ઉત્સવરાશિફળસ્પેશિયલ ફિચર્સ

સાપ્તાહિક ભવિષ્ય

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

તા. ૬-૧૦-૨૦૨૪ થી તા. ૧૨-૧૦-૨૦૨૪

ગ્રહગોચર: સૂર્યનારાયણ સમગ્ર સપ્તાહમાં ક્ધયા રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ મિથુન રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. બુધ ક્ધયા રાશિમાંથી તુલામાં તા. ૧૦મીએ પ્રવેશે છે. ગુરુ વૃષભ રાશિમાં તા. ૯મીએ વક્રી થાય છે. શુક્ર તુલા રાશિમાં ભ્રમણ કરે છે. શનિ કુંભ રાશિમાં વક્રી ભ્રમણ કરે છે. રાહુ મીન રાશિમાં ભ્રમણ કરે છે. ચંદ્ર પ્રારંભે તા. ૬ઠ્ઠીએ વૃશ્ર્ચિક રાશિમાં ભ્રમણ કરે છે. તા. ૯મીએ ધનુમાં, તા. ૧૧મીએ મકરમાં પ્રવેશે છે.

મેષ (અ, લ, ઈ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારના તેજીના વેપારવાળા જાતકોએ સાવધાની રાખવી જરૂરી છે. જન્મકુંડળીના આધારે નિર્ણય લેવા જરૂરી છે. સમગ્ર સપ્તાહમાં નોકરીમાં મોટી જવાબદારી સ્વીકારવા પહેલા જન્મકુંડળીના આધારે નિર્ણયો લેવા જરૂરી છે. મહિલાઓને આ સપ્તાહમાં પતિનો સહયોગ નિજી પ્રવૃત્તિમાં કાર્યક્ષેત્રે પ્રાપ્ત થશે. પરિવારની નાણાંવ્યવસ્થા જળવાઈ રહેશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં કુટુંબીજનોનો સહયોગ પ્રાપ્ત થાય.

વૃષભ (બ, વ, ઉ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા નાણાંરોકાણ માટેની તક મેળવશો. નોકરી માટે તા. ૬, ૭, ૧૨ શુભ જણાય છે. કુટુંબના સભ્યો સાથેના આર્થિક વ્યવહાર જળવાઈ રહેશે. ભાઈ-બહેનો સાથેના મતભેદોનો ઉકેલ આવશે. નવા કારોબારનો પ્રારંભ શક્ય છે. મહિલાઓને નવા કામકાજના પ્રારંભ માટે અનુકૂળતાઓ જણાશે. સ્વાસ્થ્ય જળવાશે. વિભાગીય પરીક્ષામાં વિદ્યાર્થીઓને સફળતા પ્રાપ્ત થશે.

મિથુન (ક, છ, ઘ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા કામકાજના નિર્ણયો લેવા માટે અન્યનો સહયોગ મેળવશો. નોકરીના તા. ૬, ૭, ૧૦ના નિર્ણયો એકંદરે શુભ પુરવાર થશે. નોકરી માટે નવી તકો પણ મેળવશો. મિલકત-વાહન ઈત્યાદિ માટે આ સપ્તાહ શુભ જણાય છે. સંતાન પરિવારના કારોબારમાં જોડાશે. મહિલાઓને પરિવારના પ્રસંગો માટે સાનુકૂળતા જણાશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં વિશિષ્ટ પ્રવૃત્તિઓમાં સફળતા પ્રાપ્ત થતી જણાશે.

કર્ક (ડ, હ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં ધાર્યા મુજબના નિર્ણયો લઈ શકશો. દૈનિક સાપ્તાહિક વેપાર સફળ રહેશે. નોકરી માટે તા. ૯, ૧૦, ૧૧ શુભ જણાય છે. સ્વતંત્ર કારોબારની નાણાંઆવકમાં વૃદ્ધિ થશે. કાર્યક્ષેત્ર માટે જરૂરી સાધનોના નિર્ણયો લઈ શકશો. મહિલાઓને નોકરીમાં પ્રગતિનો અનુભવ થાય. ઉચ્ચ પદ મેળવશો. વિદ્યાર્થીઓ શિક્ષણ ઉપરાંતની પ્રવૃત્તિઓમાં પણ સફળતા મેળવશે.

સિંહ (મ, ટ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં ધાર્યા મુજબના રોકાણના નિર્ણયો માટે તક મેળવશો. નોકરી માટે તા. ૬, ૭, ૧૧, ૧૨ શુભ જણાય છે. નોકરીના અધિકારી જૂના કામકાજ પૂર્ણ કરવા માટે મદદરૂપ થશે. ભાઈ-બહેનોમાં સંપ જળવાશે. પરિવારના કારોબારમાં આર્થિક વ્યવહારો જળવાઈ રહેશે. નવા કારોબારનો પ્રારંભ થાય. મહિલાઓને આ સપ્તાહમાં કુટુંબના વડીલોનો સહયોગ પ્રાપ્ત થશે.

ક્ધયા (પ, ઠ, ણ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા રોકાણ માટેના નિર્ણયનો અમલ થઈ શકશે તથા દૈનિક સાપ્તાહિક વેપારમાં સફળ બની રહેશે. તા. ૬, ૭, ૧૨ના કામકાજ સફળતાથી થઈ શકશે. વ્યવહારિકપણે પરિવારના પ્રશ્ર્નોનો ઉકેલ લાવી શકશો. પરિવારના સભ્યોની આર્થિક પ્રગતિ જળવાઈ રહેશે. મહિલાઓનો પતિ સાથેનો મતભેદ હળવો બનશે. વિદ્યાર્થીઓ આ સપ્તાહમાં અધ્યયન માટેના સાધનો પ્રાપ્ત કરશે.

તુલા (ર, ત): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં અપેક્ષા મુજબનું નવું રોકાણ શક્ય છે. નોકરી માટે તા. ૯, ૧૦, ૧૨ શુભ જણાય છે. કાર્યક્ષેત્રે મદદનીશ મેળવશો. ઉચ્ચ ક્ષેત્રની વ્યક્તિઓ સરકારી અધિકારીઓની ઓળખાણો ઉપયોગી થશે. વ્યવહારિક પણે કોર્ટ-કાયદાના પ્રશ્ર્નનો ઉકેલ લાવી શકશો. મહિલાઓને સહપરિવાર પ્રવાસની તક પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓ સમગ્ર સપ્તાહમાં વાંચન અભ્યાસમાં એકાગ્રતા દાખવી શકશે.

વૃશ્ર્ચિક (ન, ય): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવું રોકાણ શક્ય છે. દૈનિક સાપ્તાહિક વેપાર અનુકૂળ બની રહેશે. તા. ૮, ૯, ૧૧ના નોકરીના નિર્ણયો સફળ પુરવાર થશે. વ્યક્તિગત પ્રશ્ર્નોનો ઉકેલ કાર્યક્ષેત્રે આવશે. નાણાંવ્યવસ્થા જળવાઈ રહેશે. નવા કારોબારનો પ્રારંભ થાય તેમ છે. મિત્રો, પડોશની વ્યક્તિઓ મહિલાઓને પ્રાસંગિક જવાબદારીમાં ઉપયોગી થશે. વિદ્યાર્થીઓનો નિત્ય અભ્યાસ નિયમિતપણે જળવાઈ રહેશે.

ધનુ (ભ, ધ, ફ, ઢ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા કામકાજ, નવીન કાર્યપદ્ધતિનું જ્ઞાન મેળવી શકશો. નોકરી માટે તા. ૬, ૯, ૧૦ શુભ જણાય છે. કિંમતી ચીજોની ખરીદીમાં ઉતાવળ દાખવવી નહીં. પરંતુ જરૂરિયાતની ચીજવસ્તુઓ અપનાવી શકશો, મેળવી શકશો. મહિલાઓને આ સપ્તાહમાં નવીન હુન્નરલક્ષી જ્ઞાન મેળવવામાં સફળતા જણાશે. વિભાગીય પરીક્ષામાં વિદ્યાર્થીઓને સફળતાનો અનુભવ થશે. નબળા વિષયમાં માર્ગદર્શન મેળવશો.

મકર (ખ.જ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારનાં તેજીના વેપારમાં સાવધાની રાખવી જરૂરી છે. તા. ૬, ૭, ૮, ૧૦ નોકરીના ક્ષેત્રે સફળતાસૂચક છે. આ સપ્તાહમાં નવી નોકરીનો પ્રારંભ પણ થઈ શકશે. કોર્ટ-કાયદાના કારોબારમાં સફળતા મેળવશો. આર્થિક વ્યવહારો પૂર્ણ થશે. જૂનાં દેણાંની રકમ ચૂકતે કરી શકશો. મહિલાઓને સંતાનની શૈક્ષણિક પ્રવૃત્તિમાં સફળતા જણાશે. વિદ્યાર્થીઓનો નિત્ય અભ્યાસ જળવાઈ રહેશે.

કુંભ (ગ, શ, સ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં તેજીના વેપારમાં સાવધાની દાખવવી જરૂરી છે. નોકરી માટે તા. ૬, ૮, ૯, ૧૦ શુભ જણાય છે. વેપાર વધશે. વેપારની પ્રવૃત્તિઓ વધશે. નાણાંઆવક વધશે. નવા વ્યવસાયના સંબંધો બનાવી શકશો. ગૃહિણીઓને પરિવારની પ્રવૃત્તિઓમાં સરળતા જણાશે. કિંમતી ચીજોની ખરીદી શક્ય છે. વિદ્યાર્થીઓ અધ્યયનમાં નિયમિતતા દાખવી શકશે.

મીન (દ, ચ, ઝ, થ): ભાઈશ્રી! આ સપ્તાહમાં શૅરબજારમાં નવા રોકાણ માટેની તકો અનુસરી શકશો. તા. ૭, ૮, ૧૦, ૧૧ ધાર્યા મુજબની સફળતા નોકરીમાં સૂચવે છે. નોકરીમાં સહઅધ્યાયીઓ યશસ્વી બનાવી શકશે, ઉપયોગી થશે. નાણાંવ્યવહાર જળવાશે. આવક વધશે. મહિલાઓને નવી નોકરીના પ્રારંભ માટે સફળતા જણાય છે. વિદ્યાર્થીઓને નવા વિષયનું જ્ઞાન મેળવવવા માટે અપેક્ષિત તક પ્રાપ્ત થતી જણાશે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત