સ્પેશિયલ ફિચર્સ

વજન ઘટાડવા રોટલી ખાવાનું બંધ ન કરો, પણ આ રેસિપિ અજમાવો…

ઘણા લોકોને વજન ઘટાડવાની સમસ્યા હોય છે, એવામાં જો તમે પણ વિચારો છો કે વજન કેવી રીતે ઘટાડવું? એની માટે શું ખાવું કે કેવી રીતે ડાયેટિંગ કરવું. તો તમારે બિલ્કુલ ટેન્શન લેવાની જરૂર નથી. તમે તમારા આહારમાં કેટલાક ખોરાકનો સમાવેશ કરીને ઝડપથી વજન ઘટાડી શકો છો. અમે તમને એક એવી રોટલી વિશે જણાવીશું કે જે ન્યુટ્રિશ્યિસ છે, તેનાથી શરીરની ચરબી ઘટાડવામાં મદદ મળે છે. આ રોટલી ખાવાથી પેટ પણ ભરેલું રહે છે અને તમને ભૂખ પણ લાગતી નથી. તો ચાલો વજન ઘટાડવા માટે આ રોટલી કેવી રીતે બનાવવી એ જાણીએ.

Also read : સિંધવ મીઠાથી થતું નુક્સાન જાણી લેશો તો….

વજન ઘટાડવા માટે તમે આ રોટલી ખાઈ શકો છો. આની રેસીપી પણ ઘણી જ સરળ છે. આ રોટલી બનાવવા માટે તમે શાકભાજી પૌઆ અને અન્ય અનાજની મદદ લઈ શકો છો. આ રોટલી ઓછી કેલેરીવાળી હોય છે, પરંતુ તેમાં ફાઇબર અને પ્રોટીનનું પ્રમાણ ઘણું જ હોય છે, જે તમને વજન ઘટાડવામાં મદદ કરે છે. ઉપરાંત તે તમારો મેટાબોલિક રેટ પણ વધારે છે જેના કારણે ખોરાક ઝડપથી પચી જાય છે અને વજન પણ ઘટે છે.

આ રીતે બનાવો હાઇ ફાઇબરવાળી રોટલી

સામગ્રીઃ પૌંઆ, ઓટ્સ, ચણાનો લોટ કે બાજરાનો લોટ, ગાજર, સિમલા મરચુ, કાંદા જેવા શાક,
રીતઃ સૌથી પહેલા બધા શાકભાજી એકદમ ઝીણા સમારી રાખો. ત્યાર બાદ પૌઆ અને ઓટ્સને પલાળીને ધોઇ લો.
હવે ચણાનો કે બાજરાનો લોટ લો. તેમાં ઝીણાં સમારેલા શાકભાજી અને પલાળેલા પૌંઆ અને ઓટ્સ મિક્સ કરી દો. તમને જોઇતા પ્રમાણમાં મીઠું, મરી, મસાલો નાખો. આનો લોટ બાંધી લો અને એમાંથી રોટલી કે રોટલા બનાવીને વઘારેલા દહીં સાથે ખાવ.

વઘારેલું દહી બનાવવાની વિધિઃ

cornell university

એક વાટકામાં તેલ મૂકી રાઇનો વઘાર કરો. તેમાં હિંગ, લીમડો, ઝીણા સમારેલા કાંદા નાખો. થોડી વાર રહીને તેમાં મીઠું, મરચું, લસણ જેવો મસાલો ઉમેરી દો. ગેસ બંધ કરીને તેમાં વલોવીને એકરસ કરેલું દહીં નાખી દો.
રોટલા સાથે આ વઘારેલા દહીંની લિજ્જત માણો અને સાથએ સાથએ વજન પણ ઉતારો.

આ રોટલી ખાવાનો ફાયદો એ છે કે એમાંથી પુષ્કળ ફાયબર મળે છે. વારંવાર ભૂખ નથી લાગતી કે કંઇક ખાવાનું ક્રેવિંગ નથી થતું. પેટ પણ ભરેલું રહે છે અને વજન પણ ઘટે છે.

વિશેષ નોંધઃ આ અમારા સંશોધન પર આધારિત માહિતી છે. આપ પ્રયોગ કરતા પહેલા આપના તબીબી નિષણાતની સલાહ લો તે આવશ્યક છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button