રાતે ટ્રેનમાં જ્યારે પ્રવાસીઓ ઉંઘતા હોય છે ત્યારે ડ્રાઈવર શું કરે છે? 99 ટકા લોકોને નથી ખબર સિક્રેટ…

આપણામાંથી મોટા ભાગના લોકોએ ક્યારેકને ક્યારેક તો ટ્રેનમાં મુસાફરી કરી જ હશે, પરંતુ ક્યારેય વિચાર્યું છે ખરું કે જ્યારે ટ્રેનમાં રાતના સમયે તમામ મુસાફરો શાંતિથી ગાઢ નિંદ્રામાં સરી પડે છે ત્યારે ટ્રેન ચલાવી રહેલાં લોકો પાઈલટ કે મોટરમેન શું કરતાં હશે? 99.99 ટકા લોકોને આ સવાલનો જવાબ નહીં ખબર હોય અને જો તમે પણ આ 99.99 ટકા લોકોમાંથી એક છો તો આ સ્ટોરી તમારા માટે જ છે, બસ તમારે છેલ્લે સુધી આ સ્ટોરી વાંચી જવી પડશે તો તમને તમારા આ સવાલનો જવાબ મળી જશે.
મળતી માહિતી મુજબ જ્યારે પણ તમે ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે રાતના સમયે આરામ ફરમાવતા રાતે ઊંઘી જતા હોવ છો ત્યારે ટ્રેન ચલાવી રહેલાં લોકો પાઈલટ કે કો-લોકો પાઈલટ શું કરતા હશે, એવો સવાલ થયો છે ક્યારેય? તમને જાણીને નવાઈ લાગશે કે આ બંને ડ્રાઈવર્સ સતત એકબીજાની સાથે વાત કરતાં રહે છે. પરંતુ આવું કેમ? ચાલો તમને આ પાછળનું કારણ જણાવીએ.
આપણ વાંચો: આવતીકાલે લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાના છો? પહેલાં આ વાંચી લો, નહીંતર…
રાતના અંધારામાં જ્યારે ટ્રેન ફૂલ સ્પીડમાં દોડતી હોય, પ્રવાસીઓ ગાઢ ઉંઘમાં હોય અને અચાનક બાજુમાંથી કોઈ ટ્રેન પસાર થતી હોય એનો અવાજ કે ટ્રેન સ્ટેશન પર ઊભી હોય ત્યારે ફેરિયાઓનો અવાજ આવે છે. પરંતુ રાતના આવા શાંત વાતાવરણમાં પણ ટ્રેન ચલાવી રહેલાં મોટરમેનની કેબિનમાં એક સેકન્ડ માટે પણ આવો માહોલ નથી હોતો.
લોકો પાયલટ અને સહાયક લોકો પાયલટ બંને જણ સમય સમય પર એકબીજા સાથે વાત કરતાં રહે છે. આ વાત-ચીતનું કારણ અહીંયા ત્યાંની વાતો કરવાનું નથી હોતું, પરંતુ આ તેમની ડ્યૂટીનો એક મહત્ત્વનો હિસ્સો છે.
હવે તમને થશે કે ભાઈ વાતચીત કરવી કેમ જરૂરી છે, તો આ વિશે વાત કરતાં રેલવે બોર્ડના એક ભૂતપૂર્વ સદસ્યએ જણાવ્યું હતું કે રેલવે લાઈન પર દર એક કે બે કિલોમીટરના અંતરે સિગ્નલ લગાવવામાં આવે છે. જોકે, કેટલાક સંવેદનશીલ એરિયામાં આ અંતર ઘટાડીને 500થી 800 મીટર કરવામાં આવી છે.
આપણ વાંચો: ભારતીય ટ્રેનમાં મુસાફરી બાદ અમેરિકન વ્લોગરને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું, ઇન્સ્ટાગ્રામ પર ચર્ચા
સ્ટેશન કે જંક્શન પાસે જ્યાં ટ્રેનની સ્પીડ ઓછી હોય છે ત્યાં સિગ્નલનું અંતર હજી વધારે ઓછું હોય છે જેમ કે 200થી 500 મીટર સુધીનું હોય છે, કારણ કે આવી જગ્યાઓ પર ટ્રેનને નિયંત્રિત કરવું સરખામણીએ વધું અઘરું હોય છે.
દરેક સિગ્નલનો એક નંબર હોય છે જ્યારે ટ્રેન કોઈ સિગ્નલ પરથી પસાર થાય છે તો લોકો પાઈલટ જોરથી એ સિગ્નલનો નંબર બોલીને તેનો કલર પર બોલે છે. ત્યાર બાદ કો-લોકો પાઈલટલ એ જ નંબર અને કલરને રિપીટ કરીને ખાતરી કરે છે કે જાણકારી યોગ્ય રીતે સમજવામાં આવી છે. આ વાતચીત એ ડ્રાઈવરની ડ્યૂટીનો મહત્ત્વનો ભાગ છે અને પ્રવાસીઓની સુરક્ષા માટે ખૂબ જ જરૂરી પણ છે.
દરેક ડ્યૂટી પહેલાં લોકો પાઈલટને એક પૂરો રૂટમેપ મળે છે અને એ મેપમાં લખ્યું હોય છે કે ટ્રેન કયા રસ્તે જશે, ક્યાં ક્યાં ઊભી રહેશે, ક્યાં કેટલો હોલ્ટ છે, ક્યાં વળાંક છે, કયા એરિયામાં કેટલી સ્પીડ પર ટ્રેન દોડાવવાની છે એની જાણકારી હોય છે. ડ્રાઈવર આ રૂટ મેપ પ્રમાણે જ ટ્રેન ચલાવે છે, જેથી કોઈ ભૂલ ના થાય, એવું બોર્ડના ભૂતપૂર્વ અધિકારીએ જણાવ્યું હતું.
છે ને એકદમ કામની અને અનોખી માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતીસભર સ્ટોરી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.