સ્પેશિયલ ફિચર્સ

બુધવારે કરો આ ભગવાનના જાપ તમારા ઘરના કોઠાર ક્યારેય ખાલી નહિ થાય….

બુધવારના ઉપાયઃ આ અઠવાડિયાનો બુધવાર ભગવાન ગણેશને સમર્પિત છે. ત્યારે આજના દિવસે ભગવાન ગણપતિની પૂજા કરવાથી બુદ્ધિ અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર ભગવાન ગણેશને પ્રથમ પૂજનીય દેવતા કહેવામાં આવે છે. બુધવારે ગજાનનજીને દુર્વા અને લાડુ અર્પણ કરવાથી મનવાંછિત ફળ મળે છે. આ ઉપરાંત બુધવારે આ ખાસ ઉપાય કરવાથી ભગવાન ગણેશ જીવનને સુખી અને સમૃદ્ધ બનાવે છે. તો ચાલો તમને બુધવારે કયા ઉપાય કરવા જોઈએ એ જણાવું.

  1. જો તમે ઓફિસમાં તમારા બોસ સાથે સારા સંબંધ રાખવા માંગતા હોય તો બુધવારે સ્નાન વગેરે કર્યા પછી સૌથી પહેલા ભગવાન ગણેશને વંદન કરો અને તેમની સામે બેસીને ભગવાન ગણેશના શ્રી ગણેશાય નમઃ મંત્રનો 21 વાર જાપ કરો.
  2. જો તમે તમારા વિવાહિત જીવનને સારું અને મધુર બનાવાવ ઈચ્છતા હોય તો બુધવારે ભગવાન ગણેશની પૂજા દરમિયાન હળદરમાં થોડું ઘી મિક્સ કરીને ભગવાન ગણેશના કપાળ પર તિલક લગાવો અને તેમની સામે ઘીનો દીવો પણ પ્રગટાવો.
  3. જો તમે કોઈપણ પ્રકારની પરેશાનીમાંથી મુક્તિ મેળવવા ઈચ્છતા હોય તો તમારે બુધવારે શ્રીગણેશની પૂજા કરતી વખતે વક્રતુંડા મંત્ર એટલે કે ‘વક્ર તુંડયા હમ’ તમારે આ મંત્રનો 21 વાર જાપ કરવો અને ભગવાન શ્રીગણેશને નારિયેળ ચઢાવવું.
  4. જો તમારા ધંધા પર અથવા તમારા પર કોઈ પણ પ્રકારની ખરાબ નજરથી બચાવા માટે બુધવારે પીળા રંગનું લીંબૂ લો અને તે લીંબુ પર કાળા રંગથી સાત નાના ટપકાં બનાવો. હવે તે લીંબુને ચાર સરખા ટુકડા કરો પછા કોઈ ચાર રસ્તા પર જઈને એક-એક ટુકડાને ચાર અલગ-અલગ દિશામાં ફેંકી દો.
  5. પરિવારની સુખ-સમૃદ્ધિ જાળવી રાખવા માટે કેળાનું ફળ તમારા પુત્ર અથવા તમારી ભત્રીજી જેવા અન્ય કોઈપણ બાળકને ખાવા માટે આપો. આ ઉપરાંત તમે દરેક બુધવારે ભગવાન શ્રી ગણેશના ‘ગમ ગણપતયે નમઃ’ ના જાપ કરો. શકેય ત્યાં સુધી એકવાર આસન પર બેસીને 108 વાર આ રીતે જાપ કરે. અને જો આ જાપ સવારે સ્નાન પતાવીને તરત કરવામાં આવે તો એ ઘર માટે ઘણા શુભદાયી રહે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button