માટે જો સૂર્ય ગાયબ થઈ જશે તો પ્રકાશ સંશ્લેષણ સંપૂર્ણપણે અટકી પડશે, જેને કારણે વૃક્ષ છોડ વગેરે ખતમ થવા લાગશે. જોકે, કેટલાક મોટા વૃક્ષ દાયકાઓ સુધી વિના સૂર્ય પ્રકાશ પણ જીવી શકે છે. થોડાક મહિનાઓના અંદર સમુદ્રના ઉપરનું સ્તર જામવા લાગશે, પણ સમુદ્રને સંપૂર્ણપણે જામવા માટે હજારો વર્ષ લાગી જશે.
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.