રસ્તા પર દેખાતી નાનકડી પીળી લાઈટ્સને શું કહેવાય છે, શું હોય છે તેનું કામ?

આપણે દરરોજ ઘરેથી ઓફિસ, માર્કેટ, મંદિરે કોઈ બીજા કામ માટે બહાર જવા નીકળીએ છીએ અને રસ્તા પર વોક કે ડ્રાઈવ કરીએ છીએ. આ રસ્તાઓને કોઈ વાર ધ્યાનથી જોયું હશે તો તમને ખ્યાલ હશે રસ્તા પર નાની નાની પીળા કલરની લાઈટ્સ જોવા મળે છે. પરંતુ શું તમને આ લાઈટ્સને શું કહેવાય છે અને તેનું શું કામ હોય છે એ વિશે ખ્યાલ છે? મોટાભાગના લોકોને આ વાતની જાણકારી નથી હોતી. ડોન્ટ વરી આજે અમે તમને અહીં એના વિશે જ જણાવવા જઈ રહ્યા છીએ.
રોડ સ્ટડ્સ તરીકે ઓળખાય છે પીળી લાઈટ
તમારી જાણ માટે કે રસ્તા પર જોવા મળતી આ લાઈટ્સ રાતના સમયે ઈન્ડિકેટરની જેમ કામ કરે છે. રાતના સમયે વાહનચાલકોને આ લાઈટ્સ ખૂબ જ મદદ કરે છે. હવે લાઈટ્સનું શું કામ છે એ તો જાણી લીધું પરંતુ આ લાઈટ્સને શું કહેવાય છે એના બાબતે જો હજી તમારા મગજમાં પ્રકાશ ના પડ્યો હોય તો તમારી જાણ માટે કે આ રસ્તા પર ચમકતી લાઈટ્સને રોડ સ્ટડ તરીકે ઓળખવામાં આવે છે.

સુરક્ષાની દ્રષ્ટિએ છે ખૂબ જ જરૂરી
રસ્તા પરના આ રોડ સ્ટડ્સ વાહનચાલકોની સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ જરૂરી છે. ડ્રાઈવરને ખરાબ વાતાવરણ હોય ત્યારે કે રાતના સમયે રસ્તો સ્પષ્ટ દેખાય એ માટે રસ્તા પર આ લાઈટ્સ બેસાડવામાં આવે છે. આ લાઈટ્સ કઈ રીતે કામ કરે છે એ વિશે વાત કરીએ તો રસ્તા પરથી પસાર થતાં વાહનોની હેડલાઈટનો પ્રકાશ રોડ સ્ટડ્સ પર પડે છે ત્યારે તે રિફ્લેક્ટ થઈને ચમકી ઉઠે છે.
રસ્તો અને દિશા દેખાડે છે
વાહનોની હેડલાઈટ્સ ના પ્રકાશમાં રોડ સ્ટડ્સ ચમકતાં વાહન ચલાવી રહેલાં વાહનચાલકને આગળનો રસ્તો અને દિશા સ્પષ્ટપણે દેખાવવા લાગે છે અને અકસ્માત થવાની શક્યતા ખૂબ જ ઓછી થઈ જાય છે. આ રોડ સ્ટડ્સ વિશે હજી એક ઈન્ટ્રેસ્ટિંગ વાત જણાવવાની થાય તો આ દિવસના સમયે રોડ સ્ટડ સૌર ઊર્જા પર કામ કરે છે અને રાતના સમયે જાતે જ ચમકવા લાગે છે.
છે ને એકદમ અનોખી માહિતી? હવે જ્યારે તમને કોઈ રસ્તા પર દેખાતી પીળી લાઈટ વિશે સવાલ પૂછે તો અહીં આપેલી માહિતી તેમને જણાવી દેજો. આવી જ બીજી અનોખી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.



