Wedding Shopping Tips: લગ્ન માટે લહેંગા-ચોલી ખરીદવા જાઓ છો…Wait and read this

લગ્નની સિઝન હોય કે ન હોય ટ્રેડિશનલ આઉટફીટ પહેરવાની વાત આવે એટલે છોકરીઓને તરત લહેંગા-ચોલી નજર સામે આવે. ઘરના વેડિંગ હોય તો હેવી અને જો થોડા દૂરના સંબંધીના ઘરે લગ્ન હોય તો થોડા લાઈટ, પણ લગ્નના દિવસે સાડી કરતા લહેંગા ચોલી પહેરવાનું મોટી ઉંમરની મહિલાઓ પણ પસંદ કરતી થઈ ગઈ છે. લૂકમાં એલિગેન્ટ લાગે છે અને ટ્રેડિશનલ આઉટફીટમાં ભારતનીય સ્ત્રી હંમેશાં સુંદર દેખાય. બજારમાં પણ એકથી એક ચડિયાતા લહેંગા-ચોલી જોવા મળે છે. ત્યારે સ્વાભાવિક છે કે ક્યા લેવા અને ક્યા નહીં તે મામલે કન્ફ્યુઝ થઈ જવાય. પણ ડોન્ટ વરી, તમારી માટે અમે થોડી ટીપ્સ લઈને આવ્યા છે. તમારા લૂકને શોભે તેવા લહેંગા લેવામાં આ ટીપ્સ ચોક્કસ તમારી મદદ કરશે.
- કમ્ફર્ટ ફર્સ્ટઃ સામાન્ય રીતે આપમે કોઈપણ સ્ટાઈલના કપડાનુ શોપિંગ કરીએ ત્યારે લૂકને ધ્યાનમાં લેતા હોય છે, પરંતુ આ બહુ મોટી ભૂલ છે. કપડા લેવા સમયે કમ્ફર્ટ પહેલા નંબરે આવે છે. ખાસ કરીને લહેંગા ચોલી ભારે હોય છે અને તે કમ સે કમ તમે પાંચથી છ કલાક માટે પહેરવાના હોવ છો આથી જો તમને ટાઈટ કે લૂઝ કે કેરી કરવામાં અઘરા લાગશે તો તમારો મૂડ જતો રહેશે અને તે ડિસ્કફર્ટ તમારા ચહેરા પર દેખાશે. આ સાથે લહેંગો પહેરો ત્યારે પણ ટાઈટ ન બાંધશો. વધાર પડતો સ્ટાઈલિસ્ટ કે ફિટિંગવાળો લહેંગો કે વધારે પડતી રિવિલિંગ ચોલી તમને જ કનડશે.

2 યુ ફર્સ્ટ
તમારું બોડી ટાઈપ જે હોય તે હોય. જો થોડા ભરાવદાર હો તો પાતળા લાગવાની લ્હાયમાં ગમે ન ખરીદી લો. અથવા તો વધારે પડતા પાતળા છો એટલે ખૂબ જ ઘેર કે વજનવાળા લહેંગા ન ખરીદો. ઘણીવાર કેટલીક યુવતીઓ એવા લહેંગા પસંદ કરી લેતી હોય છે જે તેમના બોડી ટાઇપને શૂટ કરતા નથી. તેથી જ એપ્પલ શેપ, પિઅર, રેક્ટેએન્ગ્યુલર, અવરગ્લાસ, સ્પૂન શેપ, રાઉન્ડ અથવા ઓવલ શેપ આ પ્રકારના બોડી ટાઇપમાંથી તમારાં ટાઇપને સમજીને જ શોપિંગ કરો. For example એ-લાઇન લહેંગા સામાન્ય રીતે અવરગ્લાસ બોડી ટાઇપને શોભતા નથી.

3 મેરા વાલા પિંક
રંગ ખૂબ જ મહત્વનું પાસું છે ખાસ કરીને જ્યારે તમે હેવી આઉટફીટ પહેરો છો. લગ્નમાં ઘણીવાર થીમ કલર પણ આપવામાં આવતા હોય છે. પણ જો તમારે તમારી ચોઈસનો કલર પસંદ કરવાનો હોય તો જે ચલણમાં છે તે જ પહેરવું જરૂરી નથી તમારી સ્કીન પ્રમાણે કલર પસંદ કરો. લગ્નમાં પહેરાતા કપડાના કલર ઘણીવાર કૉમન હોય છે. જોકે આજકાલ કોઈ ખાસ રેસ્ટ્રીક્શન્સ હોતા નથી. મોટા ભાગે રેડ, પિંક, વાઈન કલરના લહેંગા ચોલી પહેરાતા હોય છે. તમારે સ્કીન અને તમારી પસંદ સાથે એ પણ જોવાનું છે કે લગ્ન દિવસના છે કે રાતના. જો રાતના હોય તો સિલ્વર-ગોલ્ડન વર્ક વધારે હોય તેવા કલર્સ સાથેના કોમ્બિનેશન વધારે સારા લાગશે. દિવસ દરમિયાન પ્રમાણમાં ઠંડા લાગે તેવા કલર્સ પણ પહેરી શકાય.

4 ફેબ્રિક તો ફેબ હોવું જોઈએ
જે લોકોનું બહુ મોટું ફ્રેન્ડ સર્કલ અથવા પરિવાર હોય તેમણે ઘણા લગ્નોમાં જવાનું થતું હોય છે. આ સાથે હવે એક લગ્નમાં પહેરેલા કપડા બીજા લગ્નમાં પહેરવાનું ગમતું નથી. સોશિયલ મીડિયા પર અલગ અલગ લૂકમાં રીલ્સ ને પિક્ચર્સ પોસ્ટ કરવાના હોવાથી યુવાને દર વખતે નવું કંઈક શોધે છે અને આને લીધે બજેટ મોટું પાસું બની જાય છે. લૉ બજેટ કપડા લો તે વાંધો નહીં પણ ફેબ્રિક સાથે એક લેવલથી વધારે કોમ્પ્રોમાઈઝ ન કરો. લહેંગામાં વર્ક હોય છે અને તે સારા ફેબ્રિક પર કરવામાં આવે તે જરૂરી છે. લૉ ક્વોલિટીવાળા લહેંગામાં ઘણીવાર તાર નિકળી જાય છે જે તમારાં લૂકને ખરાબ કરી શકે છે. તેથી જ સિલ્ક-વેલ્વેટ અને ઓર્ગેન્ઝા જેવા લક્ઝરી ફેબ્રિકની પસંદગી કરો.

દુપટ્ટા હૈ લહેંગે કી શાન
સ્ટાઇલિશ લહેંગા અને ચોલી પર સૌથી વધારે દેખાતી કોઈ વસ્તુ હોય તો તે છે દુપટ્ટા. બ્લાઉઝની સાથે દુપટ્ટાની ખૂબસુરતીને નજરઅંદાજ ના કરો. તેને સ્ટાઇલ કરવાની યોગ્ય રીત જ તમારા લૂકમાં ચાર ચાંદ લગાવી શકે છે. સ્ટાઇલિશ અને એલિગન્ટ તેમ જ વાઈબ્રન્ટ કલરના દુપટ્ટા પસંદ કરો. તેની નાની નાની ડિટેલિંગ પર ધ્યાન આપો. દુપટ્ટાને તમારી જ્વેલરી સાથે મેચ થાય તે પણ ધ્યાનમાં રાખો.
જ્વેલરી ઓલ્સ મેટર્સ
તમારા કપડા સાથે તમારા ચહેરા પર કરવામાં આવતો મેક અપ અને હેર સ્ટાઈલ તેમ જ જ્વેલરી પણ એટલા જ મહત્વના છે. આથી લહેંગા-ચોલી સાથે જ્વેલરીનું મસ્ત મેચિંગ થાય તે ખાસ ધ્યાન રાખો. જ્વેલરી સિલેક્ટ કરતા પહેલા પણ ફંકશન રાતનું છે કે દિવસનું તે મહત્વનું છે. હા જો લહેંગો બહુ ભારે હોય અને દુપટ્ટો પણ ભરેલો અને ઝગમગાટવાળો હોય તો જ્વેલરી લાઈટ અને એલિગન્ટ રાખજો.