બે વર્ષ સુધી એકાઉન્ટ વપરાયા વિના રહેશે તો શું થશે? તમારા પૈસા સેફ છે કે નહીં?

બેંક એકાઉન્ટ (Bank Account) ખૂબ જ જરૂરી છે બાબત થઈ ગઈ છે આજના સમયમાં કારણ કે સરકારી યોજનાઓનો લાભ મેળવવામાં આ બેંક એકાઉન્ટ ખૂબ જ મહત્ત્વનું હોય છે. આપણામાંથી અનેક લોકો ઘણી વખત એક કરતાં વધારે બેંક એકાઉન્ટ ખોલાવી તો લે છે, પરંતુ ધીરે ધીરે તેમાંથી અનેક એકાઉન્ટ વપરાયા વિના એમને એમ પડ્યા રહે છે, તો આવી સ્થિતિમાં આવા એકાઉન્ટનું શું થાય છે, એવો સવાલ થાય એ સ્વાભાવિક છે. ચાલો તમને આ વિશે જણાવીએ-
એક કરતાં વધારે એકાઉન્ટ હોય ત્યારે શું થાય છે?
જો તમારું એકાઉન્ટમાં બે વર્ષ ટ્રાન્ઝેક્શન વિના પડ્યું રહે તો બેંક તેને ઈનએક્ટિવ કે ડોરમેન્ટ એકાઉન્ટ એનાઉન્સ કરે છે.આનાથી બેંકની સર્વિસ બંધ થઈ જાય છે અને ઘણી વખત ડિપોઝિટ ફંડ સુધી પહોંચવું પણ અઘરું બની જાય છે. આવો જોઈએ બેંક એકાઉન્ટ ઈનએક્ટિવ અને કે ડોરમેન્ટ કહે છે. આ સાથે જ આ એકાઉન્ટને ફરીથી કઈ રીતે એક્ટિવ કરી શકાય એ અને એના માટે કેટલી ફી ચૂકવવી પડે છે.
ડોરમેન્ટ એકાઉન્ટ શું થાય છે?
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના નવા નિયમ અનુસાર જો કોઈ સેવિંગ કે કરન્ટ એકાઉન્ટમાં સતત 24 મહિના સુધી કસ્ટમર દ્વારા કોઈ ટ્રાન્ઝેક્શન નથી થતું તો તે ખાતું ઈનએક્ટિવ થાય છે. આવી સ્થિતિ જો લાંબા સમય સુધી બની રહે તો તે ખાતું ડોરમેન્ટ જાહેર કરવામાં આવે છે.
અહીં ધ્યાનમાં લેવા જેવી બાબત એ છે કે બેંક દ્વારા જમા થનારું વ્યાજ કે ડિડક્ટ થનારી ફીને ખાતાધારક દ્વારા કરવામાં આવેલા ટ્રાન્ઝેક્શન નથી માનવામાં આવતી. જ્યારે એકાઉન્ટમાંથી ટ્રાન્ઝેક્શન અને ડિડક્શન થાય છે ત્યારે જ તેને ખાતાધારક દ્વારા કરવામાં આવેલું ટ્રાન્ઝેક્શન માનવામાં આવે છે.
ઈનએક્ટિવ અને ડોરમેન્ટ ખાતામાં શું છે તફાવત?
ઈનેક્ટિવ અને ડોરમેન્ટ ખાતા વચ્ચેના તફાવત વિશે વાત કરીએ તો સૌથી મોટો તફાવત છે તેના ટાઈમ ફ્રેમ અને એક્ટિવિટીમાં થાય છે. 12 મહિના સુધી ટ્રાન્ઝેક્શન ન થાય તો એકાઉન્ટને ઈનએક્ટિવ એકાઉન્ટ જાહેર કરવામાં આવે છે અને ત્યાર બાદ પણ જો આ એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન ના થાય તો તેને ડોરમેન્ટ એકાઉન્ટ જાહેર કરવામાં આવે છે. ઈનએક્ટિવ એકાઉન્ટને પાર્શિયલી એક્ટિવ માનવામાં આવે છે અને તેમાં તમે બેલેન્સ ચેક કરી શકો છો કે સ્ટેટમેન્ટ નિકાળી શકો છો. જોકે, લેવડદેવડ સુવિધા સીમિત થઈ જાય છે.
ડોરમેન્ટ એકાઉન્ટ થતાં શું મુશ્કેલી થાય છે?
- જો તમારું એકાઉન્ટ ડોરમેન્ટ થઈ જાય છે તો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન બંધ થઈ જાય છે. નેટ બેંકિંગ, મોબાઈલ બેંકિંગ અને એટીએમ લેવડ-દેવડ બંધ થઈ જાય છે.
- ઓટો ડેબિટ અને ઈસીએસ સ્ટોપ થઈ જાય છે. જો તમે તમારા ઈએમઆઈ, ઈન્શ્યોરન્સ પ્રીમિયમ કે મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી ઓટો ડેબિટ સાથે જોડ્યા છે તો એ ફેલ થઈ જશે
- ઈન્ટરનેટ અને મોબાઈલ પર એલર્ટ નથી મળતા, બેંક એકાઉન્ટ સાથે એસએમએસ ઈમેલ નોટિફિકેશન બંધ થઈ જાય છે
- જો તમે તમારું એકાઉન્ટ એક્સેસ નથી કરી શકતાં તો ખાતુ ફરી એક્ટિવ કરવા માટે કેવાયસી ડોક્યુમેન્ટ્ અને રિએક્ટિવેશન રિક્વેસ્ટ કરવી પડશે.
શું બેંક પેનલ્ટી લગાવે છે?
હવે તમને સવાલ થાય એ સ્વાભાવિક છે કે આવા એકાઉન્ટને ફરી એક્ટિવેટ કરાવવા માટે કોઈ પેનલ્ટી લાગે છે કે નહીં તો આરબીઆઈના નિયમ સ્પષ્ટ છે કે કોઈ ઈનએક્ટિવ અને ડોરમેન્ટ એકાઉન્ટને ફરી એક્ટિવ કરવા માટે કોઈ પેનલ્ટી કે ચાર્જ નથી વસુલવામાં આવતો. ખાતામાં જેટલા પણ પૈસા છે એના પર વ્યાજ પહેલાંની જેમ જ મળે છે, પછી ખાતું ઈન એક્ટિવ પણ કેમ ના હોય?