સ્પેશિયલ ફિચર્સ

ટ્રાફિકમાં હોર્ન વગાડવાથી શું થાય છે? ઓટો પર જોવા મળ્યો સવાલ, ઓપ્શન જોઈને તો…

આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયા પર દરરોજ એવા એવા વીડિયો વાઈરલ થતાં હોય છે જે જોઈને તમારું મન બાગ બાગ થઈ જાય છે તો અમુક વીડિયો જોઈને મગજના તાર ખેંચાઈ જાય. હાલમાં સોશિયલ મીડિયા પર એક આવો જ ઓટો રિક્ષાનો ફોટો વાઈરલ થઈ રહ્યો છે. આવો જોઈએ શું છે ખાસ આ ફોટોમાં-

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં ફોટોમાં જોવા મળે છે કે રિક્ષા ડ્રાઈવરે પોતાના રિક્ષાની પાછળ કૌન બનેગા કરોડપતિ શોમાં જેમ અમિતાભ બચ્ચન હોટ સીટ પર બેઠેલા સ્પર્ધકને સવાલ પૂછીને ચાર ઓપ્શન આપે એ જ અંદાજમાં લોકોને એક સવાલ પૂછ્યો છે. જોકે, રિક્ષા ડ્રાઈવર આ સવાલ પૂછીને કદાચ આપણને એક મેસેજ આપવામાં માંગતો હોય એવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો: જુલાઈથી ડિસેમ્બર મહિનામાં અમુક તારીખો પર પ્રવાસ કરવાનું ટાળો… જાણો કોણે કરી આવી ડરામણી ભવિષ્યવાણી?

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ પર આર દિલ્હી નામની આઈડી પરથી આ ફોટો શેર કરવામાં આવ્યો છે. આ આઈડી પરથી મજેદાર ફોટો શેર કરવામાં આવતા હોય છે. આ આઈડી પરથી શેર કરવામાં આવેલો આ ફોટો રિક્ષા ડ્રાઈવરનો છે. જોકે, આ ફોટોમાં રિક્ષાનો નંબર તો નથી જોવા મળતો પણ તેનો કલર જોતા ખ્યાલ આવે છે કે આ રિક્ષા દિલ્હીની હોઈ શકે છે.

વાઈરલ ફોટોમાં રિક્ષા ડ્રાઈવરે રિક્ષાની પાછળ સવાલ કરતાં લખ્યું છે કે ટ્રાફિકમાં હોર્ન વગાડવાથી શું થાય છે? આ સવાલની સાથે ચાર ઓપ્શન પણ આપવામાં આવ્યા છે, જેમાં સૌથી પહેલું ઓપ્શન છે સિગ્નલ જલ્દી ગ્રીન થઈ જાય છે, બીજો ઓપ્શન રસ્તો પહોળો થઈ જાય છે, ત્રીજો ઓપ્શન છે ગાડી ઉડવા લાગે છે અને ચોથો ઓપ્શન છે કંઈ પણ નહીં…

આ પણ વાંચો: 500 રૂપિયાની આ નોટ માટે લાખો રૂપિયાની બોલી લગાવી રહ્યા છે, જુઓ શું છે ખાસ?

રિક્ષા ડ્રાઈવરે આવો સવાલ પૂછીને એવા લોકોને મહેણું માર્યું છે કે સિગ્નલ લાલ થતાં કે જામમાં પણ હોર્ન વગાડ્યા કરે છે. આવી સ્થિતિમાં આ ફોટો એ લોકો માટે એક બોધપાઠ સમાન છે કે તેમના હોર્ન વગાડવાથી પરિસ્થિતિ બદલાઈ નથી જવાની. યુઝર્સ આ ફોટો પર કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે આ વાઈરલ ફોટો પર કમેન્ટ કરતાં લખ્યું છે કે બે ટાયરની વચ્ચે જગ્યા જોઈને ઘૂસવું ખૂબ જ જરૂરી હોય છે. બીજા એક યુઝરે લખ્યું હતું કે આમાં ઓપ્શન ઈ પણ હોવું જોઈએ ઓલ ઓફ ધ અબોવ એવું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button