ગજબ જુગાડ ! યુવતીએ એરપોર્ટ પર લગેજનું પાંચ કિલો વજન ઓછું કરી દીધું, વિડીયો વાયરલ
નવી દિલ્હી : જ્યારે આપણે વિમાનમાં મુસાફરી કરીએ છીએ ત્યારે ઘણા નિયમોનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. એરપોર્ટ(Airport)પર એન્ટ્રી વખતે યોગ્ય ચેકિંગમાંથી પસાર થવું પડે છે. આ ઉપરાંત ટિકિટ હોવી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ટિકિટ બતાવ્યા વિના એરપોર્ટની અંદર પ્રવેશવું પણ મુશ્કેલ છે. આ સિવાય જે જરૂરી વસ્તુઓ સાથે લઈ જઈએ છીએ તેનું વજન પણ એક મર્યાદામાં હોવું જોઈએ. પરંતુ ઘણી વખત લોકો મર્યાદા કરતા વધુ વજન લઈને એરપોર્ટ પર પહોંચી જાય છે. આવી સ્થિતિમાં તેમને વધારાના ચાર્જ ચૂકવવા પડે છે. પરંતુ કેટલાક લોકો જુગાડ કરીને ઓછો સામાન બતાવે છે. આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવતી ચતુરાઈથી પોતાનો સામાન 5 કિલો સુધી ઘટાડી દે છે.
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવતી એરપોર્ટ પર તેના સામાનનું વજન ચેક કરાવી રહી છે. તેના સામાનનું વજન લગભગ 24.5 કિલો છે. યુવતીએ વધારાના સામાન માટે વધુ પૈસા ચૂકવવા પડે. આ સ્થિતિમાં તેણે જુગાડનો આશરો લીધો. સામાનનું વજન વધવા લાગે છે કે તરત જ યુવતી પગ વડે બેગ ઉપાડે છે. આવી સ્થિતિમાં સામાનનું વજન 19.5 કિલો જેટલું દેખાવા લાગે છે. આ રીતે યુવતીવધારાના સામાનનો ચાર્જ સરળતાથી બચાવે છે. આ વીડિયોમાં લખ્યું છે કે મેં આ છોકરીને તેની દરેક બેગ સાથે આવું કરતી જોઈ છે. આ વીડિયો Zore અને Tomek (@zoreandtomek) દ્વારા શેર કરવામાં આવ્યો છે.
ઈન્સ્ટાગ્રામ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો
વીડિયો શેર કર્યા બાદ તેનું કેપ્શન છે, ‘લગેજ વેઈટ હેક’ એટલે કે ‘સામાનનું વજન ઘટાડવાની રીત.’ આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેને અત્યાર સુધીમાં 11 કરોડ 20 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. જ્યારે લાખો લોકોએ તેને લાઇક અને શેર કર્યો છે.
Also Read –